________________
( શ્રીહરિકેશખલ ? નામના મુનિવરની કથા.
,
(૧૫૭)
“ અરે ! તું અમારા અધ્યાપકને આવું પ્રતિકુળ વચન કેમ કહે છે ? અમે તે સહન કરનારા નથી, અરે જડ ! તને ધિક્કાર થા. અમારા અધ્યાપકને આવા ઉગ્ર વચન કહ્યાં તે અચેાગ્ય કર્યું છે. આ અન્ન ભલે નાશ પામી જાય, પરંતુ તને જરા પણુ આપનાર નથી.” મુનિએ કહ્યું.” ત્રણ ગુપ્તિવાળા અને પાંચ સમિતિવાળા મને અન્ન નહિ આપે! તેા તમે યજ્ઞનું લ કેમ પામશેા ?” યક્ષનાં આવાં વચન સાંભળી મુખ્ય ગેારે દ્વારાદ્વિ પ્રદેશને વિષે બેઠેલા મહા આયુધવાળા ક્ષત્રિઓને કહ્યુ. હે વીર પુરૂષષ ! આ ફક્ત કહેવા માત્ર સાધુને બહુ દંડ મુયાદિથી પ્રહાર કરી અને ગલે પકડી અહીથી કાઢી મૂકેા.” અધ્યાપકનાં આવાં વચન સાંભળી ક્ષત્રિયાદિ સર્વે પુરૂષા દોડયા અને પોતાના પુણ્યના નાશ કરનારા તેઓ મુનિને ઈંડાદિવડે પ્રહાર કરવા લાગ્યા. આ અવસરે કૈાશલકરાજાની પુત્રી કે જે મુનિની સ્ત્રી થઈ હતી તે ભદ્રાએ મુનિને પ્રહાર કરતા એવા ક્ષત્રિયાક્રિકને નિવાર્યો અને કહ્યું કે:
“ જે દેવની આજ્ઞાથી ભૂપતિએ અર્પણ કર્યા છતાં મને દેવ મનુષ્યાને પૂજવા ચેાગ્ય જે મહાત્માએ અંગીકાર કરી નહિ, તેજ આ ઉગ્રતપવાળા અને અનુભાવવાળા મહાવ્રતધારી સાધુ છે. માટે હાલના કરવાને અયેાગ્ય એવા તે મુનિરાજની હીલના કરે નહીં. કારણ એમ કરવાથી ભસ્મરૂપ થવાય છે.” ભદ્રાનાં આવાં વચન સાંભળી મહામુનિની વૈયાવચ્ચ કરનારા યક્ષ, તે ક્ષત્રિયાદિને વારવા લાગ્યા. વળી તેણે ઘાર રૂપ કરી આકાશમાં ઉભા રહી ક્ષત્રિયાક્રિકને બહુ પ્રહાર કરી રૂધિર વમતા એવા તેને કહ્યુ: “હે ક્ષત્રિએ ! તમે જે આ મુનિરાજની નિંદા કરા છે. તે નખવડે કરીને પર્વતને ખાદ્યો છે, અથવા દાંતવડે કરીને પર્વતને ખા છે અને પગ વડે અગ્નિને પ્રહાર કરી છે. એમ સમજવું. વાળા, સર્પ સમાન લબ્ધિવાળા અને મ્હોટા અતિશયવાળા છે તે મહામુનિને તમે ભિક્ષા આપવાને અવસરે આવી તાડના કરી છે. તા તમારૂં કેમ કલ્યાણ થશે ?” હૈ વિષ્રા ! આ મહામુનિ કાપ પામે તે અગાઉ જો તમે પ્રમાણ વિનાની લક્ષ્મીને અને જીવિતને ઈચ્છતા હા તેા ઝટ તે મુનિરાજના શરણે જાએ. હું મૂઢા ! ક્રોધ પામેલા તે મુનિરાજ પાતાની તેજોલેશ્યાવર્ડ કરીને દુષ્ટ ચિત્તવાળા અને અપરાધી એવા તમને મા હણેા.”
આ મહર્ષિ ઉગ્ર તપ
પછી પૃષ્ટ પર્યંત નીચે નમી ગએલા મસ્તકવાળા, ભિન્ન ભિન્ન થઇ ગએલા હાથ પગવાળા, પેાતાનું કાર્ય કરવા અસમર્થ થએલા, ચપળ અને નેત્રવાળા ઉંચા મુખવાળા, મુખથી રૂધિરને વમતા અને નિકળી પડેલી જીભવાળા શિષ્યાદિકને જોઇ અત્યંત ભય પામેલા, મનરહિત બનેલા અને ખેયુક્ત ચિત્તવાળા થએલે મુખ્ય અધ્યાપક ( ગાર ) પાતાની સ્ત્રી સહિત મુનિરાજને પ્રસન્ન કરતા છતા કહેવા લાગ્યા. “ હે ભદત ! અમારાથી થએલી આપની હીલના અને નિંદા આપ ક્ષમા કરા, અજાણ અને માળ એવા આ મૂર્ખ જનાએ, વિશ્વને પૂજ્ય એવા આપની જે