________________
શ્રીસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા
( ૭૫૩ )
સ્મ્રુતિ
,,
re
ધારણ કરી કાશા વેશ્યાના ઘરને વિષે ચાતુર્માસ રહીશ. ” ગુરૂએ “ આ ભદ્રની ઈર્ષ્યાથી આવા અભિગ્રહ ધારણ કરે છે. એમ ઉપયાગથી વિચારી તેને કહ્યું. “ હૈ સાધેા ! દુષ્કરથી પણ દુષ્કર એવા એ અભિગ્રહને તું ન સ્વીકાર, કારણ સ્થૂલિભદ્ર વિના ખીન્ને કયા મુનિ એ વ્રત પાલવા સમર્થ છે ? છ સિંહગુફાવાસી શિષ્યે ક્રીથી કહ્યું. “ આપ એ અભિગ્રહને અતિ દુષ્કર કહેા છે, પણ મ્હારે તો તે દુષ્કર દુષ્કર નથી, માટે હું તો તેજ અભિગ્રહ લઇશ. ,, ગુરૂએ કહ્યું. આ અભિગ્રહથી ત્હારૂં વ્રત ભંગ થશે કારણુ શકિતથી અધિક ઉપાડેલા ભાર, શરીરના ભંગ કરવાને અર્થે થાય છે. ” ગુરૂનાં આવાં વચનની અવગણના કરી તે મુનિરાજ, પોતાને વિજયવંત માનતા છતાં કામદેવના નિવાસ સ્થાન રૂપ કાશાના ઘર પ્રત્યે ગયા. શા વેશ્યાએ પણ તેને શ્રુતિભદ્રની ઇર્ષ્યાથી આવેલા જાણી “ મ્હારે તેને શિક્ષા કરવી જોઇએ ” એમ ધારી વંદના કરી. મુનિરાજે પેાતાના નિવાસ માટે સુશાભિત એવી ચિત્રશાલા માગી અને વેશ્યાએ તે આપી તેથી તેમાં મુનિરાજે નિવાસ કર્યો. ષડરસના આહારનું લેાજન કરાવ્યા પછી લાવણ્યના ભંડાર રૂપ કાશાવેશ્યા, પરીક્ષા કરવા માટે તુરત મુનિ પાસે આવી. મૃગના સરખા નેત્રવાલી તે વેશ્યાને જોઈ મુનિ તત્કાલ ક્ષેાભ પામ્યા. કારણ ઉત્તમ લાવણ્યના ભંડાર સમાન તેવી સ્ત્રી અને ષડ્રસમય ભેજન કાને વિકાર કરનારૂં ન થાય ?
ܕܕ
પછી કામની પીડાથી યાચના કરતા મુનિને કાશાએ કહ્યું “ હું સાધેા ! અમે વેશ્યાએ દ્રવ્યને આધિન છીએ.” મુનિએ કહ્યું. “ હું કમલમુખી ! તું મ્હારા ઉપર પ્રસન્ન થા. અમારી પાસે દ્રવ્ય કયાંથી હાય? કારણ સાધુઓ દ્રષ્યરહિત હાય છે.” વેશ્યાએ મુનિને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કહ્યુ, “ નેપાલ દેશના રાજા, નવીન મુનિને એક રત્નકખલ આપે છે, તે લઇ આવે. જેથી તમારૂં ધારેલું કાર્ય થશે.” વેશ્યાનાં આવાં વચન સાંભળીને મુનિ, અહુ કાદવથી હું એવા માર્ગમાં પગલે પગલે સ્ખલના પામતા છતાં અકાલે ( ચામાસામાં ) નેપાલ પ્રત્યે ગયા ત્યાં જઇ તેમણે રાજા પાસેથી રત્નકખલ લીધું પછી તે મુનિ, જે માર્ગે થઈને પાછા આવતા હતા તે માર્ગને વિષે ચારા રહેતા હતા ચારીએ પાલેલા શકુન ાપટે લક્ષ જાય છે. ” એમ શબ્દ કર્યો; તે ઉપરથી ચાર લેાકેાના અધિપતિએ પોતાની આગલ રહેલા પુરૂષને કહ્યુ કે “ કાણુ જાય છે ? ” તે પુરૂષે વૃક્ષ ઉપર ચડી ચારે તરફ જોઇ રાજાને કહ્યું કે “ હે વિભા ! એક સાધુ વિના બીજી કાઇ આવતું નથી ” પછી ચારેએ સાધુ પાસે જઇ તપાસી જોયું પણ કાંઈ દ્રવ્ય ન મલવાથી તેને છેડી દીધા. પોપટે ફ્રી “ લક્ષ જાય છે ” એમ ઉચ્ચાર કર્યા, તે ઉપરથી ચાર રાજાએ કહ્યું કે “ હું સાા ! હારી પાસે શું છે તે કહે ? “ મુનિએ કહ્યું, “ હું ભૂપતિ ! મેં વેશ્યાને માટે આ વશમાં રત્નકખલ નાખી છે, ”
66
૪૫