Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 402
________________ શ્રીરક્ષિત' નામના પૂર્વધર સૂરિપુર'દરની કથા. ( ૭૯૧ ) એકદા કાઈ એક સાધુ અનશન લઇ મૃત્યુ પામ્યા. તેમના દેહને ઉપાડવા માટે ગુરૂએ પ્રથમથી શીખવાડી રાખેલા સાધુએ પરસ્પર બહુ કલેશ કરવા લાગ્યા. સામદેવે તેનું કારણ પૂછયું એટલે ગુરૂએ “ મ્હાટી નિ રાની ઇચ્છાવાલે હોય તે કલેવરને ઉપાડે” એવા આદેશ કર્યો. ત્યારે સામદેવે કહ્યું. “ તે કલેવર હું ઉપાડીશ. ’ગુરૂએ કહ્યું “ જો તમે ઉપસર્ગાને સહન કરી શકેા તેા ઉપાડા. નહિ તે વિન્ન થશે.” પછી સામદેવ મુનિ, તે કલેવરને ઉપાડી ચાલવા લાગ્યા, એટલે ગુરૂએ શીખવી રાખેલા ખાલકાએ તમનું ધેાતીયું કાઢી લીધું અને ધેાતીયાને બદલે ચાલપટા પહેરાવી દીધા. જો કે સામદેવ મુનિ, પેાતાના પુત્ર, પાત્ર અને વધુ વિગેરેના જોવાથી લજ્જા તા મહુ પામ્યા. તે પણ પુત્ર ( આર્યરક્ષિત ) રૂપ ગુરૂના ભયથી અને વિાના ભયથી કાંઈ ખેલ્યા નહી. સામદેવ મુનિ તે મહા કાર્ય કરી પાછા આવ્યા ત્યારે ગુરૂએ “ હું સામદેવ મુનિ ! તમારૂં ધેાતીયું લાવા ” એમ હ્યું, “ જો જોવાયાગ્ય છે તેજ દીઠું, મ્હારે ધાતીયાનું શું પ્રયેાજન છે ” એમ ધારી સામદેવ મુનિએ “ હું ગુરા ! હવે પછી હું આ કલ્યાણકારી ચેાલપટ્ટો ધારણ કરીશ. ” એમ કહ્યુ. tr જો કે સામદેવ મુનિએ આ પ્રમાણે ચાલપટા ધારણ કર્યા તે પણ તે મુનિરાજ તે ચાલપટા પહેરી ગામમાં ગેાચરી લેવા જતા બહુ લજ્જા પામવા લાગ્યા. પછી શ્રી આરક્ષિત ગુરૂ ખીજા શિષ્યાને કાંઇ શીખવાડી પાતે ખીજે ગામ ગયા. પછી સર્વે સાધુઓ મધ્યાન્હ પાત પેાતાની મેળે આહાર લઇ આવી ભાજન કર્યું. સામદેવ મુનિ ભાજન કર્યા વિના રહ્યા. ખીજે દિવસે ગુરૂ પાતાનું કાર્ય કરી પાછા આવ્યા એટલે સામદેવ મુનિએ તેમને કહ્યું કે “આ સર્વે સાધુઓએ લેાજન કર્યું છે અને હું ભાજન કર્યા વિના રહ્યો છું. ” ગુરૂએ કૃત્રિમ કાપ કરી સર્વે સાધુએને કહ્યું. “ હું મૂઢા ! મ્હારા પિતાને ભૂખ્યા રાખ્યા અને તમે ભાજન કર્યું ? સાધુઓએ કહ્યુ, “ તે પોતે ગાચરી લેવા આવતા નથી. ' ગુરૂએ ફરી કાપ કરીને કહ્યું. “તમે શા માટે બેસી રહેા છે ? ” ગુરૂએ આ પ્રમાણે કહ્યું. એટલે સર્વે સાધુએ ગાચરી લેવા માટે ગયા. સામદેવ મુનિ પણ પોતે ગોચરી લેવા માટે ગયા. તેમણે કાઈ શ્રેણીના ઘરને વિષે અજાણપણાને લીધે પાછલા ખારણેથી પ્રવેશ કર્યા. શ્રેષ્ઠીએ (C ક પાછલા ખારણેથી કેમ પ્રવેશ કર્યો ” એમ પૂછ્યું એટલે તે સેામદેવ મુનિએ કહ્યું કે “ હું ભદ્રે ! લક્ષ્મી તેા પાછલા અથવા આગલા ગમે તે ખારણેથી આવે છે. ” મુનિનાં આવાં સુંદર વચન સાંભલી શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યા, તેથી તેણે અધિક પ્રીતિથી મુનિને ખત્રીશ માદક વહેારાવ્યા સામદેવ મુનિએ તે લઈ હર્ષથી ગુરૂને દેખાડયા. શ્રી આરક્ષિત સૂરિએ વિચાર્યું. “ એમને એ પ્રથમ લાભ થયા છે માટે નિશ્ચે મ્હારા વંશને વિષે વિનયાદિ ખત્રીશ ગુણ્ણાની ખાણા થશે. પછી ગુરૂએ તે સર્વ લાડુ સર્વે સાધુઓને વેહેંચી આપ્યા. સામદેવ મુનિએ ફરી ખીર હેારી લાવી ભાજન કર્યું. અનુક્રમે સેામદેવ મુનિ લબ્ધિસ'પન્નપણાને લીધે અને

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404