________________
૨૧
પ્રતિમાશતક | શ્લોક : ૧૮ स्मृतम्, अत एव स्वार्थमाहारादि निष्पादयन् गृही अप्रतिषेधानुमतिप्रसङ्गभयादेव निषिध्यते यश्चानिषेधस्यानुमत्याक्षेपकत्वेऽतिप्रसङ्गादिः सोऽनुपदमेव निराकरिष्यते ।।१८।।
ટીકામાં વંચાતુરી પાઠ છે, ત્યાં મૂળ શ્લોકમાં નુકવાતુરી હોવાથી “નકવાસુરી' પાઠની સંભાવના છે. ટીકાર્થ:મત્રોત્તર
| ‘દન્ત’ એ અવ્યય અહીં ખેદ અર્થમાં છે. આ જડચાતુરી તારા વડે ગુરુકુળમાં ક્યાં શિખાઈ? કે જે મૌન છે તે નિષેધને જ વ્યક્ત કરે છે? અર્થાત્ ભગવાન જે મૌન રહ્યા તે નિષેધને જ વ્યક્ત કરે છે?
ચMતિ પછી ‘ત્તિ” શબ્દ છે, તે ચાતુરીના સ્વરૂપનો પરામર્શક છે. જે મૌન છે, તે નિષેધને જ વ્યક્ત કરે છે, એ પ્રકારની જડચાતુરી તારા વડે ગુરુકુળમાં ક્યાં શિખાઈ ? એમ અન્વય જાણવો.
આ તારી ચાતુરી અસમંજસ છે, એમ બતાવતાં કહે છે - - એન ....નિરાશિરિષ સાજ કારણથી સર્વત્ર પણ સર્વે પણ, સંપ્રદાયમાં પંડિતો વડે અનિષિદ્ધને અનુમત કહેવાયેલ છે.
તેની પુષ્ટિ કરતાં કર વ’ થી કહે છે - આથી જ સાધુ માટે આહારાદિ નિષ્પાદન કરતો બનાવતો, ગૃહસ્થ અપ્રતિષેધની અનુમતિના પ્રસંગના ભયથી જ(સાધુ દ્વારા) નિષેધ કરાય છે. અને જે અનિષેધની અનુમતિના આક્ષેપકપણામાં અતિષિદ્ધને અનુમતિનો આક્ષેપક સ્વીકારવામાં આવે તો, અતિપ્રસંગાદિ દોષો છે, તે અનુપદ આની પછી જ, નિરાકરણ કરાશે. ૧૮ વિશેષાર્થ:
નિષિદ્ધમ્ અનુમતે મૃતમ્', એ પ્રકારે પંડિતો વડે સ્વીકારાય છે, માટે ભગવાને સૂર્યાભદેવને નાટક કરવાના પ્રશ્નમાં નિષેધ કર્યો નથી, એ જ ભગવાનની સંમતિરૂપ છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે –
જો ગૃહસ્થ સાધુ માટે આહારાદિ બનાવતો હોય તો તેનો સાધુ નિષેધ ન કરે તો અનુમતિનો દોષ લાગે છે, તેથી જ સાધુઓ તેનો નિષેધ કરે છે. તે રીતે ભગવાને સૂર્યાભદેવના નાટ્ય કરવાના પ્રશ્નમાં નિષેધ કર્યો નથી. તેથી ભગવાનની નાટક કરવામાં અનુમતિ છે, તેમ નક્કી થાય છે.
અહીં પ્રશ્ન થાય કે – અનિષેધમાં અનુમતિ માનશો તો જમાલિ આદિને ભગવાને પૃથગુ વિહારનો નિષેધ કરેલ ન હતો, તેમાં અનુમતિ માનવાનો અતિપ્રસંગ આવશે, અને તે અતિપ્રસંગ આ રીતે છે -
જમાલિએ ભગવાન પાસે પૃથગુ વિહારની અનુજ્ઞા માંગી ત્યારે, ભગવાનને જમાલિ પૃથગૂ વિહાર કરે તે ઈષ્ટ નહિ હોવા છતાં ભગવાને મૌન ધારણ કરેલ. કેમ કે ભગવાન નિષેધ કરે તો પણ જમાલિ પૃથગુ વિહાર અવશ્ય કરવાના, તેમ ભગવાન કેવલજ્ઞાનથી જાણતા હતા. તેથી જમાલિને અધિક અનર્થના નિવારણ અર્થે ભગવાને મૌન ધારણ કરેલ. તે સ્થાને મૌનથી સંમતિ સ્વીકારવામાં આવે તો અતિપ્રસંગ આવે છે, તેનું નિરાકરણ શ્લોક-૨૧માં તથા પ્રજ્ઞાણે ..... સત્ય જીવ સુધીના કથનમાં કરેલ છે. II૧૮