________________
શ્રી જિનપાલિત નામના મુનિવરની કથા,
( ૧૪૫ ) મહુ ભયભ્રાંત થએલા તે જિનરક્ષિત અને જિનપાલિત અન્ને ભાઇએ તેને કહેવા લાગ્યા. “હું પરોપકારી પુરૂષ ! અમે જે પ્રકારે આ વિપત્તિરૂપ સમુદ્રના પાર પામીએ તેવા ઉપાય તું અમને ખતાવ. તે પુરૂષે ક્યું : “ હે ભદ્રો ! તમે પોતાના જીવિતના ઉત્તમ ઉપાય સાંભળે.
અહિંથી પૂર્વ દિશાના ઉદ્યાનમાં શાભાથી મનેાહર એવુ એક યક્ષનું આશ્ચર્ય - કારી સ્થાનક છે ત્યાં અશ્વરૂપને ધારણ કરના સેલક નામે યક્ષ વસે છે. તે યક્ષરાજ આઠમ, ચાઇશ અને પુનમ એ તીથિએને વિષે હંમેશા મ્હોટા શબ્દથી એમ કહે છે કે–હું કયા માણસને તારૂં અને કયા માણસને પાછું ?” માટે તમે ત્યાં જઈ તેનું પૂજન કરતા છતા રહેા. જ્યારે સમય આવે તે સેલક યક્ષ “ હું કયા માણસને તારૂં અને કયા માણસને પાછું ?” એમ કહે ત્યારે તમારે પેાતાના જીવિતની ઇચ્છાથી અમને ઝટ તારા અને પાલન કરો, પાલન કર ” એમ કહેવુ તમે એમ કહેશેા એટલે તે યક્ષરાજ તમને આપત્તિરૂપ સમુદ્રના પાર પમાડશે એ વિના બીજો કાઈ ઉપાય નથી.”
*
,,
પછી જિનરક્ષિત અને જિનપાલિત અન્ને ભાઇઓ શૂલિમાં વિધાયલા પુરૂષથી પેાતાના વિતને ઉપાય સાંભળી હર્ષ પામતા છતા તુરત સેલયક્ષના મદિર પ્રત્યે ગયા. ત્યાં તે પુષ્પાદિક વડે ભક્તિથી યક્ષનું પૂજન કરતા છતા અનેિશ આદરથી તેનું સેવન કરવા લાગ્યા. પછી અવસરે સેલયક્ષે જેટલામાં “હું કયા માણસને તારૂં અને કયા માણસને પાછું? ” એવા શબ્દ કર્યા, તેટલામાં તે બન્ને ભાઈઓએ “ હે સ્વામિન્ ! અમને પાળેા અને આ મહા આપત્તિથી તારા ” એમ કહ્યું. તેઓનાં આવાં વચન સાંભળી તુરત પ્રગટ થઈ યક્ષે કહ્યું: “હે માકઢી પુત્ર ! સાંભળેા, જો તમે મ્હારૂં કહ્યું કરા હું તમારૂં પાલનાદિ કાર્ય કરૂં. ” અને ભાઈએએ કહ્યું: “ હું યક્ષેદ્ર ! તમે અમારા પિતા છે. માટે તમારૂં અમે સર્વ અંગીકાર કરશું. ” પછી યક્ષે તે બન્નેને પેાતાની પીઠ કહ્યું : “ તમારે પાછલ આવેલી તે દેવીના મુખ સામું જોવું નહીં. એટલુંજ નહી” પણ તેનાં વચન સાંભળી મનમાં જરાપણ રાગ કરવે: નહી. નહિ તે હું તમને બન્નેને મ્હારી પીઠ ઉપરથી અપાર એવા સમુદ્રમાં ફેંકી દઇશ. ’” આ પ્રમાણે શીખામણ દઈ તે બન્ને ભાઇઓને લઈ સેલકયક્ષ સમુદ્રમાં આકાશ માર્ગે વેગવડે ચાલ્યા.
હિતકારી કહેલું ઉપર બેસારીને
હવે અહિં રત્નદ્વીપની દેવી લવણુસમુદ્રને શુદ્ધ કરી જેટલામાં પેાતાના ઘર પ્રત્યે આવી તે તેણીએ તે બન્ને પુરૂષોને દીઠા નહીં તેથી તે બહુ આકુલ વ્યાકુલ થવા લાગી. તેણીએ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં બહુ શોધખેાલ કરી પણ તેઓને કયાંઇ દીઠા નહી. પછી પાતાના અધિજ્ઞાનથી મહા સમુદ્રની મધ્યે સેલકયક્ષવડે લઇ જવાતા તે બન્નેને જોઇ અત્યંત ક્રોધ પામેલી તે દુષ્ટ દેવી પોતાનું તીક્ષ્ણ ખડગ લઈ તત્કાલ ત્યાં આવીને કહેર વચનથી કહેવા લાગી.
૧૯