________________
શ્રીઅભયકુમાર' નામના મ્રુતિપુગલની કથા.
( ૧૧ ) માનવા લાગ્યા, તેથી તેઓએ ઉદાયન કુમાર આગલ વનમાં હસ્તિ આવ્યાની વાત કહી. ઉદાયન કુમાર પણ હસ્તિને બાંધવા માંટે તે વનમાં આવ્યેા. પાતાના માણુસાને ચારે બાજુએ રાખી પાતે વનની અંદર તે કપટહસ્તિની નજીકમાં આવી કિન્નર સમાન ઉત્તમ સ્વરથી ગાયન કરવા લાગ્યા. જેમ જેમ ઉડ્ડાયન કુમાર અમૃત સમાન મધુર ગીત ગાવા લાગ્યા. તેમ તેમ હસ્તિના પગ, સુંઢ, મુસ્તક ઇત્યાદિ સ્થાનકે રહેલા પુરૂષ આછી ચેષ્ટા કરવા લાગ્યા. પછી પાતાના ગીતથી મેાહ પામેલા હસ્તિને જાણી બહુ હર્ષ પામેલા ઉદાયન કુમાર ધીમે ધીમે હસ્તિની પાસે આવ્યે અને એક વૃક્ષ ઉપર ચડીને ત્યાંથી છલંગ મારી જેટલામાં ગીતથી સ્તબ્ધ થએલા હસ્તિ ઉપર બેઠા તેટલામાં હસ્તિના ઉદરમાંથી નિકલીને ચંડપ્રદ્યોતન રાજાના પુરૂષાએ તે ઉદ્યાયન કુમારને નીચે પાડી માંધ્યા. જો કે ઉદ્યાયન કુમાર બહુ શૂરવીર હતા તે પણ ચતુર અને અવસારના જાણુ એવા તેણે એકલા અને શસ્ત્રરહિત હોવાથી કાંઇપણ પુરૂષાર્થ પ્રગટ કર્યું નહિ. સુભટાએ ઉદાયન કુમાર ચંદ્યોતનને સાંપ્ચા એટલે અવંતિપતિએ ઉદ્યાયનકુમારને કહ્યું કે “તું પાતાની ગાંધર્વકલા મ્હારી એક નેત્રવાલી પુત્રીને શિખવાડ અને મ્હારા ઘરે સુખે રહે. જો એમ નહીં કરે તે પકડાયલા એવા હારૂ જીવિત મ્હારા હાથમાં છે. ” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલી ઉદાયન કુમારે વિચાર્યું જે હમણાં તેની પુત્રીને ભણાવતા છતા હું કાલ નિર્ણાંમન કરૂં. કારણ કે જીવતા માણસ નિશ્ચે ભદ્ર પામે છે.” આવી રીતે મનમાં વિચાર કરીને બુદ્ધિવંત અને અવસરના જાણુ એવા વત્સરાજે અતિપતિના વચનને માન્ય કર્યું.
''
જેથી
ચડપ્રદ્યોતન ભુપતિએ ઉદ્યાયનકુમારને એમ સમજાવ્યેા કે “ મ્હારી પુત્રી એક આંખે માણી છે, તેથી ત્યારે તેને જોવી નહીં કારણ કે તેથી તે શરમાય. વલી તેણે પોતાની પુત્રીને પણ સમજાવી કે ત્હારે ગંધર્વ વિધિના જાણુ એવા ઉદાયનકુમારને જોવા નહીં કારણ કે તે કાઢીયેા છે. ” વત્સરાજ પડદામાં રહેલી વાસવદત્તાને ભણાવવા લાગ્યા. પણ અવ ંતિપતિએ છેતરેલાં તે બન્ને જણાં પરસ્પર એક બીજાને જોતાં નથી. એકદા વાસવદત્તા વિચારવા લાગી કે આ ઉદાયન કુમાર કેવા હશે ?” આવી રીતે વિચાર કરતી તે વ્યગ્રચિત્તવાલી બની ગઈ, તે ઉદાયનકુમારના ખતાવ્યાથી વિરૂદ્ધ ભણવા લાગી. કહ્યું છે કે ભણવું એ સ્થિર ચિત્તનું છે. આ વખતે ઉદાયનકુમારે તે રાજપુત્રીના તિરસ્કાર કર્યો કે “ અરે કાણી! શું મેં તને આવું ખાટું શીખવાડયું છે ? તું શીખવાડેલાને કેમ ભૂલી જાય છે ?” ઉદાયનકુમારના આવા તિરસ્કારથી ઉત્પન્ન થએલા ક્રોધવાલી વાસવદત્તાએ કહ્યું. “ અરે કાઢીયાના શિરામણ ! તું મને કાણી કેમ કહે છે ? ઉદાયન કુમારે વિચાર્યું જે “ જેવા હું કાઢીયા છું, તેવી તે કાણી છે. માટે હવે હું તેણીને જોઉં.” આમ ધારી તેણે વચેના પડદા ફાડી નાખ્યા તે ચંદ્રલેખા સમાન ચડપ્રદ્યોતનની પુત્રી તેના જોવામાં આવી. પ્રફુલ્લિત નેત્રવાળી વાસવદત્તાએ પણ કામદેવ સમાન મનોહર