________________
૧પ૭
પ્રતિમાશતક/ બ્લોક : ૧૧
તત્વ અહીં પરમષિ કેવલી ભગવંતો જાણે છે, એ પ્રમાણે રાજપ્રગ્બીયની વૃત્તિમાં કહેલ છે.
જે બાજુ સિદ્ધાયતનનો બહુમધ્યદેશભાગ છે તે બાજુ જાય છે. તે બાજુ જઈને મોરપીંછીને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગને મોરપીંછી વડે પ્રમાર્જે છે, દિવ્ય પાણીની ધારા વડે સિચન કરે છેઃ પ્રક્ષાલે છે–ચોખ્ખો કરે છે, સરસ ગોશીષચંદન વડે પંચાંગુલિ તલ વડે=હાથનાં તળિયાં વડે, મંડલ આલેખે છે= થાપા મારે છે, થાપા મારીને કરગ્રહથી ગૃહીત હાથથી ગ્રહણ કરાયેલ, યાવત્ પુષ્પગુંજોના ઉપચારથી અલંકૃત કરે છે, અલંકૃત કરીને ધૂપ આપે છે, ધૂપ આપીને જે બાજુ સિદ્ધાયતનનું દક્ષિણ દ્વાર છે તે બાજુ આવે છે. આવીને મોરપીંછીને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દ્વારની શાખાઓ, શાલભંજિકાઓ=પૂતળીઓ, વાલરૂપને મોરપીંછી વડે પ્રમાર્જ છે, દિવ્ય જળની ધારા વડે સિચન કરે છે, સરસ ગોશીષચંદન વડે થાપા આપે છે, થાપા આપીને પુષ્પારોહણ=પુષ્પ ચડાવવા, યાવત્ માલ્યારોહણ=માળાઓ ચડાવવી કરે છે. ઉપરથી નીચે સુધી લટકતા ગોળ લાંબા પુષ્પોની માળાઓના કલાપને કરે છે, ધૂપ આપે છે, ધૂપ આપીને જે બાજુ દક્ષિણ દ્વારમાં મુખમંડપ છે, જે બાજુ દક્ષિણ બાજુના મુખમંડપનો બહુમધ્યદેશભાગ છે, તે બાજુ આવે છે. આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને બહુમધ્યદેશભાગને મોરપીંછી વડે પ્રમાર્જે છે, પ્રમાર્જીને દિવ્ય જળની ધારા વડે અભિસિચન=પ્રક્ષાલ કરે છે, પ્રક્ષાલ કરીને સરસ ગોશીષચંદન વડે હાથનાં તળિયાંથી મંડળ આલેખે છે=થાપા મારે છે, થાપા મારીને કરગ્રહ=હાથથી ગ્રહણ કરેલ પુષ્પની માળાઓના કલાપને કરે છે, યાવત્ ધૂપ આપે છે. ધૂપ આપીને જે બાજુ દક્ષિણ દિશાના મુખમંડપનો પશ્ચિમ દ્વાર છે તે બાજુ આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દ્વારની શાખાઓ, પૂતળીઓ અને વાલરૂપને મોરપીંછી વડે પ્રમાર્જે છે, પ્રમાર્જીને દિવ્ય જળની ધારા વડે પ્રક્ષાલ કરે છે, ગોશીષચંદન વડે હાથનાં તળિયાંથી થાપા મારે છે, પુષ્પારોહણ યાવત્ આભરણ ચડાવે છે, ચડાવીને લટકતી પુષ્પની માળાઓના કલાપને કરે છે, ધૂપ આપે છે, ધૂપ આપીને દક્ષિણ દિશાના મુખમંડપની ઉત્તર બાજુની સ્તંભ પંક્તિ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને થાંભલાઓ, પૂતળીઓ અને વાલરૂપને મોરપીંછી વડે પ્રમાર્જન કરે છે, જે પ્રમાણે પશ્ચિમ બાજુના દ્વારમાં કહ્યું તે પ્રમાણે જ યાવત્ ધૂપ આપે છે, ધૂપ આપીને જે બાજુ દક્ષિણ દિશાના મુખમંડપનો પૂર્વ બાજુનો દ્વાર છે ત્યાં આવે છે, આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દ્વારની શાખાઓ તે પ્રમાણે સર્વ જાણવું. જે બાજુ દક્ષિણ દિશાના મુખમંડપનો દક્ષિણ બાજુનો દ્વાર છે, ત્યાં આવે છે, આવીને દ્વાર શાખા તે પ્રમાણે જ સર્વ જાણવું.
જે બાજુ દક્ષિણ બાજુનો પ્રેક્ષાગૃહમંડપ, જે બાજુ દક્ષિણ બાજુનો પ્રેક્ષાગૃહમંડપનો બહુમધ્યદેશભાગ, જે બાજુ વજમય અલપાટક, જે બાજુ મણિપીઠિકા, જે બાજુ સિહાસન તે બાજુ ત્યાં આવે છે, ત્યાં આવીને મોરપીંછીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને અક્ષપાટક અને મણિપીઠિકા અને સિહાસનને મોરપીંછી વડે પ્રમાર્જ છે, પ્રમાર્જન કરીને દિવ્ય જળની ધારા વડે, સરસ ગોશીષચંદન વડે, પુષ્પારોહણ લટકતી પુષ્પની માળાઓના કલાપને યાવત્ ધૂપ આપે છે, ધૂપ આપીને જે બાજુ દક્ષિણ દિશાના પ્રેક્ષાઘરમંડપનો પશ્ચિમ બાજુનો દ્વાર, ઉત્તર બાજુનો દ્વાર, પૂર્વ બાજુનો - દ્વાર, દક્ષિણ બાજુનો દ્વાર, તેમાં તે પ્રમાણે જ જાણવું. જ્યાં દક્ષિણ બાજુનો ચૈત્યસૂપ છે તે બાજુ આવે છે, આવીને સૂપ અને મણિપીઠિકાને દિવ્ય જલની ધારા વડે સિંચન કરે છે, થાપા મારે છે, યાવત્ ધૂપ આપે છે. જે બાજુ પશ્ચિમ બાજુની મણિપીઠિકા, જે બાજુ પશ્ચિમ બાજુની જિનેશ્વરની પ્રતિમાઓ તેને પ્રણામ કરે છે. જે પ્રમાણે જિનપ્રતિમાઓની તે પ્રમાણે જ યાવત્ નમસ્કાર કરીને જે બાજુ ઉત્તર બાજુની જિનપ્રતિમા તે પ્રમાણે જ સર્વ જાણવું.
જ્યાં પૂર્વ બાજુની મણિપીઠિકા, જ્યાં પૂર્વ બાજુની જિનપ્રતિમાઓ, તે પ્રમાણે જ દક્ષિણ બાજુની મણિપીઠિકા,