________________
(૧૦૦) શ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ ભુખ લાગવાથી પાસેના ગામમાં ભક્ત પાન માટે ગયા અને બીજા સાધુઓએ આગલી વિહાર કર્યો. ગામમાં ગએલા મુનિ, આહાર કરીને પછી જે રસ્તે ગુરૂ વિગેરે સાધુઓ ગયા હતા તે રસ્તે ચાલ્યા. પરંતુ દિશા ન જાણી શકવાથી મહા વિકટ વનમાં ભૂલા પડયા. મુનિ ત્રીજે દિવસ મહા કષ્ટથી તે અરણ્ય તે ઉતર્યા પરંતુ સુધા તૃષાથી બહુ પીડા પામવાથી તેમજ હેઠ, તાલ તથા કંઠ સૂકાઈ જવાથી તે કઈ એક વૃક્ષની નીચે મૂચ્છ પામ્યા. આ વખતે ત્યાં ચાર વાલે આવી ચડયા. તેમણે તે મુનિને દીઠા. ગોવાલાએ દયાથી મુનિને જગાડ્યા અને પ્રાસુક અન્નાદિથી પ્રતિલાગ્યા. મુનિએ, તેમને અરિહંત ધર્મને ઉપદેશ કર્યો અને પંચ મહાવ્રત અંગીકાર કરાવ્યા. તેમાં બે જણ સાધુના શરીરના મલની બહુ જુગુપ્સા કરતા મુનિની અનુકંપાથી અને ઉત્તમ પ્રકારે સમકિત પાળવાથી તે ચારે ગવાલે મૃત્યુ પામીને સ્વર્ગે ગયા.
હવે જેમણે સાધુના મલ વિગેરેની જુગુપ્સા કરી હતી તે ગોવાલના જીવ દેવતાઓ સ્વર્ગથી ચવી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં શ્રેષ્ઠીપુત્રપણે ઉત્પન્ન થયા. તે છેષ્ઠીને બીજા ચાર પુત્ર થયા. તે છએ પુત્રે પૂર્વ ભવના પુણ્યયોગથી દીર્ઘકાળ પર્યત ભેગો ભેગવી, ગુરૂના ઉપદેશથી દીક્ષા લઈ, સિંધર્મ દેવલોકમાં નલિની ગુલ્મ વિમાનમાં દેવતાપણે ઉપન્યા. ત્યાં ચાર પાલ્યોપમનું પોતાનું આયુષ્ય ભેગવી બે ગેવાલના જીવ રૂપ દેવતા વિના બીજા ચાર મિત્ર દેવતાઓ ચવ્યા. તેમાં ૧ પુકાર નગરમાં ઈષકાર નામે ભૂપતિ થયે. ૨ તે રાજાની સ્ત્રી કમલાવતી થઈ. ૩ ભૂપતિને ભગુનામે પુરોહિત થયો, અને ૪ તે પુરેહિતની સ્ત્રી યશા થઈ. ભૃગુ, પુત્રરહિત હતું તેથી તે નિરંતર બહુ ખેદ પામતે. તેના ખેદની વાત અવધિજ્ઞાનથી જાણીને નલિની ગુલ્મ વિમાનમાં રહેલા બે ગોવાળપુત્ર રૂપ દેવતાઓ સાધુનું રૂપ લઈ ત્યાં આવ્યા. અત્યંત પ્રિય અને હર્ષિત ચિત્તવાળા તે ભૂગુએ તેમને વંદના કરી. ભૂગુ અને તે સ્ત્રીએ મુનિઓને ધર્મોપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી ભૃગુએ પૂછયું કે “મહારે પુત્ર થશે ?” મુનિઓએ ઉત્તર આપે. “ તમને થોડા કાલમાં બે પુત્ર થશે. એ બને પુત્રને દીક્ષા લેતાં તમારે નિષેધ કરવો નહીં. કારણ તેઓ બાલ્યાવસ્થામાં જ બહુ લેકને પ્રતિબોધ કરનારા થશે.” દેવતાઓ આ પ્રમાણે કહીને સ્વર્ગ પ્રત્યે ગયા. અછી અનુક્રમે શુભ મનવાળા તેઓ ત્યાંથી આવીને ભૂગની સ્ત્રી યશાના ઉદરમાં અવતર્યા. યશાને સાધુના દર્શનને ડહલે ઉપન્યો તેથી ભગુ. પુરહિત, સર્વ કુટુંબને સાથે લઈ પ્રત્યંત નામના ગામને વિષે ગયે. પછી શુભ દિવસે તયા સારા લગ્ન વખતે તે પુત્રને જન્મ થયો. ભૃગુએ હર્ષથી પુત્રને જન્મ મહત્સવ કર્યો.
હવે તે પુત્રે જ્યારે આઠ વર્ષના થયા ત્યારે ભૃગુ પુરોહિત તેમને ઘરને વિષે રાખવા માટે સાધુ દેખાડી એમ ભય પમાડવા લાગ્યું કે આવી આકૃતિવાળા હોય