________________
શ્રીજ’ભૂસ્વામી' નામના ચરમકેવલીની કથા.
( ૨૮૭ )
એકદા શિવકુમાર ( ભવદેવના જીવ ) પાતાની સ્ત્રીઓની સાથે ગેાખમાં બેઠા હતા એવામાં તે નગરીના ઉપવનને વિષે પ્રથમથી સમવસરેલા સાગરદત્ત ( ભવદત્તના જીવ ) મુનિ કે જે મહામુનિ એક માસના ઉપવાસી હતા તેમને કામસમૃદ્ધ નામના સાર્થવાહ ( સંઘ ) પતિએ ભકિતથી શુદ્ધ ભાજન વડે પ્રતિલાલ્યા. તે વખતે તે કામસમૃદ્ધના ઘરને વિષે પાત્રદાનના પ્રભાવથી બહુ વસુવૃષ્ટિ થઇ. કહ્યું છે કે પાત્રદાનના પ્રભાવથી શું શું નથી થતું ? ગાખમાં બેઠેલા શિવકુમારે આ વસુવૃષ્ટિની વાત સાંભળી તેથી તે સાગરદત્ત મુનિ પાસે જઇ મરાલપક્ષીની પેઠે તેમના ચરણકમલ સમીપે બેઠા. પછી દ્વાદશાંગી રૂપ નદીઓના સમુદ્ર રૂપ સાગરદત્ત મુનીશ્વરે કલ્યાણુથી શેાભતા એવા શિવકુમારને અરિહંતના ધર્મ કહ્યો. વળી બુદ્ધિવંત એવા તે કુમારના સ્ફટિક સમાન નિર્મલ ચિત્તને વિષે સંસારની અસારતાના પ્રવેશ કરાવ્યા. પૂર્વ ભવના સંબંધથી ઉત્પન્ન થતા સ્નેહવાળા શિવકુમારે સાગરદત્ત મુનિને પૂછ્યુ કે “ તમને જોવાથી મને અધિક અધિક હર્ષ કેમ ઉત્પન્ન થાય છે?” સાગરદત્ત મુનિએ અવધિજ્ઞાનથી પૂર્વભવાને જાણી તેને કહ્યું કે “ પૂર્વ ભવને વિષે તું યાગ્ય એવા મ્હારા ન્હાના ભાઇ હતા. હે મહાભાગ ! ત્હારૂં પરલેાકસ બધી હિત ઈચ્છનારા મેં ચારિત્ર નહિ ઇચ્છનારા તને કપટ કરી ચારિત્ર લેવરાવ્યું. પછી આપણે બન્ને જણા સાધમ દેવલેાકમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા હતા. હે શિવકુમાર ! એજ કારણથી આ ભવમાં પણ આપણી પરસ્પર બહુ પ્રીતિ થઈ. હું આ જન્મને વિષે રાગરહિત હાવાથી પોતાના અને પારકા માણસે ઉપર સરખી દ્રષ્ટિવાળા છું અને તું સરાગ હાવાથી આજસુધી મ્હારા ઉપર પૂર્વ જન્મના પ્રેમ ધરી રાખે છે.” શિવકુમારે કહ્યું. “ મેં પૂર્વ ભવે ચારિત્ર લીધું હતું તેથી હું દેવતા થયા હતા તેા હે પ્રભા ! આ ભવને વિષે પણ પૂર્વ જન્મની પેઠે મને તમે પોતેજ ચારિત્ર આપે.” હું જેટલામાં મ્હારા માતા પિતાની રજા લઈ વ્રત લેવા માટે અહીં આવું, ત્યાં સુધી આપ મ્હારા ઉપર કૃપા કરી અહીં જ રહેજા.” પછી શિવકુમાર, મુનિને નમસ્કાર કરી ઘરે આવી માતા પિતાની વિનંતિ કરવા લાગ્યા કે “ મેં આજે સાગરદત્ત મુનિના મુખથી ધર્મ સાંભળ્યા છે અને તેમના પ્રસાદથી સંસારની અસારતા જાણી છે તેથી હું સંસારથી વૈરાગ્ય પામ્યોછું. માટે મને ચારિત્ર લેવાની રજા આપેા.” માતા પિતાએ કહ્યું, હે પુત્ર! તું ચાવનાવસ્થામાં દીક્ષા ન લે, કારણ આજસુધી અમે હારી ક્રીડાને જોવાનું સુખ ભોગવ્યું નથી. હે શિવકુમાર ! તું આજે એક પગલા માત્રમાં આવા નિરભિમાની કેમ થઇ ગયા ? તું જે કારણથી અમને ત્યજી દે છે, તે ધર્મ તે તેં નિત્ય સાંભળ્યેા છે. જો તું પિતૃભક્તિપણાને લીધે અમારી રજા લઈને જઈશ તે તને ના પાડવાનેા અમને શે। લાભ થશે ? પછી માતા પિતાની આજ્ઞા વિના ગુરૂ પાસે જવા નહિ શક્તિવંત થએલા શિવકુમાર, સ` સાદ્ય વ્યાપાર ત્યજી દઈ ત્યાંજ રહી ભાવ