________________
( રર૦ )
શ્રીરાષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ છે, માટે હું તેને મારી નાખું.” આમ ધારી તેણે લેહજંઘને માર્ગમાં ભાથા માટે વિષવાળા મેદક આપ્યા. લેહજ ઘે પણ તે મોદક લઈ પોતાની પાસે રહેલું પહેલાનું ભાથુ ફેંકી દીધું. પછી તે ત્યાંથી પોતાની નગરી તરફ જવા નિકળ્યો. કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી લેહજંઘ એક નદીને કાંઠે ભાથું ખાવા બેઠે. ત્યાં તેને અપશુકન થયા તેથી તે ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા. બહુ ભૂખ લાગી હોવાથી તે કેટલેક દૂર જઈ વળી ખાવા બેઠા ત્યાં પણ તેને અપશુકને ભોજન કરતાં નિવાર્યો. આ પ્રમાણે તે ભોજન કર્યા વિના જ ઉજજયિની નગરી પ્રત્યે આવ્યા ત્યાં તેણે સર્વ વાત ચંડપ્રદ્યોતને ભૂપતિને નિવેદન કરી. પછી ચંડપ્રદ્યોતને પણ અભયકુમારને બોલાવી તે વાત પૂછી એટલે બુદ્ધિમાન એવા અભયકુમારે તે મોદક ભરેલી ચામડાની કેથળી સુંધીને કહ્યું કે “આમાં દ્રવ્યના સાગથી ઉત્પન્ન થએલો દષ્ટિવિષ સર્પ છે. માટે જે પુરૂષ તે કેથળીને ઉઘાડશે, તે પુરૂષ નિચે ભમીભૂત થશે. તેથી તે કથળીને વનમાં અવળે મેઢે ઉભા રહી છેડી દેવી.” અભયકુમારે આમ કહ્યા છતાં પણુ લેહજંઘે વનમાં સવળા મુખે ઉભા રહી કેથળી છોડી દીધી. જેથી પાસેના વૃક્ષે ભસ્મીભૂત થઈ ગયાં અને લેહજંઘ મૃત્યુ પામ્યું. ચંડપ્રદ્યતન ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “તું મ્હારી કેદથી છુટવા વિના બીજું કોઈપણ વરદાન માગ.” અભયકુમારે કહ્યું. “તે વરદાન હમણાં ભંડારે રાખે.”
હવે ચંડઅદ્યતન રાજાને અંગારવતી રાણથી ઉત્પન્ન થએલી વાસવદત્તા નામની ઉત્તમ રૂપવાળી પુત્રી હતી. ભૂપતિએ તેને ફક્ત એક ગાંધવી કળા વિના બાકીની સર્વ કળાઓને ગુરૂ પાસે અભ્યાસ કરાવ્યું હતું. એક દિવસ ચંડપ્રદ્યોતન ભૂપતિએ અભયકુમારને પૂછયું કે “કેઈ એ પુરૂષ છે કે જે સર્વ ગંધર્વ કલાને જાણ હોય?” અભયકુમારે કહ્યું સર્વ પ્રકારની ગંધર્વ કળાના જાણ પુરૂષમાં પણ મુખ્ય એ અને જાણે સાક્ષાત્ તુંબરૂ પિતજ હાયની? એવો ઉદાયનકુમાર હમણું ગંધર્વકળામાં ઉત્તમ સંભળાય છે. કેઈ પણ ગંધર્વકલા તેને નથી આવડતી એમ નથી. વિનાવસ્થાવાળે તે રાજકુમાર હસ્તિઓને મેહ પમાડી બાંધી લે છે. ઉદાયન કુમારના ગીતથી મેહ પામેલા ગજેન્દ્રો પણ જાણે ખંભિત થઈ ગયા હાયની ? એમ પિતાને થએલા બંધનને નથી જાણતા. જેવી રીતે તે રાજકુમાર વનમાં ગીત પ્રગથી હસ્તિઓને બાંધે છે તેવી રીતે તે રાજકુમારને બાંધવાને તથા અહિં લાવવાને પણ તેજ ઉપાય છે. તે એકે યંત્રના પ્રયોગથી ઉભા રહેવાની, ચાલવાની તથા સુંઢ વાળી ટુંકી કરવાની ક્રિયા કરતા હોય તે તે તે વનમાં સાચાના સરખો એક કપટસ્તિ બનાવવો.” પછી ચંડ પ્રદ્યોતને “બહુ સારું બહુ સારૂં” એમ કહ્યું એટલે અભયકુમારે તે વનમાં સાચા હસ્તિથી પણ અધિક ગુણવાલે એક કપટસ્તિ બનાવ્યું. વનેચર લેકે સુંઢને લાંબી ટુંકી કરવી, વૃક્ષને દંતપ્રહાર કરવો ઈત્યાદિ ચેષ્ટાથી તે ગજેને સાચે