________________
“ી મિતા' નામના મુનિવરની સ્થા, (૧૦૧) “આપણું બનેમાંથી જે પહેલો આવીને મનુષ્ય થાય તેણે પાછળ રહેલા દેવતાએ પ્રયત્નથી પ્રતિબંધ કરે,”
હવે પુરોહિતના પુત્રને જીવ સ્વર્ગથી ચવીને મુનિની દુગચ્છા કરવાથી રાજગ્રહનરમાં કઈ એક મેતી ( ચાંડાલણ ) ના ઉદરને વિષે અવતર્યો. ચાંડાલણને અને કઈ એક શ્રેષ્ઠીની સ્ત્રીને દેવયોગથી પરસ્પર પ્રીતિ થઈ તેથી એક દિવસ ગર્ભવતી એવી શ્રેણીની સ્ત્રીએ માંસ વેચવા જતી એવી તે ચંડાલણને કહ્યું કે “હે મેતી ! તું માંસ વેચવા માટે બીજાના ઘરે જઈશ નહીં હું હારું સર્વ માંસ દિન દિન પ્રત્યે લઈશ.” પછી તે મેતી હંમેશા તે શ્રેષ્ઠીને ઘરે માંસ આપવા લાગી અને અધિક અધિક મૂલ્ય લેવા લાગી. આ પ્રમાણે કરતા તેઓને પરસ્પર અવર્ણનીય પ્રીતિ થઈ જેથી તે મેતી પોતાના કુટુંબ સહિત શ્રેણીના ઘરને વિષે જ રહેવા લાગી. મેતી પણ ગર્ભવંતી થઈ. પ્રસવને સમય નજીક આવ્યું એટલે શ્રેણીની સ્ત્રીએ મેતીને કહ્યું. “હે શુભે ! ત્યારે તે પુત્ર જ થાય છે માટે આ ફેરાને હારો પુત્ર તું મને આપ અને મહારે મૃત્યુ પામેલું પુત્ર અથવા પુત્રી જે બાળક થાય તે તું સ્વીકાર, મેતીએ પ્રીતિના ભેગથી આ સર્વ વાત કબુલ કરી. પછી અવસર આવ્યું શ્રેણીની સ્ત્રીએ એક મૃત્યુ પામેલી પુત્રીને જન્મ આપે. આ વખતે પેલી મેતીએ પણ કાંતિથી દેદીપ્યમાન એવા એક પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીની સ્ત્રીએ પોતાની મૃત્યુ પામેલી પુત્રી મેતીને આપી તેની પાસેથી ચિંતામણિ સમાન પુત્રને લઈ લીધો. શ્રેણીની સ્ત્રીએ ત પુત્રને મેતીના ચરણમાં નમાડીને કહ્યું કે હે જીવિતેશ્વરી ! હારા મહિમાથી આ પુત્ર છે. પછી નામ સ્થાપનાને અવસરે માતાએ હેટા ઓચ્છવ પૂર્વક તે બાલકનું મેતાર્ય એવું યથાર્થ નામ પાડયું. પૂર્વ જન્મે કરેલા ઉત્તમ પુણ્યના ગ્યથી વૃદ્ધિ પામતા એવા તે મેતાર્ય કુમારે સુખેથીજ સર્વ કલાઓને અભ્યાસ કર્યો. આ વખતે વચનથી બંધાયેલા તેના પૂર્વ ભવના મિત્ર દેવતાએ આવીને તેને પ્રતિબોધ કરવા માંડયે, પરંતુ તે પ્રતિબોધ પામ્યા નહીં. પછી પિતાએ આઠ શ્રેણીની પુત્રીઓની સાથે તેને મહેટા મહોચ્છવથી એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે શિબિકામાં બેઠેલે તે કુમાર મેતાર્ય, જયંતની પેઠે રાજમાર્ગમાં જતું હતું. આ વખતે પેલા દેવતાએ રાજમાર્ગમાં ઉભેલી મેત (ચંડાલ ) ના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી તે ચાંડાલ બહુ રોવા લાગે અને કહેવા લાગ્યું કે
“જે હા ! તે હારી પુત્રી જીવતી હોત તે હું તેને આવા મોટા ઓચ્છવથી પાણિગ્રહણ કરાવત અને તેથી હારી જ્ઞાતિવર્ગને ભોજન પણ મલત.”
તેની આવી વાણી સાંભળીને ચાંડાલણીએ પિતાની સર્વ ખરી હકીક્ત પિતાના પતિને કહી. પછી અત્યંત ક્રોધ પામેલા ચાંડાલે દેવતાના પ્રભાવથી ઉત્તમ વૈભવવાળા મેતાર્યને શિબિકામાંથી પૃથ્વી ઉપર પાડી દીધો એટલું જ નહિ પણ “ અરે તું આપણું કુલને અગ્ય એવી કન્યાઓનું પાણિગ્રહણ કરે છે ?એમ કહીને