________________
દેશીસ્યુલિભદ્રસ્વામી' નામના અંતિમ સતકેવલીની કથા (૩૨) બીજે દિવસે સવારે વેશ્યાએ શિખવાડ્યા પ્રમાણે શ્રિયકે રાજસભામાં સર્વને એક એક કમલ આપ્યું. તેમજ વરરૂચિને પણ મદનકુલના રસથી લેપન કરેલું એક કમલ આપ્યું. કમલની અભૂતતા જોઈ રાજાદિ લેકે “આ કમલ કયાંથી લાવ્યા? એમ પૂછતા છતાં પિત પિતાની નાસિકા આગલ લઈ સુંઘવા લાગ્યા. વરચિમે પણ કમલને પોતાના નાક આગલ સુંઘવા લીધું, તેથી તેણે રાત્રીએ પીધેલી ચંદ્રહાસ સુરા તુરત ત્યાં જ વમી કાઢી. પછી “આ વિપ્રને ડેળ રાખનારા અને મદ્યપાન કરવાથી બંધન કરવા યોગ્ય એવા વરરૂચિને ધિક્કાર છે.” આ પ્રમાણે શાદિ લેઓએ તિરસ્કાર કરેલે વરરૂચિ સભામાંથી ઘરે ચાલ્યા ગયા. પછી વરચિએ બ્રાહ્મણ પાસે સુરાપાનનું પ્રાયશ્ચિત્ત માગ્યું પણ તેઓએ તે કહ્યું કે “મદ્યપાનના પાપને નાશ કરનારું કાંઈ નથી. તેથી વરરૂચિએ તે પાપના ભયથી ઉકાળેલા સીસાનું પાન કરી પ્રાણ ત્યાગ કર્યો.
શુલિભદ્ર, શ્રુતસમુદ્રના પાર પામેલા શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે ચારિત્ર લઈ દીક્ષા પાલતા હતા.
એકદા વર્ષાઋતુ સમીપ આવી એટલે ત્રણ શિષ્યોએ શ્રી સંભૂતિવિજા ગુરૂને નમસ્કાર કરી આગ્રહથી જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં એકે ચાર માસ પર્યત ઉપવાસ કરી સિંહની ગુફા આગલ કાર્યોત્સર્ગી રહેવાને ઘોર અભિગ્રહ લી. બીજાએ પણ તેનીજ પેઠે ચાર માસ પર્યત ઉપવાસ કરી સર્ષના સાડા આમલ કાયેત્સર્ગો નિવાસ કરવાને ઘોર અભિગ્રહ લીધે. ત્રીજાએ પણ ચાર માસના ઉપવાસ કરી કૂવાના મંડાણ ઉપર કાસગે રહેવાને અભિગ્રહ લીધે. પછી સ્થલભદ્રને યોગ્ય જાણું ગુરૂએ તેમને કોઈ પણ અભિગ્રહને આદેશ આપે. સ્થલ ભદ્દે ગુરૂને નમસ્કાર કરી કહ્યું. “હે ગુરૂ ! કેશા વેશ્યાને ત્યાં એવી ચિમેલી ચિત્રશાલા છે કે જેને જોઈને રાગરહિત પુરૂષ પણ અતિશય રાગી થઈ જાય છે.
તે ચિત્રશાલામાં નિત્ય છ રસનું ભજન કરતો છતે અખંડ એવા બ્રહ્મચર્યને પાળી ચાર માસ પર્યત રહીશ એ હારે અભિગ્રહ છે. જ્ઞાનાતિશયવાલા ગુરૂએ તેને યોગ્ય જાણી રજા આપી. પછી સર્વે મુનિએ પિત પિતાને સ્થાને ગયા. જે કે શાંત અને તીવ્ર તપ કરવામાં તત્પર એવા તે મુનીશ્વરોને જોઈ સિંહ, સર્ષ અને અરઘઇ તે શાંત થઈ ગયા પણ કોશા વેશ્યા તે પિતાને આંગણે આવેલા
સ્થૂલિભદ્રને જે બહુ હર્ષ પામતી છતી તુરત હાથ જોડી તેમની આગલ જઈ ઉભી રહી. પછી “વ્રતના ભારથી વિધુર થએલા અને સુકેમલ સ્વભાવવાલા આ મુનિનું ચિત્ત ચારિત્ર પાલવામાં શિથિલ થયું જણાય છે અને તેથી જ તે અહીં આવ્યા છે.” એમ ધારી કેશાએ કહ્યું. “ હે નાથ ! આપ ભલે પધાર્યા. હું આપનું શું કામ કરું? મને આજ્ઞા આપે. આ મહારું શરીર અને આ પરિજનાદિ સર્વ આપ