________________
થી જ બુકમાર નામના ચરમવિલીની કથા. (૨૧) કરેલા અતિશયવાલ તને જંબૂ નામનો પુત્ર થશે.” ધારિણીએ કહ્યું. “હે પુણ્યવંત ! ત્યારે તે હું તે જંબૂ દેવતાને ઉદ્દેશીને એક ને આઠ આંબિલ કરીશ.” પછી તે ત્રણે જણાએ સુધર્માસ્વામીને વંદના કરી ભાર પર્વતથી નીચે ઉતરી ફરી પિતાના નગર પ્રત્યે આવ્યા. ત્યાં પ્રિયા સહિત ગૃહવાસને પાલતા અને સિદ્ધપુત્રે કહેલા વચનથી ઉત્પન્ન થએલી આશાવાલા રુષભદત્ત શ્રેષ્ઠીએ કેટલેક કાલ નિર્ગમન કર્યો.
એકદા ધારિણીએ સ્વમામાં કત સિંહ દીઠે, તેથી ઉત્પન્ન થએલા હર્ષરૂપ જલની વાવરૂપ તેણીએ તે વાત પિતાના પતિને કહી. રુષભ શ્રેષ્ઠીએ કહ્યું. “હે પ્રિયે ! તને સિદ્ધ પુત્રના સત્ય વચનને પ્રખ્યાત કરનાર અને જંબૂ નામને ઉત્તમ
પુત્ર થશે.” પછી તે જ સમયે જેમ છીપમાં મેતી પ્રગટ થાય તેમ સ્વર્ગથી ચવેલો વિન્માલિ દેવ ધારિણીના ઉદર રૂ૫ છીપને વિષે મુક્તાફલની પેઠે અવતર્યો. ધારિણીને ગુરૂ દેવની પૂજા કરવાને ડહેલો ઉત્પન્ન થયે તે શ્રેષ્ટીએ તુરત પૂર્ણ કર્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ અનુક્રમે ગુણવંત એવી ધારિણીએ પૂર્ણ સમયે પુત્રને જન્મ આપે. સરલ મનવાલા શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરીને પછી શુભ દિવસે તેનું જંબૂકુમાર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે પૂર્વે આચ રેલા પુણ્યથી કલાચાર્યની પાસે સર્વ કલાઓને અભ્યાસ કર્યો.
હવે તેજ નગરમાં એક સમુદ્રપ્રિય નામના મહેટા ધનવંત શ્રેષ્ઠીને મહા રૂપવતી પદ્માવતી નામે સ્ત્રી હતી; સર્વ સંપત્તિના નિવાસ સ્થાન સમુદ્રદત્ત નામના બીજા શ્રેષ્ઠીને સુવર્ણ સમાન કાંતિવાલી કનકમાલા નામે સ્ત્રી હતી; વૈભવના સમુદ્ર રૂપ ત્રીજા સાગરદત્ત શ્રેણીને નિરંતર વિનયવાલી વિનયશ્રી નામે સ્ત્રી હતી; કુબેર સમાન સંપત્તિવાલા ચોથા કુબેરદત્ત શ્રેણીને શીલે કરીને પવિત્ર એવી ધનશ્રી નામે સ્ત્રી હતી. આ ચારે છેડલાઓથી પેલા વિદ્યુત્પાલિ દેવતાની ચારે સ્ત્રીઓ પવિત્ર અંગવાલી પુત્રીપણે ઉત્પન્ન થઈ. રૂપ સંપત્તિથી ઇંદ્રાણી સમાન તે ચારે કન્યાએનાં સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના એવાં નામ હતાં. વલી તે નગરમાં કુબેરદત્ત નામના શ્રેષ્ઠીને કનકવતી નામે સ્ત્રી હતી; શ્રમણદત્ત શ્રેષ્ઠીને શ્રીણા નામે સ્ત્રી હતી; વસુષેણને હરિમતિ નામે સ્ત્રી હતી અને વસુપાલિત નામના શ્રેષ્ઠીને જયસેના નામે સ્ત્રી હતી. આચારે શ્રેષ્ઠીઓને નભસેના, કનકશ્રી, કનકવતી અને જ્યશ્રી નામે ચાર પુત્રીઓ હતી. એ આઠે કન્યાઓના માતા પિતા વિનય પૂર્વક આદરથી જંબૂ કુમારના પિતાની પ્રાર્થના કરતા કે “અમારે રૂ૫ સેભાગે કરીને મનહર એવી આઠ કન્યાઓ છે તેઓને યોગ્ય વર તમારે પુત્ર અમારા જેવામાં આવે છે. વય, શીલ અને કુલાદિ જેવા વરના ગુણે જોઈએ તેવાજ ગુણે જંબૂકુમારને વિષે છે માટે આ વર પુણ્યથી મળી શકે તેમ છે. તમારો પુત્ર આ જંબૂકુમાર તમારી કૃપાથી જ અમારી પુત્રીઓને પતિ થાઓ. કારણ આ વર મળવો બહુ મુશ્કેલ છે. તમે કુલીન છે, ધનવંત છે, જેથી તમારી યાચના કરવામાં અમને