________________
રાજર્ષિ શ્રીદેવિલાસુત અને શોકુક્ષ્મપુત્ર' કેવલીની કથા. 6
( ૧૯૩ )
માથું જોવામાં તત્પર એવી રાણીએ હાથમાં મૂકેલા પલીને જોઈ ભય પામેલા દેવિલાસુત રાજાએ તાપસપણું અંગીકાર કર્યું, તેમાં પુત્રીને જોઇ અનુરાગથી દોડતા એવા તે ખીલાથી વિંધાયા, છેવટ ચારિત્ર લઇ ઉપશમ ભાવથી તે વિલાસુત રાજર્ષિ મેાક્ષપદ પામ્યા.
'श्रीदेविलासुत' नामना राजर्षिनी कथा संपूर्ण.
दोरयणिपमाणतणं, जहणओगाहणाइ जो सिद्धा || સમઢ ગુત્તિનુત્ત, ઉંમાપુત્ત નમલામિ || ૨૨૧॥
એ હાથના પ્રમાણુવાલું જઘન્ય દેહમાન છતાં જે સિદ્ધ થયા તે ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા કુર્માપુત્ર મુનિને હું નમસ્કાર કરૂં છું. ૫ ૧૨૫ ગ્ર
* 'श्री कुर्मापुत्र' नामना मुनिपुंगवनी कथा 3
પૂર્વમ નામના નગરને વિષે દ્રોણુ નામના રાજા રાજ્ય કુમા નામે સ્ત્રી હતી. તેને દુર્લભ નામે પુત્ર હતા. દુષ્ટ દડાની પેઠે બીજા રાજકુમારેશને લાટાવતા છતા પૂર્વના દીર્ઘકાલ પર્યંત ક્રીડા કરી.
કરતા હતા. તેને ચેષ્ટાવાલા તે દુર્લ ને, પૂણ્યથી ઈચ્છા પ્રમાણે
એકદા તે નગરના દુગિલ નામના ઉદ્યાનમાં કેવલજ્ઞાનથી સંશયને દૂર કરનારા શ્રેષ્ઠ સુલેાચન નામના સુગુરૂ સમવસર્યા. તે ઉદ્યાનમાં ખડુશાલ નામના વડ વૃક્ષની નીચે એક ભદ્રમુખી નામે યક્ષણી રહેતી હતી. કેવલીની પેઠે સર્વ પદાર્થને જાણનારી તે યક્ષિણીયે સુલેાચન ગુરૂ પાસે આવી તેમને ભક્તિથી નમસ્કાર કરી પૂછ્યું.
હે મુનિપતિ ! હું પૂર્વભવમાં સુવેલની મનુષ્ય જાતિની મનવતી નામે સ્ત્રી હતી. ત્યાંથી વેલ ધર દેવની સ્ત્રી થઇ ત્યાંથી પણ આયુષ્ય અને પુણ્યના એકીકાલે ક્ષય થવાથી હું મત્યુ પામીને ભદ્રમુખી નામે યક્ષણી થઇ છું. હે સ્વામિન્ ! વેલ ધર મ્હારા પતિ કયાં છે ? તે કહેા ? મુનિએ કહ્યું. હું ભદ્રે ! હારા વેલ ધર પતિ હારી પાછલ ચવીને હમણાં આજ નગરીમાં દ્રોણુ રાજાના પુત્ર થયા છે. દુર્લ ભ છતાં પણ તે તને મલવા સુલભ છે.” મુનિનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલી યક્ષણી ગુરૂને નમસ્કાર કરી તથા માનવતીનું રૂપ ધારણ કરી દુર્લભ પાસે ગઇ. ત્યાં તેને મિત્રાને ફેંકી દેવા રૂપ ક્રીડામાં પરાયણ થએલા જોઈ યક્ષણીએ કહ્યું. “ અરે એ રાંકડાઓને ફેંકી દેવાથી શું? જો ખળ હાય તા મ્હારી પાછળ દોડ.” યક્ષણીનાં આવાં વચન સાંભળી દુર્લભ તુરત તેની પાછળ દોડયા. આગળ દોડતી એવી યક્ષણી
૫