________________
૩૧
પ્રતિમાશતક, શ્લોક : ૨ પણ મોક્ષને પ્રતિકુળ એવી સંસારની પ્રવૃત્તિ કરવારૂપ વક્રસમાચારવાળા વડે=માયાવી વડે, અને વિષયાદિરૂપ પ્રમાદમાં રહેલા એવા ગૃહસ્થો વડે આ અનુષ્ઠાન શક્ય નથી. વિશેષાર્થ :
અહીં ગૃહસ્થ કહેવાથી ઉપલક્ષણથી એ પણ સમજવાનું છે કે, જે મુનિ અપ્રમત્તભાવવાળા નથી તે સર્વે પણ મુનિભાવવાળા નથી, અને તેઓ મંદવીર્યવાળા અને કંઇક અંશમાં વક્રસમાચારવાળા પણ છે, અને તેઓ વડે પણ આ અનુષ્ઠાન શક્ય નથી. આથી જ પૂર્વમાં કહેલ કે પ્રમત્તાંત સુધી નિશ્ચયનયને સમ્યક્ત અભિમત નથી. ટીકાર્ય :
થં સ્તર્દ શમ્ ?....વર્ષ ર તે કેવી રીતે શક્ય છે? તે બતાવે છે - જગત્રયનો મંતા એવો મુનિ અશેષ સાવવની નિવૃત્તિરૂપ મૌનને ગ્રહણ કરીને દારિકશરીર અને કર્મશરીરને ધુણાવે છે.
કથન્ ? રૂાદ સીન તિ | કેવી રીતે ? તો કહે છે કે પ્રાંત=પષિત વાલ-ચણાદિ અને તે પણ વિકૃતિનો અભાવ હોવાથી રૂક્ષને સેવે છે અર્થાત્ અંતપ્રાંત ભિક્ષા કરનારા છે એવા અને કર્મવિદારણમાં સમર્થ એવા વીરો સમ્યગદર્શી છે. -
ત્તિ શબ્દ આચારાંગની વૃત્તિની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જે મુનિ જગતુત્રયને તે જ રીતે માનનાર છે કે જે રીતે ભગવાને કહેલ છે, તેથી જ જગતુત્રયવર્તી સર્વ પદાર્થો પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ થાય એ રીતે તેમના ત્રણેય યોગો પ્રવર્તે છે, તેવો મુનિ હંમેશાં સર્વસાવઘની નિવૃત્તિરૂપ મનસ્વરૂપ હોય છે. અને તેવો મુનિ અંત-પ્રાંત-રૂક્ષ એવું ભોજન કરે છે, તેથી કરીને ક્યાંય શરીરનું મમત્વ સ્કુરણ ન થાય એ રીતે આ ઔદારિક શરીરને પણ ધુણાવે છે સૂકવે છે, અને કર્મશરીરને પણ ક્ષણ કરે છે. અને તેવો મુનિ જ, કર્મનાશ કરવા માટે સમર્થ છે અને આવો મુનિ જ નિશ્ચયનયથી સમ્યગ્દર્શી છે. ઉત્થાન :
પૂર્વમાં પૂર્વપક્ષીએ મહાનિશીથના પાઠથી કહેલ કે, મહાનિશીથમાં જ નિક્ષેપત્રયને અકિંચિત્કર કહેલ છે અને ભાવનિપાને જ આદરણીય કહેલ છે, તેથી અમે ભાવને જ આગળ કરીએ છીએ, તેમાં શું દોષ છે ? તેનું સમાધાન પ્રથમ કર્યું કે, તે મહાનિશીથસૂત્રનું કથન પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયની અપેક્ષાએ છે. તે અપેક્ષાએ તે નયને ત્રણ નિક્ષેપો અનાદરણીય હોવા છતાં પણ અન્ય નયને તે નિક્ષેપ માન્ય છે, તેથી હિતાર્થીએ અન્ય નયના સ્વસ્થાને તે ત્રણે નિક્ષેપાને ગ્રહણ કરીને હિતમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. હવે તે મહાનિશીથસૂત્રના કથનનું સમાધાન સથવા' થી બીજી રીતે કરે છે –