________________
૨૩૫
પ્રતિમાશતક/ શ્લોક : ૧૫
શ્લોક-૧૫ અંતર્ગત સમંતભદ્રા - સર્વમંગલા - સર્વસિદ્ધિફલા પૂજાનું સ્વરૂપ (૧) સમંતભદ્રા પૂજા :
પ્રથમ પૂજા સામંતભદ્રા તે જીવનું પરિપૂર્ણ ભદ્ર કરનારી છે, અને તે પૂજા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોને હોય છે, અને તેમને યોગાવંચકયોગ પ્રાપ્ત થયેલ છે. તે આ રીતે - જીવમાં સમ્યક્ત હોવાને કારણે ગુણવાનને ગુણવાનરૂપે ઓળખવાની પ્રજ્ઞા તેને હોય છે, તેથી તીર્થકરને અને સદ્ગુરુને ગુણવાનરૂપે તે ઓળખી શકે છે, માટે ગુણસંપન્ન એવા તીર્થંકરાદિનો યોગ તેને અવંચક હોય છે. તેથી જ તેમના પ્રત્યે અત્યંત ભક્તિ હોય છે. માટે સ્વશક્તિને અનુરૂપ ઉત્તમમાં ઉત્તમ સામગ્રીથી તે ભગવાનની પૂજા કરે છે તે વખતે, ત્યાં કાયયોગનો ઉત્કર્ષ વર્તે છે; અર્થાત્ ભગવાન પ્રત્યે પૂજ્યત્વ બુદ્ધિથી સંવલિત એવી કાયા દ્વારા તે ભગવાનની પૂજામાં અતિશય યત્નવાળો હોય છે. તેથી તે સમંતભદ્રા પૂજા કહેવાય છે.
અહીં કાયયોગના ઉત્કર્ષમાં તેને અનુરૂપ મનોયોગ અવશ્ય હોય છે, પરંતુ મનોયોગના ઉત્કર્ષમાં વર્તતી પૂજા જેવો મનોયોગ હોતો નથી, એમ સમજવું. પરંતુ મનોયોગથી શૂન્ય કેવલ કાયાનો યોગ પૂજામાં વ્યાપૃત છે, તેવો ભાવ નથી. આ પ્રથમ પૂજાનો સ્વામી અવિરતસમ્યગ્દષ્ટિ, કાયયોગના ઉત્કર્ષવાળો, પોતાના વ્યાપારથી જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામગ્રી મળે તેનાથી ભગવાનની પૂજામાં યત્નવાળો હોય છે. કેમ કે તેમને મનુષ્યલોકમાં ભગવાનની પૂજા સિવાય કોઈ સારભૂત વસ્તુ દેખાતી નથી. (૨) સર્વમંગલા પૂજા ?
બીજી પૂજા સર્વમંગલા છે, અર્થાત્ જીવનું સર્વ પ્રકારે મંગલ કરનાર છે. અને આ બીજી પૂજા વચનયોગના ઉત્કર્ષથી પાંચમા ગુણસ્થાનકવર્તી ઉત્તરગુણને ધારણ કરનારા શ્રાવકમાં હોય છે, અને ત્યાં ક્રિયાઅવંચકયોગ હોય છે. તે આ રીતે - ઉત્તમ પુરુષોનો યોગ થયા પછી તેમને કરાતી વંદનાદિ ક્રિયા અવંચક ત્યારે જ બને કે જ્યારે જીવ વિરતિના ગુણસ્થાનકમાં વર્તતો હોય. અને આથી જ અવિરતસમ્યગ્દષ્ટિને ભગવાનની યથાર્થ ઓળખાણ હોવાને કારણે તેઓ યોગાવંચક હોવા છતાં, વિરતિનો ભાવ નહિ હોવાથી ક્રિયાવંચકપણું પ્રાપ્ત થતું નથી; જ્યારે ઉત્તરગુણધારી શ્રાવકોને વિરતિના કારણે ક્રિયાવંચકયોગ હોય છે. તેથી જ તેમની પૂજા સમતભદ્રા પૂજા કરતાં અતિશયવાળી હોય છે. આથી જ ત્યાં વચનયોગનો ઉત્કર્ષ હોય છે. અર્થાતુ પોતાની કાયાથી તો તેઓ ઉત્કર્ષવાળી સામગ્રીથી ભગવાનની પૂજા કરે જ છે, પરંતુ ભગવાનની પૂજા માટે અન્ય પાસેથી પણ વચન દ્વારા ઉત્તમ સામગ્રી મેળવીને ભગવાનની સારામાં સારી પૂજા કરે છે.
- યદ્યપિ અપુનબંધક દશામાં કે સમ્યગ્દષ્ટિ અવસ્થામાં શક્તિસંપન્ન વ્યક્તિ વચનથી ઉત્તમ સામગ્રી બીજા પાસે મંગાવીને ભગવદ્ ભક્તિમાં યત્ન કરે, પરંતુ વિરતિવંત શ્રાવક જે પ્રકારની સમ્યગુ યતનાપૂર્વક