Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 394
________________ શીવજસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૮૩) પરાભવ પામેલા અમે જિનમંદીરમાં પૂજાદિ રચવા સમર્થ થતા નથી. બદ્ધ લેકેની વિનંતિ ઉપરથી બ્રધમિ રાજાએ સર્વ માલી લેકેને હુકમ કરી અમને પુષ્પ આપતા અટકાવ્યા છે. હે પ્રભો ! વધારે શું કહીએ પરંતુ અમે અગથિઆના પુષ્પ પણ મેળવી શકતા નથી. ધનવંત છતાં પણ અમે શું કરીએ, કારણ રાજાની આજ્ઞાને કેણ ઉલ્લંઘન કરે? માટે છે સ્વામિન્ ! બૈદ્ધ મતથી પરાભવ પામેલા જિનમતની શ્રી જિનરાજના કહેવા પ્રમાણે પિતાની શક્તિ વડે પ્રભાવના કરે.” પછી “હે શ્રાવકે ! હું પ્રભાવના માટે ઝટ યત્ન કરીશ.” એમ કહી ભગવાન શ્રી વાસ્વામી તત્કાલ આકાશ માર્ગે ચાલ્યા અને ક્ષણમાત્રમાં માહેશ્વરી પુરી પ્રત્યે આવી પહોચ્યા. ત્યાં એક આશ્ચર્યકારી ઉદ્યાનમાં ઉતર્યા. તે મહા ઉદ્યાન હતા. શન નામના દેવને હતે. તે ઉદ્યાનમાં જે માલી રહેતું હતું. તે ધનગિરિને મિત્ર થતું હતું. તેથી તે માલી સવારે વાદલા વિના ઑચિતા આવેલા વર્ષાદની પેઠે વજસ્વામીને જોઈ બહુ હર્ષ પામે. “જે તિથિએ આપ હાર અતિથિ થયા, તે તિથિ મહારે ધન્ય છે. આપવડે હું જેવા તેથી હું મહારા આત્માને પણ ધન્ય માનું છું. આપે સુસ્વમની પેઠે મહારા ઉપર ઓચિંતેં ઉપકાર કર્યો, તેથી હું મહારા ભાગ્યને હોટું માનું છું. આપ મહારા અતિથિ થયા છે તે હું આપનું શું આ તિથ્ય કરું?” શ્રી વજસ્વામીએ કહ્યું. “હે ઉદ્યાનપાલક! હારે પુષ્પનું પ્રયોજન છે. તે કહે તું તે કેટલાં આપીશ?” ઉદ્યાનપાલકે કહ્યું. “આ ઉદ્યાનમાં હંમેશાં વીસ લાખ પુષ્પ થાય છે, માટે તે સ્વીકારી આપ હારા ઉપર અનુગ્રહ કરે.” શ્રીવજીસ્વામીએ કહ્યું. “હે આરામિકાધિપ ! તું તે પુષ્પને તૈયાર કરી રાખ, હું હમણાં જઈને પાછો આવું છું.” મુનીશ્વર શ્રીવજીસ્વામી એમ કહી પિતાની વિદ્યાની શક્તિથી આકાશ માર્ગે ચાલ્યા અને અલ્પ સમયમાં ક્ષુદ્ર હિમગિરિ પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેમણે શાશ્વત અરિહંત ચૈત્યને ભાવથી નમરકાર કરી તત્કાલ પહદમાં રહેલા લક્ષમીના ગૃહ પ્રત્યે પ્રવેશ કર્યો. આ વખતે એક લક્ષ પાંખડીવાલું પ્રફુલ્લિત કમલ હાથમાં લઈ જિનરાજનું પૂજન કરવા માટે જિનમંદીરમાં જતી એવી લક્ષ્મીદેવીએ તે વવામીને દીઠા. લક્ષ્મીદેવીએ શ્રી વજસ્વામીને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. “હે ભદ્રે ! અહિં આપનું પધારવું શા હેતુથી થયું છે?” ભગવાન વજસ્વામીએ કહ્યું. “હે શ્રી દેવી! તમારા હસ્તકમલમાં રહેલું પ% જિનેશ્વરનું પૂજન કરવા માટે મને આપો.” શ્રી દેવીએ તે કમલ શ્રી વજસ્વામીને આપ્યું એટલે તે કમલ લઈ આગમના સમુદ્ર શ્રી વજસ્વામી આકાશ માર્ગે થઈ તુરત હુતાશન દેવના મોટા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમણે પિતાની વિદ્યાના બલથી પાલકના સરખા આકારવાલું અને બહુ સંપત્તિથી મને હર એક મહટું વિમાન વિકૃધ્યું. તેમાં તેમણે લક્ષમી દેવીએ આપેલું કમલ મૂકી તેની પડખે વિશ લાખ પુષ્પ મૂક્યાં. તે વખતે કમરણ કરવા માત્રથી જ હાજર થએલા જે ભક

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404