________________
૨૧૪
પ્રતિમાશતક/ શ્લોક: ૧૫ (૨) સ્યાદ્વાદથી વિવિક્ત ષકાયનું પરિજ્ઞાન અને સ્વસમય-પરસમયનું વિવેચન=સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું જ્ઞાન, હોય તો ભાવસભ્યત્ત્વ છે. વિશેષાર્થ :
‘કત વિ. નિર્જીત સુધીના કથનનું તાત્પર્ય એ છે કે, જે જીવની સૂક્ષ્મપ્રજ્ઞા નથી, તેવો જીવ શાસ્ત્રના વચનથી સ્યાદ્વાદ દ્વારા વિવિક્ત ષકાયનું પરિજ્ઞાન કરી શકતો નથી, પરંતુ અવિવિક્ત ષકાયનું પરિજ્ઞાન ઓઘથી કરે છે. અર્થાતુ શાસ્ત્રમાં એક જવનિકાય, બે જવનિકાય ઈત્યાદિ અનેક પ્રકારે જીવોનું વર્ણન કરેલ છે, તેનો તે જ રીતે સૂક્ષ્મબોધ થવો તે વિવિક્ત ષકાય પરિજ્ઞાન છે; અને તે પણ સ્યાદ્વાદથી=નયોની અનેક દૃષ્ટિથી, થાય ત્યારે ભાવસભ્યત્ત્વ છે. અને નયોની દષ્ટિ વગર છે જીવનિકાય છે એ પ્રકારનું પરિજ્ઞાન કરે ત્યારે, અને તે જ રીતે સ્વસમય-પરસમયના વિવેચન વગર જ્ઞાન વગર, ચરણકરણતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક તેનું પાલન હોય છે ત્યારે પણ, દ્રવ્યસમ્યક્ત કહેલ છે. જ્યારે ભાવસમ્યક્ત તો સ્વસમય અને પરસમયના જાણને જ હોય છે.
ટીકાર્ય :
‘તવાદ' થી તેમાં સાક્ષી આપતાં કહે છે -
સ્થિય ..... વિમત્તા છ એ પણ જીવનિકાયમાં શ્રદ્ધા કરતો ભાવથી શ્રદ્ધા કરતો નથી. (કેમ કે) ખરેખર, પર્યાયોમાં પણ શ્રદ્ધા અવિભક્ત છે.
ઘર ... ત્યાદ્રિ સ્વસમય અને પરસમયના મુકાયેલા વ્યાપારવાળા સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જ્ઞાન વગરના, ચરણકરણમાં પ્રધાનયત્ન હોય તેવા જીવ, નિશ્ચયનયથી શુદ્ધ એવા ચરણકરણના સારને જાણતા નથી, ઈત્યાદિ જાણવું.
પર્વ - કૃતવૃદ્ધા એ રીતે-પૂર્વમાં કહ્યું કે અવિવિક્ત ષકાયના પરિજ્ઞાનમાં વ્યસમ્યક્ત છે એ રીતે, અવિક્તિ દેવ, ગુરુ અને ધર્મના શ્રદ્ધાનથી, અવિક્તિ નવતત્વના શ્રદ્ધાનથી અને અવિવિક્ત ગુરુપાતંત્ર્યાદિથી દ્રવ્યસમ્યક્તનો જ કૃતવૃદ્ધો વ્યપદેશ કરે છે. વિશેષાર્થ :
(૧) અવિવિક્ત દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન:- જે જીવને અરિહંત એ દેવ છે, સુસાધુ એ ગુરુ છે અને સર્વજ્ઞકથિત ધર્મ એ ધર્મ છે, એ પ્રકારની તીવ્ર રુચિ વર્તતી હોય, પરંતુ સ્વસમય-પરસમયનો બોધ ન હોય તે અવિવિક્ત દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધારૂપ છે. તેથી ત્યાં દ્રવ્યસમ્યક્ત છે, પરંતુ ભાવસમ્યક્ત નથી. જ્યારે ભાવસમ્યક્ત તેમને જ હોય કે જેમને સ્યાદ્વાદથી અનેક રીતે દેવનો, ગુરુનો અને ધર્મનો બોધ છે. તેથી જ દેવ-ગુરુ અને ધર્મનું સ્પષ્ટ સ્વરૂપ, અનેક રીતે અનેક દૃષ્ટિથી, કુદેવ-કુગુરુ અને કુધર્મ કરતાં પૃથગુરૂપે તે સ્પષ્ટ જોઈ શકે છે.