________________
બ્રીજ બસ્વામી નામના ચરમ કેવલીની કથા. (૩૩) પેઠે ધીમે ધીમે ગેખ તરફ જવા લાગી. ગોખની નીચે ઐરાવત હતિ સમાન મહેટા શરીરવાલો રાજપ્રિય હસ્તિ બંધાતો હતો. રાણુ હસ્તિના મહાવત ઉપર આસક્ત હતી, તેથી તે ગેખના પાટીયાને દૂર ખસેડી ગોખ બહાર ઉભી રહી. હતિએ તેને નિત્યના અભ્યાસથી સુંઢ વડે પકડી ભૂમિ ઉપર મૂકી. રાણુને પૃથ્વી ઉપર ઉભેલી જોઈ મહાવતે ક્રોધ કરી “અરે દાસી ! તું મેડી કેમ આવી? એમ કહીને તેને હસ્તિની સાંકળવડે પ્રહાર કર્યો. રાણીએ કહ્યું. “હે નાથ મને હારે નહિ. આજે રાજાએ કઈ ન અંત:પુરને રક્ષક મોકલે છે તે જાગતે હેવાથી હારે રોકાવું પડયું છે. હે વલ્લભ ! બહુ વખત પછી તે ઉંઘી ગયો એટલે લાગ જે હું તમારી પાસે આવી છું માટે આપ હારા ઉપર ક્રોધ ન કરે.” આવાં રાણીનાં વચનથી શાંત થએલે મહાવત તેની સાથે નિર્ભયપણે કીડા કરવા લાગ્યો. ધીરજના ભંડારરૂપ તે રાણી રાત્રી વીતી જવા આવી ત્યારે હસ્તીની સુંઢના આઝયથી પિતાને સ્થાનકે ગઈ.
આ સર્વ વાત જાણી દેવદત્ત સોની કે જે અંતઃપુરનું રક્ષણ કરતું હતું તે વિચાર કરવા લાગ્યું કે “અહો ! અશ્વના ખૂંખારાના શબ્દ જેવું સ્ત્રીઓનું ચરિત્ર જાણવાને કોણ સમર્થ છે? અહો! અંતપુરમાંથી નહિ નીકળી શકવાને લીધે જેમને સૂર્ય પણ જોઈ શકતો નથી એવી આ રાજસ્ત્રીઓ પણ પોતાના શીલવ્રતને ખંડિત કરે છે તે પછી બીજી સ્ત્રીઓની તો વાત જ શી ? તેઓ જલાદિ વસ્તુને લાવવા માટે નગરમાં ચારે તરફ ભટક્તી હોય એવી સામાન્ય ઘરની સ્ત્રીઓના શીળનું રક્ષણ તે કયાંથી થાય?” આમ વિચાર કરી પુત્રવધુના દુરાચરણથી થએલા ક્રોધના વિચારને ત્યજી દઈ દેવાદારથી છુટેલા પુરૂષની પેઠે સૂઈ ગયે. પ્રભાત થઈ તો પણ તે વૃદ્ધ સેની જાગે નહિ, તેથી તે વાત દાસીઓએ રાજાને કહી. રાજાએ કહ્યું.
એ કાંઈ કારણથી થયું હશે માટે તે જાગે ત્યારે મારી પાસે લાવજે.” ભૂપત્તિની આવી આજ્ઞા સાંભળી સેવક લેકે ગયા. દેવદત્ત સોનીએ પણ આજ બહુ કાળે સાત દિવસનું નિદ્રાસુખ અનુભવ્યું. અર્થાત્ તે સાત દિવસ સુધી સૂઈ રહ્યો. સાત રાત્રી પૂરી થએ તે જાગે એટલે સેવક લેકે તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને આ પ્રમાણે પૂછયું. “જેમ દુર્ભાગી પુરૂષને કામિની સ્વીકારતી નથી તેમ નિદ્રાએ ત્યજી દીધેલ સાત દિવસ સુધી કેમ સૂઈ રહ્યો. તને હારા તરફથી અભય છે.” તે ઉપરથી તેણે રાત્રીએ રાણ, હસ્તી અને મહાવત સંબંધી જે વૃત્તાંત જોયું હતું તે કહી દીધું પછી રાજાએ તેને અનુકંપા દાન આપી વિદાય કર્યો, જેથી તે વૃદ્ધ દેવદત્ત સોની, પિતાના પરાભવથી થએલું જીર્ણ દુઃખ ત્યજી દઈ સુખે રહેવા લાગ્યું - - હવે રાજાએ તે પિતાની દુરાચારિણી સ્ત્રીની પરીક્ષા કરવા માટે એક લાકહાન હેઠે હસ્તિ કરાવીને સર્વે રાણીઓએ કહ્યું. “આજે રાત્રીમાં મેં સ્વમ જોયું છે તેથી વસ્ત્રરહિત થઈ તમારે હારી સમક્ષ તે હસ્તિ ઉપર બેસવું.” સર્વે રાણી,