________________
૯૪
પ્રતિમાશતકશ્લોક : ૬-૭ છે, તે અનાભોગ આદિથી પ્રમાદકૃત થયેલો પરિણામ છે, તેથી સ્વારસિક નથી. યદ્યપિ સંસારી જીવોને પણ મોહના વશથી જે પરિણામ થાય છે, તે કર્મકૃત છે; છતાં પોતાને રુચે છે, માટે સ્વારસિક છે; જ્યારે ચારણમુનિને પોતાને સાધ્વાચાર જ રુચે છે. આમ છતાં પ્રમાદાદિથી જે સ્કૂલના થાય છે, તે તેમનો સ્વારસિક પરિણામ નથી. આ પ્રકારની “નનુ' થી કરેલ લંપાકની આશંકાનું તાત્પર્ય એ છે કે, પ્રજ્ઞપ્તિના કથનથી એ સિદ્ધ થાય છે કે, ચારણોએ પ્રતિમાને નમસ્કાર કરેલ છે એ વાત પ્રસિદ્ધ છે, પરંતુ તેના કારણે તેઓ અનારાધક બન્યા; તેથી તેઓની ચૈત્યવંદનની ક્રિયા અનુચિત છે. માટે પ્રતિમા પૂજનીય નથી એ સિદ્ધ થાય છે, એમ લુપાક કહે છે. IIબ્રા અવતરણિકા :
ननु चारणानां यावान्गतेगोचर उक्तः तावद्देशगमनपरीक्षायामेव मुख्य उद्देशः । तस्यां क्रियमाणायां तत्तच्चैत्यानामपूर्वाणां दर्शनाद्विस्मयोद्बोधेन तनतिः, न तु स्वरसत इति तदाचरणं न शिष्टाचार इति सर्वेषां साधूनां न तद्वन्द्यता तदृष्टान्तेन, इति कुमतिमतमाशक्य निषेधति - અવતરણિતાર્થ :-,
નનું' થી પૂર્વપક્ષી કહે છે કે, ચારણોની જેટલી ગતિનો વિષય કહેવાયો તેટલા દેશ સુધી ગમનપરીક્ષાનો જ મુખ્ય ઉદ્દેશ છે, અને તે કરાયે છતે તે તે અપૂર્વ ચૈત્યોના દર્શનથી વિસ્મયતા ઉબોધને કારણે તેમને તતિ=પ્રતિમાને નમસ્કાર છે, પરંતુ સ્વરસથી નથી. તિ=એથી કરીને, તેમનું આચરણ=જંઘાચારણ અને વિદ્યાચારણે પ્રતિમાને તતિ કરી એ રૂપ તેમનું આચરણ, શિષ્ટાચાર નથી. તિ=એથી કરીને, ચારણોના દષ્ટાંતથી સર્વ સાધુઓની તેને વંધતા=પ્રતિમાને વંદ્યતા, નથી. રૂતિ આ પ્રકારેaઉપરમાં વર્ણન કરાઈ એ પ્રકારે, કુમતિ એવા લંપાકના મતની=લુંપાકની યુક્તિની, આશંકા કરીને નિષેધ કરતા ગ્રંથકાર કહે છે – શ્લોક :
तेषां न प्रतिमानतिः स्वरसतो लीलानुषङ्गात्तु सा, लब्ध्याऽऽप्तादिति कालकूटकवलोद्गारा गिरः पाप्मनाम् । हन्तैवं न कथं नगादिषु नतिर्व्यक्ता कथं चेह सा,
चैत्यानामिति तर्ककर्कशगिरा स्यात्तन्मुखं मुद्रितम् ।।७।। શ્લોકાર્ધ :
તેઓની જંઘાચારણ અને વિધાચારણ મુનિઓની, પ્રતિમાનતિ પ્રતિમાને નમસ્કાર, સ્વરસથી નથી; વળી લબ્ધિથી પ્રાપ્ત લીલાના અનુષંગથી તે પ્રતિમાનતિ, છે, એ પ્રમાણે પાપી