________________
શ્રીસુવ્રત નામના મુનિની કથા.
(૭૩)
એકદા ક્રોધ, માન અને માયાદિને જીતનારા તે મહામુનિ, ઇંદ્રિયાને વશ કરી અરણ્યમાં કાયાત્સગે રહ્યા હતા. આ અવસરે ઇંદ્રે અવિધ જ્ઞાનથી તે સુત્રત મુનિને જોઈ હર્ષ પામતા છતા દેવતાઓને કહ્યુ કે “ હે દેવતાએ! સાંભળેા જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુત્રત નામના મહામુનિ, જેવા વ્રતને વિષે દઢ છે તેવા બીજા કાઇ પણ મુનિ હુમણાં ત્રણ જગત્તે વિષે નથી. કારણુ એ મુનીશ્વરને સુરેદ્ર પણ તેમના વ્રતથી ચલાવવા સમર્થ નથી.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી એક મિથ્યાષ્ટિ દેવતા વિચાર કરવા લાગ્યા કે “ અહા ! આ ઇંદ્ર પોતે તેની સમપણાની શી વાત કરે છે. શું મનુષ્યેામાં એટલું બધું સત્ત્વ હાય છે ? માટે ચાલ હું ભરતક્ષેત્રમાં જઇ તેને વ્રતથી ભ્રષ્ટ કરી અને આ પ્રમાણે તેની પ્રશંસા કરતા એવા ઇંદ્રને ખેલતા બંધ કરી દઉં. ’ પછી પાતાની દિવ્ય શક્તિથી તે દેવતા જયાં અરણ્યને વિષે મુનિ કાર્યોત્સર્ગે રહ્યા હતા ત્યાં આણ્યે. ત્યાં તેણે પ્રથમ ઝટ શરીરને સુખકારી અને સુગંધવાળા વાયુ વિકાં. અકાળે સર્વ ક્ષેાને પુષ્પ અને ફલ પ્રગટ કરી સર્વ સ્થાનકે રાગસહિત મધુર ગીત રચાવ્યાં. વિદ્યાધરે અને સ્થાનકચારી સર્વ પ્રાણીઓનાં મેથુનક્રીડા કરતાં એવા જોડલાંએ બનાથ્યાં. વળી તે દેવતાએ વિષુવેલી ઉજ્જવળ અલંકારને ધારણ કરનારો મનેાહર રૂપવાળી સ્ત્રીએ! કટાક્ષથી ત્રણ જગતને ક્ષેાભ પમાડવા લાગી. આ સર્વ અકાળે એચિંતું ઉત્પન્ન થએલું જોઇ સુત્રત મુનિ પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, “ માહનું કારણ આ શું? મ્હારા મેાહને ઉન્માદ કરાવનારૂં. આ સર્વ શું દિવ્ય છે કે સ્વાભાવિક છે ? ગમે તે હા, મ્હારે તેના વિચાર કરવાની કાંઇ જરૂર નથી. નિચે મ્હારા આ દુમ આત્માને વશ કરવા કાઇ દેવતાએ આ ઉદ્યમ કર્યો હોય તેમ જણાય છે. ” આમ ધારી તે મહાત્મા પાતાની પાંચે ઇંદ્રિયાને મનસહિત નિયમમાં રાખી મેરૂપર્વતની પેઠે સ્થિરતાએ એક એકાંત સ્થલમાં બેઠા.
,,
હવે પેલી કૃત્રિમ સવં સ્ત્રીઓ, મુનિને લાભ પમાડતી છતી કહેવા લાગી. “ હે મુનિ ! તમને અતિ ઉગ્ર એવા તપનુ ફૂલ આજભવને વિષે મળ્યું છે. તેથીજ વિદ્યાધરની પુત્રીએ અને સ્વયંવર કરનારી અમે તમને વરવા માટે અહિં આવીએ છીએ. માટે તમે અમારૂં પાણીગ્રહણ કરે. હું સુવ્રત ! નિરંતર પૃથ્વીના સામ્રાજ્યની પેઠે સ્વરાજ્ય ભાગવતા છતા તમે અમારી સાથે પેાતાના તારૂણ્યને કૃતાર્થ કરા. ” સ્રીઓનાં આવાં વચનથી પશુ સ્થિર બુદ્ધિવાળા સુત્રત મુનિ કિંચિત્માત્ર ક્ષેાભ પામ્યા નહીં. કહ્યુ છે કે બહુ પવનથી કયારે પશુ મેરૂ પર્વત ચલાયમાન થાય ખરા ? સ્ત્રીઓએ આલિંગનાદિ બહુ ભાવેા કર્યાં. પરંતુ ભરેલા ઘડા ઉપર પાણીના સિંચનની પેઠે તે સર્વ નિષ્ફલ થયું. પછી દેવતા અધિજ્ઞાનથી મુનિનું વ્રતને વિષે ધૈર્ય જોઈ માયા ત્યજી દઇ અને પ્રગટ થઈ કહેવા લાગ્યા. “ હું સુવ્રત મુનિ ! તમે ધન્ય, ત્રત્રુ જગને માન્ય અને વ્રતધારીએની મધ્યે શ્રેષ્ઠ છે. જે તમારૂં પોતાનુ વ્રત પાળવામાં આવું ઢપણું છે. હે મુનિ ! હમણાં ઇંદ્ર, પેાતાની
૧૦