________________
શ્રી કેડિજ, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. (૯) લેક નાથની દેશનાભૂમિને વિષે દેવતાઓ અતિ હર્ષથી અભૂત પુષ્પવૃષ્ટિ કરે છે. ત્રણ ભુવનની પ્રભુતાના પદને સૂચવનારા અને ત્રણ જગતના જનને આશ્ચર્યકારી એવા સિંહાસનને વિષે એ પ્રભુ વિરાજે છે. વળી ત્રણ લોકના જનને આકર્ષણ કરવામાં મંત્રરૂપ જેમને દેવદુંદુભિ નહિ વગાડયા છતાં પણ હુંકાર શબ્દની પેઠે અત્યંત વાગ્યા કરે છે, તેમના બન્ને પડખે હંસના સમૂહની પેઠે ચામરની પંક્તિ શેભી રહી છે. તેમજ સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તેમની વાણું એક જન પર્યત સંભળાય છે. ઈત્યાદિ અનેક સંપત્તિવાળા ત્રણે જગતના પતિ અને શ્રી વીર નામવાલા હારા ગુરૂ આજે તમને પ્રત્યક્ષ થશે.” આ પ્રમાણે પરસ્પર વાત કરતા એવા તે સર્વે મુનીશ્વરે મેક્ષના સમીપ રહેલા સમવસરણ પ્રત્યે આવ્યા. ત્યાં સમવસરણના દર્શનથી જ પ્રાપ્ત થએલા શુભ ધ્યાનવડે દળી નાખ્યા છે કર્મરૂપ મલ જેમણે એવા તે બીજા કેડિન્નાદિ પાંચસેં સાધુઓ કેવળજ્ઞાન પામ્યા. બાકી રહેલા સેવાલાદિ પાંચસેં સાધુઓ જિનસ્વરૂપને જોઈ શુભ ભાવના ભાવતા છતા કેવલી થયા. - પછી તે સર્વે પંદરસે કેવલી સાધુઓ શ્રી જિનેશ્વરને પ્રદક્ષિણા કરી જેટલામાં કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તેટલામાં ગોતમ ગુરૂએ પૂર્વની પેઠે કહ્યું કે, “હું વત્સ! શ્રીવીર પ્રભુને નમસ્કાર ન કરવા રૂપ તે વિશ્વગુરૂની અવજ્ઞા ન કરે” ગામનાં આવાં વચન સાંભળી શ્રી વીર પ્રભુએ તેમને કહ્યું કે –“હે ગૌતમ! હમણું તમે એ કેવલજ્ઞાનીઓની પા૫દાયી એવી ઘાઢ આશાતના ન કરે.” પ્રભુનાં આવાં વચન સાંભળી શુદ્ધ આત્માવાલા ઐતિમ પિતાના મનમાં નિશ્ચય કરીને બહુ ચિંતા કરવા લાગ્યા કે, “અહો! હું જેને જેને જેની દીક્ષા આપું છું તેને તેને ઉજવળ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ” પરંતુ મને કેવળજ્ઞાન થતું નથી. શું મને આ ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય? ધિક્કાર છે મહારા આત્માને” આવી રીતે ખેદ કરતા એવા ગૌતમને શ્રીવીર પ્રભુએ કહ્યું. “હે વત્સ ગૌતમ ! તું કેવળજ્ઞાનની ઉત્પત્તિ નિમિત્ત ખેદ ન કર, કારણ અંતે આપણે બન્ને જણ સરખા થઈશું.” પ્રભુનાં આવાં વચનથી ગતમ નિસંદેહ થયા. અને તેમણે સંખ્યાબંધ માણસને પ્રતિબોધ પમાડી સંસારથી મૂકાવ્યા.
પછી વીર પ્રભુએ પિતાને નિર્વાણ સમય પાસે આવ્યો જાણી તે વખતે ગતમને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. ચૈતમ તે બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી પાછા આવતા હતા એવામાં તેમણે રસ્તામાં પ્રભુને મોક્ષ સાંભળ્યો. તેથી તે વજવડે હણાયેલાની પેઠે ક્ષણમાત્ર તે શુન્ય થઈ ગયા. પછી સચેત થયા એટલે વિલાપ કરવા લાગ્યા.
હે પ્રભો ! તારાવિના આજે મિથ્યાત્વરૂપ અંધકાર ફેલાશે, કુતીર્થિક કેશિકા ગજારવ કરશે, દુર્ભિક્ષ, ડમર, વિરાદિ રાક્ષસને પ્રચાર થશે તથા રાહુગ્રહસ્ત ચંદ્રવાળું જેમ આકાશ અને દીવા વિનાનું ઘર તેમ તારા વિનાનું ભરત આજ થઈ ગયું.