________________
(૩૮)
શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. વડે પાણીમાં તેને શોધવા લાગ્યો. તે વખતે પ્રધાને તેને કહ્યું કે શું આજે તમને ગંગા માતા આપતા નથી કે પોતે મૂકેલા દ્રવ્યને મેળો છે? પ્રધાને આ પ્રમાણે કહી “ આ તમારું પિતાનું દ્રવ્ય ઓળખીને ત્યાર એમ વારંવાર નિવેદન કરી પિતાની પાસે રહેલી સોના મહોરની પિટલી વાર રૂચિના હાથમાં આપી. પિટલીને જોઈ ખિન્ન થએલે વરરૂચિ વિચારવા લાગે કે “ હારું આ કપટ રાજાદિ લોકે જાણે ગયા, માટે મને ધિક્કાર છે. શકટાલ મંત્રીએ રાજાને કહ્યું. “સ્વામિન ! આપે આ વાત જાણી ? વરરૂચિ સાંજે અહીં તે દ્રવ્ય યંત્રમાં મૂકી જાય છે અને સવારે કપટ કરી લઈ જાય છે.” રાજાએ, મંત્રીને કહ્યું. “ તમે તેનું કપટ જાણ્યું એ બહુ સારું કર્યું.” એમ કહી રાજા, પ્રધાનની બુદ્ધિનાં વખાણ કરતા છતે પોતાના ઘર પ્રત્યે ગયે. - પછી ક્રોધ પામેલે વરરૂચિ મંત્રીનાં છિદ્રોને જાણવા માટે, તેના ઘરનું સ્વરૂપ જાણવા માટે તેની દાસીઓ વિગેરેને પૂછવા લાગ્યા. તેથી પ્રધાનની કેઈ દાસીએ. તેને કહ્યું “ શિયકના વિવાહના મંગલ કાર્ય પ્રસંગે રાજા પ્રધાનને ઘરે જમવાં આવનાર છે, તે વખતે રાજાને ભેટ આપવા માટે પ્રધાન શસ્ત્રો વિગેરે કરાવે છે. કારણે રાજાને ઈષ્ટ શસ્ત્રની પહેલી ભેટ આપવી જોઈએ. છલના જાણ એવા વરરૂચિને આ છલ હાથમાં આવ્યું તેથી તે છોકરાઓને ચણ વિગેરે આપી તેમની પાસે એમ બેલાવવા લાગ્યું કે “રાજા નથી જાણતે જે આ શકટાલ મંત્રી મને મારી મહારા પિતાના રાજ્યને વિષે શ્રિયકને સ્થાપન કરશે.” બાલકે આ પ્રમાણે હંમેશા ઠેકાણે ઠેકાણે બેલવા લાગ્યા. આ વાત માણસના કહેવાથી રાજાએ સાંભલી તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ બાલકે જે બેલે છે, સ્ત્રીઓ જે કહે છે અથવા જે કાંઈ બીજી આત્પાતિકી ભાષા સાંભલાય છે તે આ લોકમાં અન્યથા થતી નથી.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ તેને નિશ્ચય કરવા માટે એક પિતાના વિશ્વાસુ માણસને પ્રધાનના ઘરે મેક. તે પુરૂષ પ્રધાનના ઘરે જેવું દીઠું તેવું રાજાને કહ્યું. પછી સેવાને અવસરે મંત્રી રાજા પાસે આવી પ્રણામ કરવા લાગ્યો, તે વખતે રાજાએ ક્રોધથી અવલું મુખ કર્યું. મંત્રી તેના ભાવને જાણ ગયો, તેથી તે ઘરે આવી શિયકને કહેવા લાગ્યા. “ કઈ પણ પુરૂષે મને રાજાની આગળ તેના (રાજાના) શત્રુરૂપે નિવેદન કર્યો છે. નિચે આ અકસ્માત આપણા કુલને ક્ષય કરનારો ઉત્પન્ન થયો છે. માટે હે વત્સ ! જે તું હારું કહ્યું કરે તો આપણું કુલને બચાવ થાય, અને તે એજ કે હું જ્યારે રાજાને નમન કરૂં ત્યારે ત્યારે “પિતા પણ જે રાજાને અભક્ત હોય તે તે વધ કરવા યોગ્ય છે ” એમ કહી હારું મસ્તક છેદી નાખવું. હે સુત! વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલે હું આવી રીતે મૃત્યુ પામે છતે તું દીધું કાલ પર્યત હારા વંશ રૂપ ઘરને ટકાવી શકવામાં સ્થંભ રૂપ થઈશ.” શ્રિયકે શિતા રાતા ગગ૬ સ્વરથી કહ્યું. “શું આવું ઘર કૃત્ય ચાંડાલ પણ કરે ખરે?