________________
( ૭૦૦)
શ્રી અમિડલવૃત્તિ ઉત્ત, પંક (કાદવને વિષે ખુંચી ગયા છે.” આમ વિચાર કરીને પછી કુબેરદત્તને પ્રતિ બંધ કરવા માટે દયારૂપ અમૃત રસની વાવ રૂપ તે કુબેરદત્તા સાધ્વી બીજી બહુ સાધ્વીઓ સહિત મથુરાપુરી પ્રત્યે ગઈ. ત્યાં તેણે કુબેરસેના પાસે જઈ ધર્મલાભની આશિષ આપવા પૂર્વક ઉપાશ્રયની યાચના કરી. કુબેરસેનાએ વંદના કરીને કહ્યું. “હે આયે ! હું પ્રથમ વેશ્યા હતી પણ હમણાં એક પતિવાળી હોવાથી કુલસ્ત્રી સમાન છું. કુલીન પતિને સંગ થવાથી મેં આ કુલસ્ત્રીને યોગ્ય એવો વેષ ધારણ કર્યો છે. મહારું કુલીન આચરણ હોવાથી હવે હું આપની કૃપાપાત્ર થઈ છું. હે મહાસતી!
મ્હારા ઘરની પાસે રહેલા ઉપાશ્રયને સ્વીકારી અમને સદાચારમાં પ્રવર્તાવે.” પછી કલ્યાણની કામધેનુ એવી કુબેરદત્તા સાધ્વીએ પિતાના પરિવારસહિત કુબેરસેનાએ આપેલા ઉપાશ્રયમાં સુખે નિવાસ કર્યો. કુબેરસેના હંમેશા ત્યાં ઉપાશ્રયમાં આવીને પિતાના બાળકને કુબેરદત્તા સાધ્વીના ચરણકમલની આગળ લોટ મૂકતી. “જે પ્રાણ જેવી રીતે પ્રતિબોધ પામે તેને તેવી રીતે પ્રતિબોધ આપો.” એમ વિચારીને કુબેરસેનાને પ્રતિબોધ આપવા માટે કુબેરદત્તા સાધ્વીએ તે બાલકને બોલાવતાં (હાલરડું ગાતાં) આ પ્રમાણે કહ્યું.
હે બાલક ! તું હારે ભાઈ, પુત્ર, દીયર, ભત્રિજો, કાક અને પાત્ર થાય છે. હે બાલક! અને આ જે ત્યારે પિતા છે તે મહારે ભાઈ, પિતા, પિતામહ (ાદે), પતિ, પુત્ર અને સાસરે થાય છે. વળી તે બાળક! આ જે હારી માતા
છે તે હારી માતા, હારા બાપની માતા, ભેજાઈ, વધુ (પુત્રની સ્ત્રી), સાસુ અને શિક્ય થાય છે.” કુબેરદત્તે સાધ્વીનાં આવાં વચન સાંભળી તેને કહ્યું “હે આયે! તમે આવું પરસ્પર વિરૂદ્ધ વચન કેમ બેલે છે? તમારા આવા વચનથી હું નિશ્ચ મહ વિરમય પામે છું.” સાધ્વી કુબેરદત્તાએ કહ્યું. “આ બાળક મહારે ભાઈ થાય છે, કારણ કે તે અને હું એકજ માતાના ઉદરથી ઉત્પન્ન થયાં છીએ. હાર પુત્ર પણ તેજ છે, કારણ મહારા પતિને પુત્ર ને મારો પુત્ર કહેવાય. મહારો પતિ અને તે બાળક બન્ને જણ એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા હોવાથી તે હારે દિયર છે. હારા ભાઈને પુત્ર હોવાથી હું તેને ભત્રિજો કહું છું. મહારી માતાના પતિને ભાઈ છે માટે તેને હું કાકો ધારું છું. છેવટ હારી શક્યના પુત્રને પુત્ર પણ તે બાળક છે તેથી હું તેને હારે પિત્ર કહું છું. હવે આ બાલકને જે પિતા તે મહારે બંધ થાય છે. કારણ અમારા બન્નેની એકજ માતા છે. તેને પિતા તે હારે પિતા, કારણ તે મહારી માતાનો પતિ છે. વળી મહારા કાકાને પિતા પણ તેજ હોવાથી તેને હું પિતામહ (દાદો) કહું છું. તેમજ તે મને પર હતો માટે તે હારે પતિ છે. હારી શોક્યના ઉદરને વિષે ઉત્પન્ન થએલે હેવાથી તે હારે પુત્ર છે. હારા દિયરને પિતા પણ તે હોવાથી તે હારે સસરો કહેવાય. હવે આ બાળકની જે માતા તે હારી પણ માતા છે, કારણ હું તેનાથી ઉત્પન્ન