________________
( ૧૧ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
""
નને કહ્યું, “ હે નાથ ! મ્હારી આશા પૂર્ણ કરે અને ઉગ્ર એવા કામદેવના આગ્રહને ચૂર્ણ કરો. ” સુદન શ્રેષ્ઠીએ કહ્યું “ અરે અપડિતે ! હું નપુંશક છું તે વાત શું તેં લેકમાં નથી સાંભળી ? મ્હારા નપુંશકપણાની વાત તો સર્વત્ર લેાક પ્રસિદ્ધ છે. ' પછી કપિલાએ શ્રૃંગાર તથા હાવભાવાદિકથી સુદર્શન શ્રેણીને બહુ ક્ષેાભ પમાડવા માંડયા. પણ જેમ કલ્પાંતકાલના પવનથી મેરૂપર્યંત કંપાયમાન થાય નહીં તેમ તે કબ્યા નહિં.. “ નિચે એણે પોતાનું નપુંશકપણું બતાવ્યું તે ખરૂં છે. ” એમ ધારી કપિલાએ તરત તેમને પૂત્ર કરી વિદાય કર્યા. પછી ઉપસર્ગથી મુકત થએલા અને પેાતાને ઘરે આવેલા સુદર્શન શ્રેણીએ એવા અભિગ્રહ લીધા કે “ આજથી મ્હારે કાઇના ઘરે એકલા જવું નહીં. ”
,,
એકદા ઇંદ્ર મહાચ્યવને દિવસે કપિલ પુરાહિત અને સુદર્શન શ્રેણી સહિત ચંપાપુરીના રાજા દધિવાહન નંદનવન સમોન પેાતાના ઉદ્યાનમાં ફ્રીડા કરવા ગયા. રાણી અભયા પણ પુરાહિત સ્ત્રી કપિલાની સાથે ત્યાં ગઇ. રસ્તે દેવતાના સમાન ક્રાંતિવાલા છ પુત્રો સહિત મનારમાને જોઇ કપિલાએ અભયારાણીને પૂછ્યું “ આ છ પુત્રા સહિત કેાની સ્ત્રી છે ? ” અભયારાણીએ કાંઇક હસીને કહ્યું. “ અરે ખિ શું તું એને નથી ઓળખતી ? ” આ નગરીના આભૂષણ રૂપ સુદર્શન શ્રેષ્ટીની એ શ્રી છે. સર્વ ગુણુના વિભવ અવા તે છ પુત્રા એના ઉત્તરથી ઉત્પન્ન થએલા છે. માટે હે સખી ? નગરશ્રેષ્ટી એવા સુદર્શનનાજ એ છ પુત્રો છે એમ તું જાણુ. રાણી અભયાનાં એવાં વચન સાંભળી ચિત્તમાં વિસ્મય પામેલી કપિલા કાંઈક હસીને માન ધારણ કરી બેસી રહી એટલે ફ્રી અભયારાણીએ પૂછયું. “ હે સખી ! મારા વાત કહેવાથી તું હસી કેમ ? ” કપિલાએ કહ્યું. “ સુદર્શન શ્રેષ્ઠી તા નપુંશક છે તે આ પુત્રો એના કયાંથી ? એથી મને બહુ આશ્ચર્ય થયું છે. ” અભયારાણીએ “ એ પુરૂષ રત્નનું તે નપુ ંશકપણું શી રીતે જાણ્યું. ” એમ પૂછ્યું એટલે કપિલાએ પૂર્વે અનેલી સર્વ વાત અભયારાણીને કહી. અભયાએ હસીને કહ્યું. “હે સખી ! ખરૂં છે એ પરસ્ત્રીઆન વિષે નપુંશક તુલ્ય છે માટે હે મુગ્ધ ! એ ચતુર પુરૂષે તને છેતરી છે. ” ક્રોધ કરીને કપિલાએ કહ્યું. “ હે સખી ? હું પણ તને ત્યારેજ ચતુર જાણું ૐ જ્યારે તું એ શ્રેષ્ઠીને રમાડ” રાણીએ કહ્યું “ મેં એને રમાડેલા જાણુ. ” આ પ્રમાણે પરસ્પર વાદ કરતી એવી તે બન્ને જણીએ ક્રીડા કરીને પોતપોતાને
*
,,
ઘેર ગઇ.
પછી રાણી અભયાએ આ વાત પોતાની ધાવમાતાને જણાવી એટલે તેણીએ કહ્યું કે “ જેમ કાઈ ખળવંત પુરૂષ સિંહની કેશવાલીને, નાગરાજનાણા રત્નને અને ગજપતિના જંતુશળને લેવા સમર્થ થાય નહી તેમ પરમ અરિહંતના ભકતજનામાં મુખ્ય એવા એ ગુણવંત સુદર્શનને તું બ્રહ્મવ્રતથી શી રીતે ભ્રષ્ટ કરવા સમર્થ થઈશ ? ” અભયારાણીએ કહ્યુ, “ હે માત! તુ એકવાર તેને અહિં લાવી