________________
( ૨૦૮ )
શ્રીઋષિમ'ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
સુવર્ણના સિંહાસન ઉપર બેસાડી સુવર્ણ કલામાં ભરેલા જલથી અભિષેક કર્યો. અદીનશત્રુ રાજાએ વિવિધ પ્રકારના મહેાત્સવથી પુત્રને રાજ્યાસન ઉપર બેસારીને કહ્યું કે “હે પુત્ર! હું તને શું આપું અને ત્હારૂં શું કામ કરૂં ?” સુખાડુએ કહ્યું “ મને રજોહરણ અને પાત્ર આપેા.” પછી રાજાએ બજારમાંથી એ લક્ષ દ્રવ્ય તે અન્ને વસ્તુ અને એક લક્ષના મૂલ્યથી કાશ્યપને ખેલાવી તેને દીક્ષાને યાગ્ય એવા પુત્રના આગલા કેશ કાપવાનું કહ્યુ. કાશ્યપે પણ પવિત્ર થઇ આઠપડની મુહુપત્તિને મુખ આગલ રાખી શીઘ્ર સુબાહુ કુમારના કેશ કાખ્યા. પુત્રના તે કેશને માતાએ પેાતાના વસ્ત્રમાં લઈ સુગંધી જલથી ધેાઈ રત્નના ડાબડામાં રાખ્યા.
પછી ભૂપતિએ સુવર્ણના અને રૂપાના ઘડામાં ભરી રાખેલા જલથી સુખાડું કુમારને સ્નાન કરાવી અને તેના શરીને ઉત્તમ વસ્ત્રથી લુડી નાખ્યું ત્યાર પછી પુત્રના શરીરને ગાશીષ ચંદનના લેપ કરી ઉત્તમ શેાભાવાળાં એ વસ્ત્ર ઓઢાડી હાર, અર્ધહાર, કુંડલ અને મુકુટાદ આભૂષણેાથી તેમજ સુગંધી પુષ્પાથી સુથેાભિત કર્યું. વળી ભૂપતિએ સેંકડા સ્તંભવાળી, મણિની પાંચ એળવાળી અને હજારો મનુષ્યાથી ઉપાડી શકાય એવી એક સુંદર શિખિકા તૈયાર કરાવી. પછી રાજકુમાર સુબાહુ પૂર્વાભિમુખે શિબિકામાં ભદ્રાસન ઉપર બેઠે. તેની દક્ષિણુ બાજુએ માતા, ડાબી બાજુએ રજોહરણ અને પાત્ર ધારી રહેલી એક સારી ધાવમાતા અને પાછલ સર્વ સ્ત્રીએ રહી. ડાબી અને જમણી બાજુએ બે સ્ત્રીઓ ચામર ધારણ કરી ઉભી રહી અને તાલવ્રત છે હાથમાં જેણીને એવી એક સ્ત્રી આગલ ઉમી રહી. પછી સમાન આભૂષણેને ધારણ કરનારા અને રૂપ ચાવનથી શાભતા એવા હજારો રાજાએ શિખિકા ઉપાડી, ઉત્તમ બુદ્ધિવાળા અદીનશત્રુ રાજાએ સુબાહુ કુમારની આગળ સ્વસ્તિક વિગેરે આડ માંગલીક લખ્યા. પ્રથમ આભૂષણેાથી શાભતા એકસે આઠ અશ્વો, અને તેની પાછલ તેટલાજ રથા ચાલવા લાગ્યા, તેની પાછલ ખડું, ભાલા અને ધજાઓને ધારણ કરનારા પુરૂષો “ હું રાજકુમાર ! તું જયવંતા થા.” એમ ચાર કરતા છતા ચાલ્યા. સુબાહુ કુમાર કલ્પવૃક્ષની પેઠે યાચકનેાને બહુ દાન આપતા છતા અનુક્રમે અરિહંત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે શિખિકામાંથી નીચે ઉતરી પાંચ અભિગમ સાચવવાપૂર્વક ભક્તિથી શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદના કરી. આ વખતે રાજા અને રાણી બન્ને જણા પ્રભુને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “ હું સ્વામિન્ ! આ અમારા એકના એક બહુ પ્રિય એવા પુત્ર જરા, જન્મ અને મૃત્યુથી બહુ ભય પામે છે, માટે તે આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે. તે અમે આ પુત્ર રૂપ સચિત્ત ભિક્ષા આપીએ છીએ તે આપ પ્રસન્ન થઈ સ્વીકારો. ” પ્રભુએ કહ્યું. “ એને તમે પ્રતિબંધ ન કરો.” પછી સુબાહુ કુમારે ઇશાન દિશામાં જઇ પોતે જ પેાતાના શરીર ઉપરથી સર્વ આભૂષણા ઉતાર્યાં અને પંચમુષ્ટી લેાચ કર્યો. આ વખતે તે તેની માતાએ પોતાના વસ્ત્રમાં ઝીલી લઇ પુત્રને કહ્યું કે “તું આ મ્હોટા