________________
શ્રી ગાષિએડલવૃત્તિ ઉત્તરાદ્ધ, ઉદય આવ્યે છતે ફરી ગૃહસ્થપણું અંગીકાર કર્યું; વળી જેમણે પુત્ર અને સ્ત્રીના પ્રેમરૂપ ભાવબંધનથી પિતાના આત્માને છોડા તથા દ્રવ્ય બંધનથી હરિતને છેડા, તેમજ જેમણે પર તીર્થિઓને વિષે વિજય મેળવ્યું તે શ્રી આદ્રકુમારમુનિ મેક્ષ પામ્યા. ૯૮ર્લ્ડ
न दुकरं वारणपासमोअणं, गयस्स मत्तस्स वर्णमि रायं ॥
जहाउ अक्का बलिएण तंतुणो, तं दुक्करं मे पडिहायमोअणं ॥ १०॥ " (શ્રી શ્રેણિકાદિકના પૂછવા ઉપરથી આદ્રકમુનિ કહે છે.) હે રાજન ! જેવી રીતે મને કાચા સૂતરના તાંતણાથી મૂકાવું દુષ્કર લાગે છે તેવી રીતે વનખંડમાં મદોન્મત હસ્તિને વારણપાસથી મૂકાવું દુષ્કર નથી લાગતું. ૧૦૦
* 'श्रीआर्द्रकुमार' नामना मुनिवरनी कथा * જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં ઇંદ્રપુર સમાન લક્ષમીના નિવાસ સ્થાનરૂપ વસંતપુર નામે નગર છે. તે નગરમાં સમાદિત્ય નામને પ્રસિદ્ધ વિદ્વાન અને ઉત્તમ એવો બ્રાહ્મણ વસતો હતો. તેને ઘણા પ્રેમવાળી બંધુમતિ નામે પ્રિયા હતી. સેમદિત્યને ઘરનાં સર્વ કાર્ય કરનાર અને પીડાને નાશ કરનાર તેમજ ગુણલક્ષમીએ કરી પવિત્ર એ એક વણિક મિત્ર હતે.
એકદા સામાદિત્ય વિપ્ર સૂર્યાચાર્ય પાસે ઉત્તમ દેશના સાંભલી પિતાના મિત્ર અને સ્ત્રી સહિત વૈરાગ્યવાસિત થયે, તેથી તેણે તેઓની સાથે તે સુગુરૂ પાસે આગ્રહથી સર્વાર્થને આપનારી દીક્ષા લીધી. જો કે તે સમાદિત્ય મુનિ વૈયાવચ્ચ, તપ અને સર્વ સિદ્ધાંતનું અધ્યયન ઈત્યાદિ ધર્મ કાર્યવડે નિરંતર અતિ પવિત્ર એવા ચારિત્રને પાલતા હતા. તે પણ તે, મિત્રે વાર્યા છતાં જાતિમદ કરતા હતા. તેથી તેમણે નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. એક દિવસ સોમાદિત્ય મુનિએ બંધુમતિ સાધ્વીને તીઠી તેથી પૂર્વને તેણીની સાથેને સંગ યાદ આવવાથી તેમનું મન તે સાધ્વી ઉપર બહુ રાગવાલું થયું. જો કે પોતે શુભ ભાવનાથી ચિત્તને નિષેધ કરવા લાગ્યા તે પણ રાગને લીધે તેમ કરવા સમર્થ થઈ શક્યા નહીં. તેથી તેમણે સાધુઓના સમૂહની આગલ નિવેદન કર્યું કે “હે મહા મુનિઓ ! હું જ્યારે દષ્ટિથી બંધુમતી સાધ્વીને જોઉં છું ત્યારે હારું ચિત્ત તુરત તેણીના ઉપર બહુ રાગવાતું થાય છે, માટે હે પૂજ્ય ! પાપાત્મા અને પાપ મનવાલે હું શું કરું?”
અહિં બંધુમતી સાધ્વીએ પણ પિતાના કર્મબંધના કારણ રૂપ તે વ્યતિકર જાણ તુરત પિતાના શીલની રક્ષા કરવા માટે પોતાની ગુણીને પૂછી અનશન લીધું. શુભ આશયવાલી તે મહા સતી વિધિ પૂર્વક આરાધના કરી સ્વર્ગ પ્રત્યે ગઈ. બંધુ મતી સાધ્વીની સ્વર્ગગતિ સાંભલી સોમાદિત્ય મુનીશ્વર, પોતાના મનમાં ઉત્પન થએલા પશ્ચાતાપથી વિચાર કરવા લાગ્યા. “ હા હા ! મહારા મનના દુષ્ટ પરિણ