________________
પ્રતિમાશતક | શ્લોક : ૧ અવસ્થા છે; અથવા તો તે મૂર્તિમાં વર્તતા જે અષ્ટ મહાપ્રાતિહાર્યો હોય છે, તેના કારણે જ ભગવાનની લોકોત્તમતાનું સ્કુરણ તેના આરાધકોની બુદ્ધિમાં થાય છે. તેથી ભગવાનની મૂર્તિ સ્કૂર્તિમતી છે. ટીકાર્ય :
પુન: વીવૃશી? (૬) ખોવિતા.....નાતિત્વાનુરૂપ . વળી તે મૂર્તિ અનાલોકિત છે=સાદર અવીક્ષિત છે. અહીં પ્રશ્ન થાય કે અનાલોકિતનો અર્થ અવલોકનનો અભાવ પ્રાપ્ત થાય છે, તેના બદલે સાદર અવીક્ષિત એવો અર્થ કેમ કર્યો ? તેથી કહે છે - “અનાલોકિત' પદનું સાદર અનાલોકિતપણામાં અર્થાતરસંક્રામિત વાચ્યપણું હોવાને કારણે સાદર અવીક્ષિત છે, અવ્યથાર અર્થાતરસંક્રામિતવાચ્યપણું ન માનો તો ચક્ષુવાળાઓને પુર સ્થિત વસ્તુના અનાલોકિતપણારૂપ અનુપપત્તિ થશે. વિશેષાર્થ :
અનાલોકિત' શબ્દનો અર્થ “નહિ જોવાયેલી' એવો થાય છે. પરંતુ તે અર્થ સંગત નહિ હોવાથી ‘સાદર અનાલોકિત' ઈત્યાકારક અર્થાતરમાં સંક્રમિત કરીને તે અર્થને વાચ્ય કરાય છે. અને એવું ન માનવામાં આવે તો ચક્ષુવાળા બધાને ચક્ષુ સામે રહેલી વસ્તુનું અવલોકન થાય છે, તેમ ભગવાનની મૂર્તિનું પણ અવલોકન ગમે ત્યારે સંભવી શકે છે. માટે ભગવાનની મૂર્તિને અનાલોકિત કહેવાનું કોઇ પ્રયોજન રહે નહિ. ટીકાર્ય -
: ? કોના વડે અનાલોકિત છે ?
વિરોહોના.....તસ્ય પ્રદત્ત તો કહે છે કે, વિવિધ રીતે પરિણામ પામતો જે મોહતો ઉન્માદ તેનાથી, અને ઘનપ્રમાદરૂપ મદિરાથી, મત એવા જીવો વડે અનાલોકિત છે. અને પ્રમાદનું મોહવડે જ ગાતાર્થપણું હોવાથી (મોહથી ભિન્ન પ્રમાદનો ઉલ્લેખ કરવામાં) આધિક્ય દોષ છે, એમ ન કહેવું. કેમ કે અનાભોગ-મતિભ્રંશારિરૂપ એવા તેનું પ્રમાદનું, ગ્રહણ છે. વિશેષાર્થ :
જે લોકોને મૂર્તિ એ પરમાત્મા નથી, પરંતુ પત્થરમાંથી નિર્માણ થયેલી ચીજમાત્ર છે, એવા પ્રકારનો મિથ્યાત્વનો ઉદય વર્તી રહ્યો છે; તે રૂપ મોહના ઉન્માદવાળા, અને તત્ત્વને જાણવા માટે અનાભોગવાળા કે તત્ત્વના વિષયમાં મતિભ્રંશવાળા, એવા ઘનપ્રમાદીઓ વડે, ભગવાનની મૂર્તિ સાદર જોવાઈ નથી.
અહીં મોહ અને ઘનપ્રસાદના વિષયમાં વિશેષ એ છે કે, મોહનો ઉદય સ્વદર્શનના આગ્રહથી થયેલ છે, તેથી ત્યાં મિથ્યાત્વનો ઉદય પ્રધાનરૂપે છે. તેથી જ મૂર્તિ એ પૂજ્ય નથી' એવી તીવ્ર બુદ્ધિ લુંપાકોને થાય