________________
MAAA
શ્રીમે કુમાર નામના મુનિવરની કથા (૨૪) ગમતી નહતી તે પણ વાણીથી બંધાઈ ગએલે અને સંયમ માર્ગને પૂરે રાગી હોવાથી તેણે તે સર્વ વસ્તુઓ મગાવી આપી. પછી મેઘકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી. રાત્રીએ મેઘકુમાર બારણ આગલ સંથારા ઉપર સુતે હતે તે વખતે બીજા સ્ફોટા સાધુઓના જવા આવવાથી તેમના ચરણને પ્રહાર મેઘકુમારને થતા. આમ બીજા સાધુઓને પાદપ્રહાર થવાથી મેઘકુમાર વિચાર કરવા લાગે કે “હું રાજ્ય ત્યજી દઈ નિધન થયે, તેથી આ સાધુઓ મને પાદપ્રહાર કરે છે. સવે સ્થાનકે ધનવંત માણસજ માન પામે છે માટે હવે હું પણ સવારે વ્રત ત્યજી દઈ ઘરે જઈશ.” આ પ્રમાણે વિચાર કરતા મેઘકુમાર મુનિએ રાત્રી મહા કષ્ટથી નિવૃત્ત કરી સવારે વ્રત ત્યજી દેવાની ઈચ્છાથી પ્રભુ પાસે ગયા. શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનથી તેને ભાવ જાણીને કહ્યું “હે વત્સ! તું સંયમથી કેમ ભગ્ન પરિણામવાલે થયો છે તેમજ તે પિતાના પૂર્વભવને કેમ નથી સંભાર તે? સાંભલ હારા પૂર્વભવ
આથી ત્રીજા ભવે તું વૈતાઢય પર્વત ઉપર મેરૂપ્રભ નામે હસ્તિ હતો. એકદા ત્યાં દાવાનલ સળગે તેથી તું ત્યાંથી નાસીને એક તલાવમાં ગયે. ત્યાં તું કાદવમાં ખેંચી ગયું તેથી બલવંત એવા બીજા હસ્તિઓએ તને મારી નાખે. સાત દિવસ પીડા પામ્યા પછી તું મરી ગયો અને વિંધ્યાચલને વિષે તેજ નામથી મહોટા ગજરાજ પણે ઉત્પન્ન થયા. એક દિવસ વિધ્યાચલ ઉપર દાવાનલ સળગે જોઈ તને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું તેથી તેં તૃણ વિગેરેને ઉખેડી નાખી પિતાના યુથનું રક્ષણ કરવા માટે ત્રણ માંડલાં કર્યા. વલી એક દિવસ દાવાનલ સલગે તેથી પોત પોતાના માંડલા પ્રત્યે જતા એવા મૃગાદિકથી બે માંડલાં તે ભરાઈ ગયાં. તું પિતાના પરિવારસહિત ત્રીજા માંડલામાં ઉો રહ્યો એવામાં તને ખરજ આવવાથી તે ખજવાલવા માટે ત્યારે એક પગ ઉંચે કર્યો. તે પગ ઉંચે કર્યો એટલે તુરતજ બહુ જનાવરના ઘસારાથી પીડા પામતું કઈ એક શશલ સ્થાન ન મળવાને લીધે ત્યાંજ આવી ઉભું રહ્યું પિતાના પગ મૂકવાના સ્થાનકે શશલાને ઉભેલું જોઈ દયાથી પૂર્ણ મનવલે તું ચોથે પગ પૃથ્વી ઉપર મૂક્યા વિના ત્રણ પગેજ ઉભે રહ્યો. અઢી દિવસે દાવાનલ શાંત થયો એટલે શશલા પ્રમુખ સર્વે પ્રાણુઓ સુધા તૃષાથી પીડા પામેલા હોવાથી ચાલ્યા ગયા. તું જેવો ત્યાંથી ચાલવા ગયે તેજ પગ ઉચે રાખવાથી થયેલી પીડાને લીધે પૃથ્વી ઉપર પડી ગયે. પછી ક્ષુધા તૃષાથી પરવશ થયેલે તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યા. તે પ્રાણી ઉપર દયા રાખી તે પુણ્યથી હમણાં તું રાજપુત્ર થયે છું તે હવે આ મનુષ્યભવને વૃથા શા માટે હારી જાય છે? તે એક શશિલાનું રક્ષણ કરવા માટે ત્રણ દિવસ ઉભા રહી છેવટ દેહને ત્યાગ કર્યો તો પછી સાધુઓના પગના પ્રકારના કષ્ટથી ચારિત્રથી કેમ ભ્રષ્ટ થાય છે ? તું એક જીવને અભય આપવાથી આવું ફલ પામ્યું તે પછી સાધુની પેઠે સર્વ જીવને
- ૧