Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 401
________________ ૩૬ પ્રતિમાશતક/ શ્લોકઃ ૨૮ ટીકા : कर्मेन्धनं समाश्रित्याग्निकारिका कार्येति योगः । अग्निकारिका-अग्निकर्म, दृढा-कर्मेन्धनदाहप्रत्यला ।सद्भावनैव आहुतिः घृतप्रक्षेपलक्षणा यस्यां सा । धर्मध्यानं शुक्लध्यानस्योपलक्षणम् । અહીંઝુર્ગેશ્વસમાચિનિરિઝાવેર્યા-કર્મેધનને આશ્રયીને અગ્નિકારિકા કરવી એ પ્રમાણે અન્વયછે. અગ્નિકારિકા એટલે અગ્નિકર્મ અર્થાત્ હોમકર્મ સમજવું. છે દઢ એટલે કર્મરૂપી ઇંધનને બાળવા સમર્થ, ધૃતપ્રક્ષેપલક્ષણ સદ્ભાવનાની જ આહુતિ છે જેમાં તેવી અગ્નિકારિકા કરવી જોઈએ. મૂળ શ્લોકમાં “ધર્મધ્યાન' શબ્દ “શુક્લધ્યાન'નું ઉપલક્ષણ છે. વિશેષાર્થ: અગ્નિ પ્રજવલિત કર્યા પછી તેમાં વૃત પ્રક્ષેપ કરવામાં આવે તો અગ્નિ વધુ પ્રજ્વલિત બને છે; તેમ ભાવાગ્નિકારિકામાં ધર્મધ્યાનરૂપી અગ્નિ હોય છે, અને તે અગ્નિને પ્રજવલિત કરવા માટે સંવેગની વૃદ્ધિને કરનાર એવા શુભભાવોની વાસનાઓને ત્યાં પ્રવર્તાવવી, તે અગ્નિમાં ઘી નાંખવાને સ્થાને છે. તેનાથી ધર્મધ્યાનરૂપી અગ્નિ વિશેષ પ્રજવલિત બને છે, કેમ કે સર્વ પ્રવૃત્તિઓમાં સંવેગની વૃદ્ધિથી જ કર્મનો નાશ થાય છે. તેથી સંવેગની વૃદ્ધિને કરનાર શુભભાવોની વાસનાને આહુતિરૂપે સ્વીકારાય છે. અવતરણિકા: परसिद्धान्तेनापि एतत्साधयति - અવતરણિકાર્ચ - ધ્યાનાગ્નિકારિકા જ દીક્ષિત વડે કરવી જોઈએ, એ વાત પરસિદ્ધાંતથી પણ સ્થાપન કરે છે - શ્લોક -૨ ટીકા : "दीक्षा मोक्षार्थमाख्याता ज्ञानध्यानफलं स च । शास्त्र उक्तो यतः सूत्रं शिवधर्मोत्तरे ह्यदः" ।।२।। શ્લોકાર્થઃ| દીક્ષા મોક્ષ માટે કહેવાયેલી છે, દ્રવ્યાગ્નિકારિકા મોક્ષનું સાધન છે, એ પ્રમાણે આશંકાના નિરાકરણ માટે કહે છે ) જ્ઞાન-ધ્યાનનું તે મોક્ષ છે. (જ્ઞાનધ્યાનનું ફળ મોક્ષ છે તે કઈ રીતે જાણ્યું? તો કહે છે -) શાસ્ત્રોક્ત છે, જે કારણથી શિવધર્મોત્તરમાં શૈવાગમવિશેષમાં, આ=આગળના શ્લોકમાં કહેવાનારું સૂત્ર છે.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412