________________
પ્રતિમાશતક/ શ્લોક: ૫ અહીં કાવ્યલિંગ અનુપ્રણિત અતિશયોક્તિ છે=(કાવ્યપ્રકાશ પ્રમાણે) કાવ્યલિંગ ઉડ્ડવસિતા અતિશયોક્તિ છે=કાવ્યલિંગથી ઉત્પન્ન થયેલી અતિશયોક્તિ છે.
અહીં કાવ્યલિંગ અનુપ્રણિત અતિશયોક્તિનું લક્ષણ કાવ્યપ્રકાશ પ્રમાણે એ છે કે – હેતુનું પદાર્થ કે વાક્યાર્થરૂપે કથન કરવું. અહીં પ્રસ્તુત કાવ્યમાં સ્વાત ધ્વાંતમય છે તેનો હેતુ “ર નતા છે, મુખ વિષમય છે તેનો હેતુ “ર સ્તુતા' છે, અને દૃષ્ટિ ધૂમધારામયી છે તેનો હેતુ પ્રેક્ષિતા' છે. તેથી હેતનું શ્લોકમાં વાક્યાર્થરૂપે જે કથન છે, તે કાવ્યલિંગથી થયેલ અતિશયોક્તિરૂપ છે. ટીકાર્ય :
તુ ....... પરિત્યા અને વળી જેઓ કૃતબુદ્ધિવાળા=પંડિતો, આ ભગવાનની મૂર્તિની ઉપાસના કરે છે, તેઓનો જન્મ નિત્ય પવિત્ર છે. કેમ કે, મિથ્યાત્વરૂપી મળનો પરિત્યાગ છે. વિશેષાર્થ :
જે પંડિતો આ ભગવાનની મૂર્તિની ઉપાસના કરે છે, તેઓનો જન્મ નિત્ય પવિત્ર એટલા માટે કહેલ છે કે, બાહ્યસ્નાનથી શરીર ક્વચિત્ પવિત્ર બને છે; પરંતુ જ્યારે જીવ ભગવાનની મૂર્તિને ભક્તિથી નમસ્કાર કરે છે, ત્યારે મિથ્યાત્વરૂપી મલનો પરિત્યાગ થવાને કારણે ભગવાનને નમસ્કાર કરવાના કાળમાં કે અન્ય કાળમાં પણ સદા પવિત્ર રહે છે. જ્યારે ભગવાનને નમસ્કાર નહિ કરનારમાં મિથ્યાત્વરૂપ મલ હોવાને કારણે સદા અપવિત્ર છે.
ટીકાર્ય :
વીવૃશ .... ટીવરિણામ ! તે મૂર્તિ કેવી છે ? સહદય જ્ઞાતતત્વવાળા, અને આનંદિત ઉત્પન્ન થયેલ આનંદવાળા, દેવો વડે સુરાસુર-વ્યંતર-જ્યોતિષ્ઠો વડે, તથા ચારણપુંગવો વડે= ચારણપ્રધાન એવા જંઘાચારણ અને વિદ્યાચારણો વડે, વંદાયેલી છે. એવી આ મૂર્તિની જેઓ સમ્યમ્ ઉપાસના કરે છે, તેઓનો જન્મ પવિત્ર છે. અને આકદેવો અને ચારણપુંગવોથી મૂર્તિ વંદાયેલી છે એ પ્રકારનું વિશેષણ, હેતુગર્ભ છે. (આ હેતુગર્ભ વિશેષણ છે, તેનો ભાવ શું છે, તે બતાવે છે -) દેવાદિથી વંદિતપણું હોવાને કારણે શિષ્ટાચાર હોવાથી મૂર્તિનું સમ્યગૂ ઉપાસન જન્મના પવિત્રપણા માટે છે, એ પ્રકારે ભાવ છે=હેતુગર્ભ વિશેષણનો ભાવ છે. દેવો વડે જે પ્રકારે (મૂર્તિ) વંદાઈ છે, તે પ્રકારે અનંતર આગળ તરતમાં, સ્પષ્ટ કરાશે. વિશેષાર્થ :
જ્ઞાતતત્ત્વવાળા દેવો અને ચારણો વડે મૂર્તિ વંદાઈ, એમ કહ્યું ત્યાં જ્ઞાતતત્ત્વવાળા એટલે માત્ર કુલાચારથી કે સ્થિતિમાત્રથી મૂર્તિની પૂજા કરે છે એમ નહિ, પણ તત્ત્વને જાણીને મૂર્તિની પૂજા કરે છે. અને તત્ત્વ આ પ્રમાણે છે કે, મારે મારા ભાવોને ઉલ્લસિત કરવાના છે, અને સાક્ષાત્ ભગવાનના