________________
પ્રતિમાશતક | મંગલાચરણ શ્લોક : ૧
શ્લોકાર્થ :
-
હે સરસ્વતી દેવી ! આ વ્યાખ્યાનમાં=પ્રતિમાશતક ગ્રંથની વૃત્તિના વ્યાખ્યાનમાં (આવતા) વિઘ્નના સમુદાયને તું દૂર કર ! અહીંયાં=આ ટીકામાં, વ્યાખ્યેય(=જિનપ્રતિમા) સંબંધી મંગલોથી જમંગલો જાગૃત છે અર્થાત્ આ ટીકારૂપ વ્યાખ્યાનનું મંગલ પણ થઇ જાય છે. II૪|| છે
વિશેષાર્થ ઃ
3
શ્લોક-૪ના પૂર્વાર્ધ્વથી ગ્રંથની રચના કરવામાં જે વિઘ્નસમુદાય આવે તેને દૂર કરવા માટે વાણીની દેવી સરસ્વતીને પ્રાર્થના કરી છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, ગ્રંથ રચવામાં કોઇ બાહ્ય વિઘ્ન કે અંતરંગ તથાવિધ ક્ષયોપશમની સ્ખલના વગેરે પ્રાપ્ત થાય તો ગ્રંથનું વ્યાખ્યાન સમ્યગ્ થઇ શકે નહિ; તેથી સરસ્વતી દેવી તે વિઘ્નોને દૂર કરે કે જેથી ટીકાનું સમ્યગ્ નિર્માણ થઈ શકે, તેવી આકાંક્ષા ગ્રંથકાર કરે છે. અને પ્રસ્તુત ગ્રંથમાં દેવીની પાસે પ્રાર્થના કરી, પરંતુ વિઘ્નનાશ માટે મંગલ ન કર્યું. તેથી શ્લોક-૪ના ઉત્તરાર્ધ્વથી કહે છે કે, જિનપ્રતિમા વ્યાખ્યેય છે અને તે મંગલરૂપ છે અને માનાર્થે તેને બહુવચનમાં ગ્રહણ કરેલ છે. તેના મંગલ વડે કરીને જ અહીંયાં=આ ગ્રંથમાં, મંગલો જાગૃત છે, તેથી અન્ય મંગલ બતાવેલ નથી. II૪॥
અવતરણિકા :
तत्रेह प्रतिमाविषयाऽऽशङ्कानिराकरणस्य चिकीर्षितत्वात् प्रतिमास्तुतिरूपमिष्टबीजप्रणिधान पुरस्सरमाद्यपद्यमाह
અવતરણિકાર્ય :
તંત્ર પદ પ્રસ્તાવ અર્થક છે. હ્ર=અહીંયાં=આ ‘પ્રતિમાશતક' નામના ગ્રંથમાં, પ્રતિમાના વિષયમાં આશંકાનું નિરાકરણ ચિકીર્ષિત હોવાથી=આશંકાનું નિરાકરણ કરવાની ઇચ્છા હોવાથી, ઇષ્ટબીજના પ્રણિધાનપૂર્વક પ્રતિમાની સ્તુતિરૂપ આદ્ય પઘને=આદ્ય શ્લોકને, કહે છે
વિશેષાર્થ :
-
-
પ્રતિમાના વિષયમાં કોઈને આશંકા છે કે પ્રતિમા પૂજનીય છે કે નહિ ? તેનું નિરાકરણ કરવાનું આ ગ્રંથમાં ઇચ્છાયેલ છે, તેથી પ્રતિમા પૂજ્ય છે એમ સ્થાપન કરવું છે. તેથી જ પ્રતિમાની સ્તુતિરૂપ આદ્ય પઘને કહે છે. અને ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ સરસ્વતીની ઉપાસના કરેલ છે, અને મૈં કાર એ તેનું બીજ છે. તેથી તે બીજના પ્રણિધાનપૂર્વક શ્રુતની રચના કરેલ છે, અને તેથી જ ‘પેન્દ્ર’ શબ્દથી શ્લોકનો પ્રારંભ કરે છે.