Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 400
________________ શ્રી આરક્ષિત નામના પૂર્વધર સૂરીપુરદરની કથા. (૭૮૯) ઉપાશ્રયમાં રહેવાનું કારણ પૂછી અભ્યાસ કરાવવા માંડ્યો. આર્ય રક્ષિતે થોડા વખતમાં નવપૂર્વને પૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારપછી તેમણે દશમું પૂર્વ ભણવાને ઉદ્યમ ચલાવ્યો. દશમા પૂર્વને અભ્યાસ ચાલતું હતું તેટલામાં પિતાએ મળેલા માણસે આવીને આર્ય રક્ષિતને કહેવા લાગ્યા કે “તમારા પિતા કહે છે જે તમે અમને શું ભૂલી ગયા છે?” પિતા વિગેરે માણસોએ આવા સંદેશાથી તેડાવ્યા છતાં પણ અભ્યાસ કરવામાં આસક્ત થએલા આર્યરક્ષિત જેટલામાં ત્યાં ગયા નહિ, તેટલામાં પિતા વિગેરે માણસોએ તેડવા માટે મોકલેલો શ્રી આર્યરક્ષિતને ન્હાને ભાઈ ફલગુરક્ષિત નિબંધની શિક્ષાથી તુરત ત્યાં આવ્યું. ફલગુરક્ષિત, આર્ય રક્ષિત પાસે જઈ વંદના કરી કહેવા લાગ્યો. “હે બંધ ! તું શું આવી જ રીતે માતા પિતા ઉપર તદ્દન નિરનેહ બની ગયે? હે બંધ ! જે કે તે વૈરાગ્ય રૂપ ખડગથી પ્રેમના બંધને છેદી નાખે છે. તે પણ હારી પાસે કલ્યાણકારી દયા છે. ન્હાના ભાઈએ આવી રીતે કહ્યું, તેથી આર્યરક્ષિત જવા માટે ઉત્સાહવંત થયો. પછી શુદ્ધ હૃદયવાલા તેણે શ્રી વાસ્વામીને નમસ્કાર કરી તેમની આજ્ઞા માગી. શ્રીવજસ્વામીએ તેને ફરી અભ્યાસ કર ” એમ કહ્યું. આર્યરક્ષિત અભ્યાસ કરવા લાગ્યો એટલે ફરી ફલગુરક્ષિતે કહ્યું કે “હે બંધ ! તું શું પિતાને આદેશ ભૂલી ગયો કે ? હારા સર્વે બંધુઓ દીક્ષા લેવા માટે ઉત્સાહવંત થઈ રહ્યા છે. માટે તું ત્યાં આવી તે સર્વેને દીક્ષાનું દાન આપી કૃતાર્થ કર. ” આર્ય રક્ષિતે કહ્યું “હે બંધ ! જે આ હારું વચન સત્ય હોય તે પ્રથમ તું નિચે દીક્ષા લે. * આર્ય રક્ષિતનાં આવાં વચન સાંભલી સદ્ભાવથી ભાવિત આત્માવાલા ફલગુરક્ષિતે કહ્યું. “હે આર્ય રક્ષિત બંધ ! તે પ્રથમ મને દીક્ષા આપ ! દીક્ષા આપ !! તેના આવા વચનથી પ્રસન્ન થએલા આર્યરક્ષિતે, તે બંધુ ફલગુરક્ષિતને તુરત દીક્ષા આપી. કહ્યું છે કે કયો પુરૂષ શુભ કાર્યમાં વિલંબ કરે ? એક દિવસ ફલગુરક્ષિતે ફરી આર્ય રક્ષિતને પિતા પાસે જવા માટે કહ્યું, તેથી ઉત્કર્ષ યમકના અભ્યાસ કરનારા આર્યરક્ષિતે જવા માટે ફરી ગુરૂ પાસે રજા માગી. ગુરૂએ તેને પૂર્વની પેઠે નિવાર્યો એટલે અત્યંત ખેદ પામેલો તે આર્ય રક્ષિત વિચારવા લાગ્યો કે “એક તરફથી સ્વજનેનું બેલાવવું અને બીજી તરફથી ગુરૂની આજ્ઞા પાલવી. ખરેખર હું આ મહાટા સંકટમાં પડે છું. ફરી યમકનું અધ્યયન કરતાં થાકી ગએલા તે આરક્ષિતે ફરી હાથ જોડી નમસ્કાર કરી ગુરૂને આ પ્રમાણે પૂછયું: હે ગુરો ! મેં આ દશમા પૂર્વ કેટલેક અભ્યાસ કર્યો અને કેટલો બાકી છે તે મને આપ હારા ઉપર કૃપા કરી કહો ? ” ગુરૂએ હસીને કહ્યું, “હે આર્યરક્ષિત ! હજી તે સમુદ્રમાંથી બિંદુ માફક અભ્યાસ કર્યો છે. બીજું સર્વ બાકી છે.” ગુરૂનાં આવાં વચન સાંભલી આર્ય રક્ષિતે કહ્યું. હે ગુર ! હવે ખેદ પામેલા મનવાલો હું અભ્યાસ કરવા સમર્થ નથી. ” “ હે આર્યરક્ષિત ! તું થોડા

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404