________________
( ૨૬૪)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ,
જશે. ત્યાંથી તે અનુક્રમે ખબેવાર સર્વે નરકને વિષે ઉત્પન્ન થશે. પછી સર્વ તિર્યંચ જાતિને વિષે ઉત્પન થઇ શસ્ત્રઘાતથી અથવા તેા અગ્નિવડે દ્રુગ્ધ થઈ નિરંતર મૃત્યુ પામશે. આ પ્રમાણે અનેક કાળ પર્યંત દુ:ખકારી બહુ ભવે ભમી છેવટ તે ગાશાળાના જીવ રાજગૃહ નગરની બહાર વેશ્યા પણે ઉત્પન્ન થશે. એકદા સુઇ રહેલી તે વેશ્યાને કાઇ કામીપુરૂષ ભૂષાલેાભથી મારી નાખશે ફરી તે રાજગૃહ નગરની અંદર ઉત્પન્ન થશે અને ત્યાંજ મરણ પામશે. ત્યાંથી તે વિંધ્યાચલના મૂલ ભાગમાં વેશેલ નામના સન્નિવેશને વિષે બ્રાહ્મણની પુત્રીરૂપે ઉત્પન્ન થશે ત્યાં તેના કાઈ બ્રાહ્મણપુત્ર પરણશે. અનુક્રમે તે ગર્ભિણી થશે અને સાસરાના ઘરથી પીયર જવા નિકલશે રસ્તામાં દાવાનલથી ખલી મૃત્યુ પામીને તે અગ્નિ કુમારદેવતાને વિષે ઉત્પન્ન થશે ત્યાંથી મનુષ્યભવ પામી મહાવ્રત અંગીકાર કરશે, પણ વ્રતની વિરાધના કરશે તેથી તે અસુરાદિકની દેવ પદવી પામશે. પછી તે વારવાર કેટલાક મનુષ્ય ભવ કરશે તેમાં ઉત્તમ પ્રકારના ત્રતાની વિરાધના કરવાથી અસુરામાં ઉત્પન્ન થશે. ત્યાંથી માણસજાતિમાં ઉત્પન્ન થઇ અતિચારરહિત ચારિત્ર પાછી પહેલા દેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થશે. એવી રીતે સાત ભત્ર પર્યંત સંયમ પાલી વગે ઉત્પન્ન થઇ સર્વાર્થસિદ્ધિ દેવલાકે જશે. ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રને વિષે મ્હોટા શ્રેષ્ઠીના ઉત્તમ બુદ્ધિવાલા પુત્ર તરીકે ઉત્પન્ન થઇ ત્યાં પણ દ્રઢ પ્રતિજ્ઞાવાલે તે વૈરાગ્યવાસિત થઇ પ્રત્રજ્યા લેશે. પછી તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે જેથી તે જિને હૂની આશાતના અને સાધુના ઘાતથી ઉત્પન્ન થએલા પોતાના ગોશાલાદિ અનેક ભવાને જાણી પોતે પેાતાના શિષ્યાને ગુરૂની કરેલી અવજ્ઞા કહી બતાવશે કે “ ગુરૂની અવજ્ઞાથી ઉત્પન્ન થએલા ફૂલ રૂપ કાર્ટીના મે બહુ ભવ પર્યંત અનુભવ કર્યાં છે. ” આ પ્રમાણે પોતાના શિષ્યાને પ્રતિમાધ પમાડી પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે શૈાશાલાના જીવ સવ કર્મના ક્ષય કરી મેક્ષ પામશે.
આ ગૈાતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે “ હે ભગવંત ! ગૈાશાલા કયા પૂર્વ હાવના કર્મથી તમારા બહુ શત્રુરૂપ થઇ પડયા ? ” પ્રભુએ કહ્યું કે:
“ હું ગાતમ ! જમૂદ્રીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ગઇ ચાવીસીને વિષે ઉત્ક્રય નામે તીર્થંકર હતા. એકદા દેવ અને દાનવા તેમના નિર્વાણ કલ્યાણકના મહેાત્સવ કરવા આવ્યા. દેવતાઓને જોઇ અક પ્રત્યંતવાસીને જાતિસ્મરણ જ્ઞાન થયુ આ વખતે તે પ્રત્યતવાસી નિર્મલ મનવાલા અને પ્રત્યેક યુદ્ધ હતા, તેથી તેને શાસનદેવીએ સાધુના વેષ આપ્યા. માણસેથી સત્કાર પામેલા અને તીવ્ર તપ કરતા એવા તે પ્રત્યેકમુદ્ધ મુનિને જોઇ ઇશ્વર નામના કોઈ દુષ્ટ મતિયાલાએ તેમને પૂછ્યું “ તમને કાણે દીક્ષા આપી છે ? તમારી જન્મભૂમિ કયાં છે ? તમારૂં કુલ કયુ' ? તેમજ તમે સૂત્ર અને અર્થના અભ્યાસ ક્યાં કર્યા છે ? ” ઈશ્વરના આવાં વચન સાંભલી તે પ્રત્યેક યુદ્ધ મુનિરાજે પોતાનું સર્વ વૃતાંત કહી દીધુ. ઇશ્વર મનમાં વિચાર કરવા લાગ્યું કે “આ માણસ નિચે મીષથી આજીવિકા ચલાવે છે કારણ