________________
શ્રી ગાંગેય ” નામના મહિ ની કથા.
,
( ૧૪૧ ) સુદન શ્રેષ્ટીના ગુણાના વખાણ કરતી હતી. તેથી દેવદત્તા ગણિકા, સુદન શ્રેષ્ઠી ઉપર હુ અનુરાગ ધરવા લાગી.
હવે અહિં સુદર્શન શ્રેષ્ટીએ વૈરાગ્યથી વ્રત લીધું. અનુક્રમે તે મુનિ, તપ અને વિહાર કરતા કુસુમનગરે ગયા. તે નગરીમાં ગેાચરી માટે ક્રતા એવા સુદર્શન મુનિને જોઈ પંડિતાએ તે વાત દેવદત્તાને કહી. દેવદત્તાએ દંભથી ભિક્ષાને માટે મુનિને પાતાને ઘેર એલાવ્યા. જેટલામાં સુદર્શન મુનિ તેના ઘરમાં આવ્યા તેટલામાં તેણીએ બારણા બંધ કરી આખા દિવસ તે મહામુનિને ઉપસર્ગ કર્યો, પછી સાંજે વેશ્યાએ ત્યજી દીધેલા તે મુનિ વનમાં ગયા. ત્યાં પણ વ્યંતરી થએલી અભયારાણીએ ક્રોધથી તેમને બહુ પ્રકારે પીડા પમાડયા. ત્યાં શુભ ધ્યાનથી સુદર્શન મુનિને કેવલ જ્ઞાન ઉપજ્યું જેથી દેવતાઓએ વિધિથી તેમને કેવલ મહાચ્છવ કર્યો. આ વખતે સુદર્શન કેવલીએ એવા ધર્મોપદેશ દીધા કે જેથી અભયાદેવી અને તેની ધાવમાતાદિ પ્રતિધ પામ્યા. ઉત્તમ પ્રકારે સ્મરણ કરેલા અને શ્રેષ્ટ દૃષ્ટીવાલા દેવતાઓએ રચેલા અદ્ભુત પોતાના પતિના કેવલ મહેાચ્છવને જાણી બહુ હર્ષ પામેલી મનેારમાએ કાર્યોત્સર્ગ પાર્યો, જેમને શૂલી સુવર્ણનું સિંહાસન થયું અને પ્રહાર હારા થયા, ગૃહસ્થાવસ્થામાં અભયારાણીએ કુકલંક આપવાથી પણ જે શુદ્ધ રહ્યા. દીક્ષા વસ્થામાં પણ જેમને અભયારાણીરૂપ બ્યતરીએ મહા ઉપસર્ગો કર્યા જ્યાંથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું તે કેવલ જ્ઞાની સુદર્શન મુનિની અમે હંમેશા સ્તુતી કરીએ છીએ. श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा संपूर्ण
जीवाणुववायपवेसणाइ पुच्छित्त वीरजिणपासे ॥ गिण्हितु पंचजाम गंगेओ जयउ सिद्धिगओ ॥ १०६ ॥
જીવાની ઉત્પત્તિ, ચતુર્ગતિમાં ગમન, ભવસ્થિતિ અને કાયસ્થિતિ ઇત્યાદિ પુછી શ્રી વીર પ્રભુ પાસે પંચ મહાવ્રત ગ્રહણ કરી સિદ્ધિપદ પામનારા ગાંગેય જયવતા વો. ॥ ૧૦૬ ॥
।। શ્રીમાંનેય મુનિની થા. ॥
વાણિજ નગરમાં શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના પુત્ર ગાંગેય નામના અણુગારે શ્રમણ ભગવંત શ્રી મહાવીરને વંદના તથા નમસ્કાર કરી સર્વે જીવોની ઉત્પત્તિ તથા વિગમાદિ પ્રશ્ના પુછ્યા. શ્રી મહાવીર પ્રભુએ તે પ્રશ્નોના ઉત્તર આપ્યા એટલે ગાંગેયે પાંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કર્યા પછી ધર્મનું આરાધન કરતા તે મેક્ષ પામ્યા. આ ગાંગેયના સંબધ અહિં સંક્ષેપમાં કહ્યો છે. વિશેષ જાણવાની ઇચ્છા કરનારે શ્રી ભગવતી સૂત્રથી જાણી લેવા. श्री ' गांगेय' नामना महर्षिनी कथा संपूर्ण