________________
૩૧૬
પ્રતિમાશતક, શ્લોકઃ ૨૪ प्रविशति, तथा द्रव्यस्तवेऽनुमोद्यमाने हिंसांशोऽपि, संयमत्वेनानुमोद्यत्वे रागांशो नोपतिष्ठत एवेति द्रव्यस्तवत्वेनानुमोद्यत्वे सुतरां हिंसानुपस्थिति: द्रव्यस्तवत्व(द्रव्यस्तव)शरीरस्याप्यघटकत्वात्तस्याः । इत्थमेव श्रीनेमिना गजसुकुमारस्य श्मशानप्रतिमापरिशीलनेऽनुज्ञाते तदविनाभावि तच्छिरोज्वलनमनुज्ञात(मननुज्ञात)मित्युपपादयितुं शक्यते । ટીકાર્ય :
‘તીતિ વિ', મૂળ શ્લોકમાં એ પ્રકારનું એ બતાવવા અર્થક ત” શબ્દ છે. એ ’ શબ્દથી પૂર્વની જે વાતનો પરામર્શ થાય છે તે કહે છે=“તિ થી શું પરામર્શ થાય છે તે કહે છે –
ફુદ .....માઅહીં પ્રક્રાંત દ્રવ્ય-ભાવ ઉભયાત્મક દ્રવ્યસ્તવમાં જે ભાવ જ અંગભૂત અંશ છે, તેને હદયમાં સ્થાપન કરીને, સરાગસંયમની જેમ, ઉપેક્ષિત છે આશ્રવાંશ જેમના વડે એવા, અને દોષરહિત એવા, અમે રહેલા છીએ. (એ પ્રકારનું અમારા સાંપ્રદાયિકોનું વચન તેના પાશના છેદ માટે શસ્ત્રરૂપ છે.) વિશેષાર્થ:
દ્રવ્યસ્તવ એટલે બાહ્ય સામગ્રીથી ભાવપૂર્વકની ભગવદ્ભક્તિને અનુકૂળ ઉચિત આચરણા.અહીં બાહ્ય સામગ્રીથી ઉચિત આચરણા તે દ્રવ્યાંશ છે; અને અંતરંગ ભગવદ્ભક્તિને અનુકૂળ ભાવ છે, તે ભાવાંશ છે; અને તે ભાવાંશને હૃદયમાં રાખીને સાધુઓ દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે, પરંતુ બાહ્ય સામગ્રીથી થતી પ્રવૃત્તિને સામે રાખીને દ્રવ્યસ્તવની અનુમોદના કરતા નથી. આથી જ દ્રવ્યસ્તવમાં વર્તતી સ્વરૂપહિંસાનું ત્યાં અનુમોદન નથી, પરંતુ ભગવાન પ્રત્યે વધતા જતા ભક્તિભાવને કારણે વધતો જતો સંવેગનો જે પરિણામ છે, તેની અનુમોદના છે. ઉત્થાન :
પૂર્વમાં બતાવ્યું કે દ્રવ્યસ્તવની અનુમોદના કરવામાં અમે દોષરહિત છીએ. તે કથનથી જે ભાવ પ્રાપ્ત થાય છે, તેને ટીકામાં ‘યં માવ” થી સ્પષ્ટ કરતાં કહે છે -- ટીકાર્ચ -
કર્થ ભાવ:... તદ અનુમોદમાન-અનુમોદના કરાતા એવા, સરાગસંયમમાં જે પ્રમાણે અનુમોદનાની કુક્ષિમાં રાગ પ્રવેશ પામતો નથી, તેમ અનુમોદ્યમાન–અનુમોદના કરાતા એવા, દ્રવ્યસ્તવમાં હિંસા અંશ પણ અનુમોદનાની કુક્ષિમાં પ્રવેશ પામતો નથી. તે સ્પષ્ટ બતાવતાં કહે છે કે, સંયમપણા વડે અમોધપણું હોવાને કારણે રાગાંશ ઉપસ્થિત થતો નથી જ; એ રીતે દ્રવ્યસ્તવપણા વડે અનુમોદ્યપણું હોવાને કારણે સુતરાં હિંસાની અનુપસ્થિતિ છે. કેમ કે તેનું હિંસાનું, દ્રવ્યસ્તવતા શરીરનું પણ અઘટકપણું છે=હિંસા દ્રવ્યસ્તવ શબ્દરૂપ શરીરનું અંગ નથી.
ટીકામાં વ્યસ્તવત્વશરીરરચ' છે, ત્યાં વ્યસ્તવશરીરસ્ય પાઠ હોવાની સંભાવના છે.