________________
AAAA
'
શ્રીજબૂસ્વામી નામના ચરમકવલીની કથા, (કર) સંપત્તિ આપી. પછી બુદ્ધિ ઉપર સ્પર્ધા કરી સિદ્ધિએ યક્ષની આરાધના કરવા માંડી યક્ષ પ્રસન્ન થયે ત્યારે દુષ્ટ ચિત્તવાળી સિદ્ધિએ વિચાર્યું જે હું આજે પ્રસન્ન થએલા યક્ષથી જે કાંઈ ધન માગીશ તે બુદ્ધિ યક્ષનું આરાધન કરી મહારાથી બમણું માગશે. માટે આજે હું યક્ષ પાસેથી એવું માનું કે મહારાથી બમણું માગનારી બુદ્ધિને અનર્થકારી થઈ પડે. “જે હું આવી રીતે કરું તેજ હારી બુદ્ધિ ખરી.” આમ વિચાર કરી તેણે યક્ષને કહ્યું કે હારી એક આંખ કાણી કરે યક્ષે “એમ થાએ” એમ કહ્યું, એટલે તેની એક આંખ કાણી થઈ. - હવે બુદ્ધિ યક્ષે તેને શું બમણું આપ્યું હશે?” એમ ધારી સિદ્ધિથી બમણું મેળવવાની ઈચ્છાથી ફરી યક્ષનું આરાધન કરવા લાગી. છેવટ પ્રસન્ન થએલા યક્ષ પાસેથી બુદ્ધિએ એવું માગ્યું કે “તમે સિદ્ધિને જે આપ્યું હોય તેથી મને બમણું આપો.” યક્ષ “એમ થાઓ” એમ કહી અંતર્ધાન થઈ ગયે. બુદ્ધિ તુરત - ધળી થઈ. કારણ દેવતાનું વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ સંપત્તિની પ્રાપ્તિથી પણ સંતોષ નહિ પામેલી અને લેભથી બહુ વ્યાપ્ત થએલી બુદ્ધિએ પિતે પિતાનો નાશ કર્યો.
(નભસેના જંબૂકુમારને કહે છે કે, “હે નાથ ! આ પ્રાપ્ત થએલી મનુષ્ય ભવની સંપત્તિને નહિ ઈચ્છતા એવા તમે અધિક સંપત્તિની ઈચ્છા કરે છો તે તમે પણ અંધ થએલી બુદ્ધિની સમાન થશે.”
જંબૂકુમારે કહ્યું “હે દેવાનુપ્રિયે ! હું જાતિવંત અશ્વની પેઠે અવળે માર્ગે જાઉં તેવો નથી. સાંભળ તેની કથાઃ
વસંતપુર નગરમાં કલ્યાણના સ્થાનરૂપ અને પવિત્ર બુદ્ધિવાળે જિતશત્રુ નામે રાજા પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરતો હતો. તેને શ્રેષ્ઠ ગુણના સ્થાનરૂપ બાલમિત્ર અને વિશ્વાસને પાત્ર એ જિનદાસ નામે શ્રેષી હતા. - એકદા અશ્વપાલે સર્વ લક્ષણથી શોભતા એવા બાળ અધે ભૂપતિને દેખાયા. તે વખતે ભૂપતિએ અશ્વલક્ષણને જાણનારા પુરૂષને આજ્ઞા કરી કે “આમાં ક્યાં કયાં લક્ષણોથી પૂર્ણ અધ છે?પછી તેઓ શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળા એક અશ્વને રાજાની પાસે લાવી કહેવા લાગ્યા. “આ અશ્વની જંઘા અને ખરીઓને વચલે ભાગ મજબુત સાંધાવાળે છે, પરીઓ ગેળ છે. જાનું, જંઘા અને મુખ માંસરહિત છે. ડેક અતિ ઉંચી અને ચક્રાકાર છે, એના મુખને શ્વાસ પદ્ધ સમાન છે, વાળ ગાઢ છે, કાયેલ જે સ્વર છે, ન્હાના કાન, ન્હાનું પૂછ અને મલિકાના જેવી તેની આંખો છે. વાંસે પુષ્ટ છે, તેને પંચભદ્રના ચિન્હ છે. સંધાદિ સાત સ્થાનકે પણ પુષ્ટ છે. છાતી વિગેરે સ્થાનકે દશ ધ્રુવાવર્તથી સુશોભિત છે. તેમ બુધાવતી દશ દુષ્ઠ ચિન્હોથી રહિત છે, માટે આ સ્નિગ્ધ દાંતવાળો બાળ અશ્વ