________________
૧૬૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૨ વિતિયા' એ કથનમાં કહ્યું કે, પૂર્વપ્રતિપન્ન દાનધર્મના નિર્વાહથી વિશિષ્ટ શીલાદિ ગુણોથી પ્રાફ-પશ્ચાતું રમણીયત્વ યથોક્ત ઉભયલોકના ઉપયોગનું ખ્યાપન કરે છે.
રાજપ્રશ્નીયસૂત્રમાં કેશીકુમારશ્રમણના પ્રદેશ રાજાને કહેવાયેલા વચનના જવાબમાં રાજા વિવેકી હોવાથી સમજી જાય છે કે, પહેલાં રમણીય થઈને પાછળથી તું અરમણીય થઈશ નહિ, આનો અર્થ, પૂર્વપ્રતિપન્ન દાનધર્મના નિર્વાહથી વિશિષ્ટ શીલાદિ ગુણોના પાલનથી જ પ્રાકુ-પશ્ચાતું રમણીયપણું પ્રાપ્ત થાય છે. પરંતુ લુંપાક પ્રદેશ રાજાના ઉત્તરરૂપ આગમના વચનમાં રિમામા સુધીનો પાઠ માત્ર અનુવાદપરક છે, વિધિ તો શીલાદિપાલનથી જ કહી છે, એમ કહે છે. તેનો ભાવ એ છે કે, શાસ્ત્રમાં કેટલાંક વચનો વિધિપરક હોય છે અને કેટલાંક વચનો અનુવાદપરક હોય છે. અનુવાદપરક વચનો માત્ર કથનરૂપ હોય છે અને વિધિપરક વચન તે પ્રકારે કૃત્ય કરવામાં ઉપદેશવચનરૂપ બને છે. જેમ ન્યાયપૂર્વક ધન કમાવું જોઈએ, એ કથનમાં ધન કમાવામાં ગૃહસ્થોની સ્વતઃ પ્રવૃત્તિ હોય છે, તેથી એ વચનમાં ધન કમાવું જોઈએ એ કથન ગૃહસ્થની દાન કમાવામાં સ્વતઃ પ્રવૃત્તિ છે તેથી અનુવાદપરક છે, અને વિધિ તો ન્યાયપૂર્વક કમાવામાં છે. એ રીતે પ્રસ્તુતમાં પણ પરિમાણમાને' સુધીનો પાઠ અનુવાદપરક છે, અને વિધિ તો શીલાદિમાં છે. તેથી શીલાદિથી જ પ્રદેશ રાજાની પરલોકહિતાર્થિતા જણાય છે. લંપાકના આ કથન સામે ગ્રંથકારશ્રી કહે છે કે, આ રીતે દાનધર્મની વિધિના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થશે.
અહીં “રિમામાને' સુધીના કથનને અનુવાદપરક કહેવાથી લુપાકના વચનની પુષ્ટિ કઈ રીતે થાય, એ પ્રકારની શંકા થાય. તેનો ભાવ એ છે કે, “રિમામાને' સુધીનું કથન અનુવાદપરક લેવાથી પશ્ચાતું રમણીયતા શીલાદિ વ્રતથી પ્રાપ્ત થાય છે, અને આખા કથનને વિધિપરક લેવાથી પૂર્વપ્રતિપન્ન દાનધર્મનિર્વાહવિશિષ્ટ શીલાદિથી પશ્ચાતું રમણીયતા પ્રાપ્ત થાય છે. તેથી “રિમાણમા' સુધી અનુવાદપરક લેવામાં આવે તો પશ્ચાતું રમણીયતા શીલાદિમાત્રથી થવાને કારણે પૂર્વપ્રતિપન્ન દાનધર્મ રાજસ્થિતિરૂપ રાજાનું કર્તવ્યમાત્ર સિદ્ધ થાય, પરંતુ પશ્ચાતું રમણીયતાનું અંગ બને નહિ. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ પૂર્વપ્રતિપન્ન દાનધર્મ રાજધર્મની સ્થિતિરૂપ છે, તેમ સૂર્યાભદેવની ભગવાનની મૂર્તિની પૂજા દેવસ્થિતિરૂપ છે, પરંતુ પશ્ચાતું રમણીયતાનું કારણ નથી. તેથી જ “રિમાણમાને' સુધીનું કથન અનુવાદપરક નહિ સ્વીકારવા માટે ગ્રંથકાર કહે છે કે, તું શું દાનધર્મનો ઉચ્છેદ કરવા માટે ઈચ્છે છે ? ઈત્યાદિ કથનથી “રિમામા' સુધીનું કથન અનુવાદપરક નથી, તેનું સ્થાપન કરે છે.
અહીં વિશેષ એ છે કે કેશીકુમારશ્રમણથી પ્રતિબોધ પામી પ્રદેશીરાજાએ વ્રતશીલાદિ ગ્રહણ કર્યા પછી જે દાનનો પ્રવાહ ચાલુ રાખ્યો, તે કારણિક દાન અનેકોને બીજાધાનાદિનું કારણ બને છે; એટલે કેશીશ્રમણ કહે છે કે, તે પહેલાં રમણીય થઈને પાછળથી અરમણીય થઈશ નહિ. વ્રતસ્વીકાર પછી પ્રદેશ રાજા દાન ન કરે તો શાસનમાલિન્ય થાય. તેથી પ્રદેશ રાજાના દાનપૂર્વકના શિલાદિ ધર્મ જેમ પશ્ચાતું રમણીય હતા અને તે પરલોકમાં વિશ્રાંત થાય છે, તેમ સૂર્યાભકૃત્યમાં પણ પશ્ચાતુ હિતાર્થિતા પરલોકમાં વિશ્રાંત થાય છે.