________________
શ્રીઆસમિત નામના સુરીશ્વરજીની કથા. (૩૬) ણથી ગુરૂગ્ય જૂદ લે છે અને ગુરૂ સૂત્ર, અર્થ અને પિરિસીથી ઉઠે ત્યારે શિવે ત્રણ વખત વિશ્રાંતિ, સેવા વિગેરે કરે છે. પહેલું સૂત્રની વાચના આપી રહે ત્યારે, બીજું અર્થવાચના થઈ રહ્યા પછી અને ત્રીજું સંથારા વખતે એમ અનુક્રમે જાણી લેવું.
सदाणगंति भंडय-पमुहे दिलंत एगमित्तस्स ॥
मंगुस्स न किइकम्म, नय विसु धिप्पई किंची ॥१८३॥ ગુરૂની માફક શ્રી મંગુસૂરિજી, આહાર જુદો લેતા નથી અને વિશ્રામણું પણ કરાવતા નથી. અને ભક્તિથી પૂછતા શ્રાવકને ગંત્રી અને ભંડક આદિના દષ્ટાંતથી કહેતા હતા કે “મજબુત ભાજન તેમ મજબુત ગાડીને સંસ્કારની જરૂર નથી.
जाडसरे सीहागिरी, वरसीसा आसि जस्सिमे चउरो॥
धणगिरि थेरे समिए वइरे तह अरिहदिन्नेअ ॥ १८४ ॥ તે જાતિસ્મરણવાલા સિંહગિરિસૂરિ જયવંતા વર્તે કે જે સૂરિના ૧ ધનગિરિ, ૨ સ્થવિર સમિત, ૩ વજ, અને અહંદિન, એવા ચાર શ્રેષ્ઠ શિષ્ય હતા.
सुमिणे पीओ पयपुन-पडिग्गहो जस्स हरिकिसोरेण ॥
सिरिवइरसमागमणे, तं वंदे भद्गुत्तगुरुं ॥ १८५॥ શ્રીવાસ્વામી ભણવા આવતા હતા તે સમયે જે સૂરિએ રવમમાં પાત્રમ વિષે ભરેલા દુધને સિંહને બાલક પી જતો દીઠો હતો. તે શ્રી ભદ્રગુપ્ત ગુરૂને હું વંદના કરું .
कन्नाविनंतरिदीव-वासिणो तावसावि पव्वइआ ॥
जस्साइसय दर्छ, तं समिअं वंदिमो समिश्र ॥ १८६॥ કણું અને બીણા નામની બે નદીઓને મધ્યભાગ કે જે દ્વીપ કહેવાતે હતો તેમાં નિવાસ કરીને રહેલા તાપસ પણ જેમના અતિશયને જોઈ સાધુ થયા, તે શ્રી આર્યસમિત ગુરૂને હું વંદના કરું .
* 'श्रीआर्यसमित' नामना सूरीश्वरजीनी कथा. * આભીર દેશમાં અચલપુરની સમીપે કન્ના અને બિના નામની બે નદીઓનો મધ્યભાગ કે જે બ્રહ્માદ્વીપ નામે ઓળખાતો હતો ત્યાં પાંચસે તાપસે રહેતા હતા. તેઓમાં જે મુખ્ય તાપસ હતો તે લેપવાલી પાવડીઓ ઉપર ચડી બિના નદીને ઉતરી ગામમાં પારણું કરવા જતા. “ આ તાપસ બહુ તપશક્તિવાલા છે.” એમ ધારી બહુ માણસો તેના ભક્ત થયા. પછી તે માણસે શ્રાવકેની નિંદા કરતા અને કહેતા કે તમારા ગુરૂઓની મધ્યે કેઈ આ અતિશયવાલે