________________
શ્રી જંબુસ્વામી નામના ચરમ કેવલીની કથા (૩૫) ગયે જેથી જાણે બીજું પર્વત શિખર હેયની? એમ તે પર્વત ઉપર પડયે. વૃદ્ધાવસ્થાને લીધે ત્યાંથી ઉઠી શકવાને સમર્થ નહિ થએ તે હસ્તિ, તેવી જ સ્થિતિમાં ત્યાં કેટલાક દિવસ રહીને મૃત્યુ પામ્યો. પછી શીયાલ વિગેરે અનેક પ્રાણીઓએ માંસભક્ષણથી તેની ગુદાવાટે મહાટું રંધ્ર (બાકું) પાડ્યું. હસ્તિને તે દ્વારમાં કાગડાદિ અનેક પક્ષીઓ માંસ ખાવા માટે પેસતા અને નિકળતા. માંસભક્ષણ કરવામાં અતૃપ્ત એ એક કાગડે તો જાણે તેમાં જ ઉત્પન્ન થએલે જીવ હોયની ? એમ તે ગુદાદ્વારમાં પડી રહેતું. હસ્તિના શરીરની અંદર રહેલી સારી વસ્તુને ભક્ષણ કરતા એ તે કાગડે કાણમાં ધૃણ જાતિના જીવની પેઠે અધિક અધિક અંદર પિસવા લાગ્યા. ચારે બાજુએથી હસ્તિના સ્વાદિષ્ટ માંસને ભક્ષણ કરનાર અને બહુ મધ્યભાગમાં ગએલે તે કાગડો આગલા પાછલા સર્વ વિભાગને જાણનારે થયે.
* હવે સૂર્યના કિરણના તાપથી હસ્તિના અપાન દ્વારનું તે છિદ્ર નિર્માસ હોવાથી પૂર્વની પેઠે સંકેચાઈ ગયું તેથી હસ્તિના કલેવરને વિષે કાગડે કરંડીયામાં પૂરેલા સાપની પેઠે પૂરાઈ ગયે. ચોમાસામાં જળથી ભરપૂર થએલી નદીએ કલ્લોલ રૂપી હાથથી ખેંચીને તે હસ્તિના કલેવરને નર્મદા નદીમાં આપ્યું. ત્યાં મહાલમાં તરતા એવા તે હસ્તિ કલેવરને નર્મદાએ મગરાદિ છના સુખ માટે સમુદ્રમાં આર્યું. પછી જળથી ચીરાઈ ગએલા તે કલેવરમાંથી કાગડે બહાર નીકળ્યો. જાણે સમુદ્રની મધ્યે કઈ દ્વીપ હોયની? એવા તે હસ્તિના શરીર ઉપર બેસીને કાગ ડાએ ચારે તરફ જોયું તો જળ વિના બીજું કાંઈ તેના જેવામાં આવ્યું નહિ. તે પણ તેણે વિચાર્યું કે “હું ઉડીને સમુદ્રના કાંઠે પહોંચી જઈશ. પછી બહુ વાર ઉડી ઉડીને જઈ આવ્યો પણ સમુદ્રના પારને નહિ પામવાથી તે કાગડે વારંવાર પાછો આવી તે કલેવર ઉપર બેસતો. જેમ બહુ ભાર થવાથી વહાણ બુડી જાય તેમ માછલા અને મગર વિગેરે બહુ જીવેએ ચારે તરફથી ઘેરેલું તે કલેવર સમુદ્રમાં બુડી ગયું, જેથી આધારરહિત થએલો કાગડે પણ જળમાં બુડી ગયો અને જળના તરંગોના ભયથી તુરત મૃત્યુ પામે. આ દ્રષ્ટાંતમાં મૃત્યુ પામેલા હસ્તિના કલેવર સમાન સ્ત્રીઓને જાગુવી. તેમજ સંસાર, સમુદ્ર સમાન તથા પુરૂષ, કાગડા સમાન જાણ. હસ્તિના કલેવર સમાન તમારે વિષે રાગવાન એ હું આ સંસાર સમુદ્રમાં કાગડાની પેઠે બુડી જવાને નથી.
પછી પદ્મશ્રીએ કહ્યું. “હે પ્રિય! અમને ત્યજી દેવાથી તમે નિચે વાનરાની પડે મહા પસ્તાવો પામશો. સાંભળે વાનરનું દ્રષ્ટાંત:
કોઈ એક અટવીમાં નિત્ય સાથે રહેનારું અને પરસ્પર પ્રીતિવાળું વાનર અને વાનરીનું જેવું વસતું હતું. તે બન્ને જણા સાથે ભજન કરતા, સાથે ફરતા અને સાથેજ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ચડતા. વળી એકજ દેરીથી બાંધેલાની પેઠે સાથે દેડતા. આવી રીતે તેઓ હંમેશા સાથે સર્વ કીડા કરતા. --
::