________________
( રર૪)
શ્રી દષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ.
માટે હવે તેના ઉપર પ્રયાણ ન કરતાં તેને તમે પિતાને જમાઈ માને.”
આ પ્રમાણે પ્રધાનાદિ પુરૂએ બેધ પમાડેલા ચંડપ્રદ્યોતને ભૂપતિએ ઉદાયન કુમારને પિતાને જમાઈ માની તેને ઉત્તમ વસ્તુનું ભેટશું કહ્યું.
એકદા ઉજ્જયિની નગરીમાં બહુ અગ્નિને ઉપદ્રવ થવા લાગ્યો એટલે ચંડપ્રદ્યોતને તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછયે. અભયકુમારે કહ્યું. “ વિષ વિષનું અને અગ્નિ અગ્નિનું ઔષધ છે. માટે એ અગ્નિને નિવૃત્ત કરવા માટે બીજા (પથ્થરમાંથી) અગ્નિને ઉત્પન્ન કરો કે જેથી તે અગ્નિ શાંત થઈ જાય.” અભયકુમારના વચનથી ભૂપતિએ તેમ કર્યું જેથી અગ્નિ શાંત થઈ ગયો. ચંડપ્રદ્યતન ભૂપતિએ પ્રસન્ન થઈ અભયકુમારને ત્રીજો વર માગવાનું કહ્યું. તે પણ તેણે ભંડાર રાખવાનું કહ્યું.
વલી એકદા અવંતી નગરીમાં પ્રજાને પીડાકારી રેગ ઉત્પન્ન થયે. ચંડપ્રદ્યોતને તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછે એટલે તેણે કહ્યું કે “ અંતઃપુરની સાતમેં સ્ત્રીઓ વસ્ત્રાલંકાર ધારણ કરી એકઠી થાઓ તેમાં જે પિતાની દ્રષ્ટિથી તમને જીતે. તે તમે મને કહેજે.” રાજાએ તેમ કર્યું અને તેમાં શિવાદેવી વિના બીજી સર્વ સ્ત્રીઓને પોતે દ્રષ્ટિ વડે જીતી. ફક્ત શિવાદેવીથી રાજા પિતે પરાભવ પામે. આ વાત તેણે અભયકુમારને કહી. અભયકુમારે કહ્યું. “આપ તે પિતાની મુખ્ય પટ્ટરાણી શિવાદેવીના હાથથી રાત્રીએ કુરના બેલીવડે ભૂતેનું પૂજન કરાવે. તેમાં જે જે ભૂત વાળા રૂપે પ્રગટ થાય તેના તેના મુખને વિષે દેવીએ પિતે કૂરનું બલિ આપવું.” શિવદેવીએ તેમ કર્યું એટલે રોગની શાંતિ થઈ.
ચંડપ્રદ્યતન રાજાએ અભયકુમારને ચોથું વરદાન માગવાનું કહ્યું એટલે અભયકુમારે કહ્યું કે “શિવાદેવીને ખેાળામાં લઈ હું અનલગીરિ હસ્તિ ઉપર બેસું, આપ હારી પાછલ હતિ ઉપર બેસે અને પછી આપણે સર્વ અગ્નિભીરૂ રથના કાષ્ટની કરેલી ચિતામાં પ્રવેશ કરીએ.” અભયકુમારનાં આવાં વરદાનને આપવા અસમર્થ અને વિસ્મય પામેલા ચંડપ્રદ્યોતને હાથ જોડી અભયકુમાને છેડી મૂક્યો. આ વખતે અભયકુમારે ચંડપ્રોતને કહ્યું, “હે નૃપ ! તે મને છેતરીને અહીં આપે છે, તો. હું પણ ટતા એવા તને આ હારી નગરીમાંથી દિવસે લઈ જઈશ.” 1 પછી અભયકુમાર અનુક્રમે પિતાના રાજગૃહ નગર પ્રત્યે ગયો અને ત્યાં તે મહામતિવાળે કેટલેક કાલ રહ્યો. થોડા દિવસ પછી ઉત્તમ બુદ્ધિવાલ અભયકુમાર ઉત્તમ વેષવાલી બે વેશ્યાપુત્રીઓને લઈ ઉજ્જયિની નગરી પ્રત્યે ગયો. ત્યાં તે વણિકને વેષ લઈ રાજમાર્ગ દુકાન માંડીને રહ્યો. એકદા ચંપ્રદ્યતન ભૂપતિએ રસ્તે જતાં બે સ્ત્રીઓની સાથે વિલાસ કરતા અભયકુમારને બારણામાંથી દીઠે. બને સ્ત્રીઓને જે તેના ઉપર બહુ અનુરાગી થએલા ચંડપ્રદ્યોતને ઘરે જઈ એક દૂતીને તે સ્ત્રીઓ પાસે મેકલી. દૂતી ત્યાં જઈ બન્ને સ્ત્રીઓની વિનંતિ કરવા લાગી, પણ