________________
wwwwwwwwwwwwwwww
શ્રીજ બૂસ્વામી નામના ચમકેવલીની કથા (૧૯૯૨ તમારા પર પર યોગ્ય એવા મનોહર રૂપથી અમે અપબુદ્ધિવાળા મેહ પામી ગયા. હતા. હારા સમાન બીજી કઈ કન્યા તેના શિવાય નહોતી તેમજ તે કન્યા સમાન બીજે કઈ વર મ્હારા શિવાય નહેાતે. હજુ પણ તમારે ફકત વિવાહ થયે એટલેજ સંબંધ થયું છે. તમે ક્યારે પણ સ્ત્રી પુરૂષના સંબંધથી ઉત્પન્ન થએલું પાપકર્મ કર્યું નથી, તેથી હે વત્સ! તું આજ સુધી કુમાર અને તે કુમારી છે. તું તેને. પિતાના ભાઈ બહેનના સંબંધની વાત કહીને ત્યજી દે. હે પુત્ર! તું હમણાં વેપાર કરવા માટે પરદેશ જવાની ઈચ્છા કરે છે તે ભલે અમારી આશિષથી ત્યાં વેપાર કરી તુરત ક્ષેમકુશલ પાછો આવ. તું કુશલ અહિં આવીશ ત્યારે ત્યારે કઈ ધન્ય કન્યાની સાથે મોટા ઉત્સવથી અમે વિવાહ કરીશું.”
માતાનાં આવાં વચન સાંભળીને પછી શુદ્ધ બુદ્ધિવાળા કુબેરદત્ત કુબેરદત્તાને સર્વ નિર્ણય કહી સંભળાવ્યા અને કહ્યું કે “હે અનઘે! તું હારા ઘર પ્રત્યે જા. તે હારી બહેન થાય છે. તું ચતુર અને વિવેકવાળી છે માટે જેમ યોગ્ય લાગે તેમ કર. હે હેન! આપણાં માતા પિતાએ આપણને છેતર્યા છે તે પછી આપણે શું કરીએ ? અરે! તેમને પણ તે દોષ નથી, એ તે આપણી જ ભવિતવ્યતા. માતા પિતા પુત્રને ખરીદ કરે છે અથવા તે વેચી દે છે. વળી જેવી રીતે તેઓ આજ્ઞા કરે તેવી રીતે પુત્રોએ કરવું જોઈએ.”
કુબેરદત્ત આ પ્રમાણે કુબેરદત્તાને કહી પિતે વેપારની બહુ સારી વસ્તુઓ લઈ મથુરા નગરી પ્રત્યે ગયો. ત્યાં નિરંતર વ્યવહારથી વેપાર કરતા અને વિનાવસ્થાને યોગ્ય વિલાસ કરતા તેણે બહુ કાળ નિવાસ કર્યો. એકદા અતિ રાગબુદ્ધિવાળા તેણે રૂ૫ સૈભાગ્યથી મનોહર એવી કુબેરસેના (પિતાને જન્મ આપનારી માતા) ને બહુ દ્રવ્ય આપી પોતાની સ્ત્રી કરી. પછી કુબેરસેનાની સાથે નિરંતર વિષય સુખ ભોગવતા એવા તેને એક પુત્ર થયો. ખરેખર દેવનું નાટક આશ્ચર્યકારી છે.
હવે પાછળ કુબેરદત્તાએ પણ તે જ વખતે માતાને પૂછયું તેથી તેણે પણ પેટી હાથ આવવાથી માંડીને” સર્વ વાત તેને કહી સંભળાવી. પિતાની આવી વાતથી તુરત વૈરાગ્ય પામેલી કુબેરદત્તા દીક્ષા લઈ મહા તપ કરવા લાગી. દીક્ષા લીધા પછી પણ કુબેરદત્તાએ મુદ્રિકાને સંતાડી રાખી અને તે પરીષહને સહન કરતી છતી મુખ્ય સાધ્વીની સાથે વિહાર કરવા લાગી. પ્રવતિનીની આજ્ઞાથી આરંભેલા અખંડ તપયોગવાળી તે કુબેરદત્તા સાધ્વીને થોડા કાલમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી “કુબેરદત્ત ક્યાં છે?” એમ તેણે મનમાં વિચાર્યું તે તેને કુબેરસેના (પિતાને જન્મ આપનારી માતા) ના સંગથી ઉત્પન્ન થએલા પુત્ર સહિત જે. સાધ્વી કુબેરદત્તા આ વાત જાણે બહુ ખેદ પામી અને કહેવા લાગી કે અહો ! હાર બંધુને ધિક્કાર છે, ધિક્કાર છે, કે જે તે અકૃત્ય રૂપ મહા પાપ