________________
૨૧૨
પ્રતિમાશતક/ શ્લોક : ૧૫ વિશેષાર્થ :
અલ્પબદુત્વના વિચારમાં સર્વ સંજ્ઞી કરતાં જ્યોતિષ્ક દેવો સંખ્યાતગુણા કહેલા છે. યદ્યપિ સંજ્ઞીજીવોમાં જ્યોતિષ્ક દેવો પણ પ્રાપ્ત થાય છે, તેથી સર્વ સંશા કરતાં જ્યોતિષ્ક દેવો સંખ્યાતગુણા સંભવે નહિ, પણ જ્યોતિષ્ક દેવોને છોડીને સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, દેવો, નારકો અને મનુષ્યોને ગ્રહણ કરીએ તો તેની અપેક્ષાએ જ્યોતિષ્ક દેવો સંખ્યાતગુણા છે. અને તેઓમાં=જ્યોતિષ્ક દેવોમાં, ચંદ્ર-સૂર્યના વિમાનાધિપતિ સમ્યગ્દષ્ટિ છે, એવો નિયમ માનીએ તો સમ્યગ્દષ્ટિઓ કરતાં મિથ્યાષ્ટિઓ સંખ્યાતગુણા સિદ્ધ થાય. કેમ કે જ્યોતિષ્ક દેવો સર્વ સંજ્ઞી કરતાં સંખ્યાતગુણા છે, અને જ્યોતિષ્ક દેવોના અધિપતિ એવા ચંદ્ર-સૂર્યને સમ્યગ્દષ્ટિ માનવામાં આવે તો તેઓનો પરિવાર પરિમિત સંખ્યાવાળો જ છે, પણ અસંખ્યાતગુણો નથી. અને જ્યોતિષ્ક દેવોને છોડીને અન્ય દેવોને સંજ્ઞીથી ગ્રહણ કરીએ તો પણ તેઓ સૂર્ય-ચંદ્રના અધિપતિ કરતાં ઓછી સંખ્યામાં છે, તેથી વિમાનાધિપતિઓને સમ્યગ્દષ્ટિ માનીએ તો સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાષ્ટિ જીવો સંખ્યાતગુણા જ સિદ્ધ થઈ શકે. અને તે રીતે સિદ્ધ થવાથી મતિશ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાનીઓ સંખ્યાતગુણા જ પ્રાપ્ત થાય, અને આગમમાં અસંખ્યાતગુણા કહેલા છે. તેથી વિમાનાધિપતિઓને મિથ્યાદૃષ્ટિ તરીકે સ્વીકાર્યા વગર મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાની અસંખ્યાતગુણા આગમમાં કહેલા છે, એની સંગતિ કરવાનો બીજો કોઈ ઉપાય નહિ હોવાને કારણે, ઘણા પરિવાર સહિત ચંદ્ર-સૂર્યાદિ પણ મિથ્યાદષ્ટિ તરીકે માનવા જોઈએ. તેથી મિથ્યાદષ્ટિ એવા વિમાનાધિપતિ વડે મૂર્તિની પૂજા કરાતી હોય તો તે ધર્મસ્થિતિ સિદ્ધ થાય નહિ, પરંતુ દેવસ્થિતિ માનવી જ ઉચિત ગણાય, એ પ્રમાણે શંકાકારનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, આગમમાં વિર્ભાગજ્ઞાનીઓને અસંખ્યાતગુણા કહેલ છે, તેનું સમાધાન બીજી રીતે થઈ શકે છે. ઉત્થાન :
તે જ સમાધાન તથા ...... સચવન્દીવર્ષાન્યથાનુપ સુધીના કથનથી બતાવતાં કહે છે કે - ટીકાર્ય :
તથહિ ..... દ્વિતીયમ્ | સમ્યક્ત દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં પરમાર્થના અપરિજ્ઞાનમાં પણ ભગવદ્ વચનરૂપ જે તત્વ, તે તત્વની રુચિ એ આધકદ્રવ્યસમ્યક્ત છે, અને પરમાર્થનું પરિજ્ઞાન એ દ્વિતીય=ભાવસખ્યત્ત્વ છે. વિશેષાર્થ –
(૧) દ્રવ્યસમ્યક્ત - ભગવાનનું વચન જ તત્ત્વ છે, શેષ અતત્ત્વ છે; આવા પ્રકારની પરમાર્થના અપરિજ્ઞાનમાં પણ વર્તતી રુચિ, તે દ્રવ્યસમ્યક્ત છે.
(૨) ભાવસમ્યક્ત :- સ્વસમય અને પરસમયના અર્થાત્ સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના સમ્યગુ બોધને કારણે ભગવાનના વચનનો જે પરમાર્થ છે તેનો બોધ, તે ભાવસમ્યક્ત છે.