________________
૩
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ વિશેષાર્થ :
શાસ્ત્રમાં પૂજા ત્રણ પ્રકારની કહેલી છે. (૧) સમંતભદ્રા, (૨) સર્વમંગલા અને (૩) સર્વસિદ્ધિફલા. યોગાત્રયના ઉત્કર્ષના ભેદથી તે ભિન્ન પ્રકારની છે અર્થાતું પ્રથમ કાયયોગના ઉત્કર્ષવાળી છે, બીજી વચનયોગના ઉત્કર્ષવાળી છે અને ત્રીજી મનોયોગના ઉત્કર્ષવાળી છે અને ક્રમસર અવંચકયોગત્રયવાળાઓને હોય છે. તે આ પ્રમાણે - (૧) પહેલી સમંતભદ્રા પૂજા યોગાવંચકવાળાને હોય છે અને તેના સ્વામી અવિરતસમ્યગ્દષ્ટિ છે. (૨) બીજી સર્વમંગલા પૂજા ક્રિયાવંચકવાળાને હોય છે અને તેના સ્વામી ઉત્તણૂણધારી શ્રાવક છે.
(૩) ત્રીજી સર્વસિદ્ધિફલા પૂજા ફલાવંચકવાળાને હોય છે અને તેના સ્વામી પરમશ્રાવક છે. ટીકાર્ય :
તકુમ્' - તે ઉપરમાં ત્રણ પૂજા બતાવી તે, વિંશિકામાં કહેલ છે -
પHI ..... વરણ | પહેલી (સમંતભદ્રા પૂજા) પ્રથમ અવંચક (યોગાવંચક) યોગથી સમ્યગ્દષ્ટિને હોય છે, બીજી (સર્વમંગલા પૂજા) બીજા અવંચક (ક્રિયાવંચક) યોગથી ઉત્તરગુણધારી (શ્રાવકોને) હોય છે અને ત્રીજી (સર્વસિદ્ધિફલા પૂજા) ત્રીજા અવંચક (ફલાવંચક) યોગથી પરમશ્રાવકને હોય છે. એ પ્રકારની સમાધિઓથી–ત્રણ અવંચક્યોગોની ત્રણ પ્રકારની સમાધિઓથી–ચિત્તની સ્વસ્થતાથી, સાધુનો યોગ (સપુરુષનો યોગ), સાધુને વંદનની ક્રિયા (સક્રિયાની અવાપ્તિ) અને સાનુબંધ તત્ત્વની પ્રાપ્તિરૂપ ફળ (સાનુબંધ ફળનો લાભ). એ છે કરણી (કાર્યો) જેને એવા ત્રણ યોગો છે=ક્રમસર કાય, વચન અને મનરૂપ ત્રણ યોગો પ્રધાન છે. આ પ્રમાણે અર્થ ભાસે છે. તત્ત્વ બહુશ્રુતો જાણે.
અહીં ‘વ’ છે, ત્યાં વિંશિકામાં ‘વ’ પાઠ છે તે મુજબ અર્થ સંગત કરેલ છે. વિશેષાર્થ :
પહેલો અવંચકયોગ સાધુના યોગને અવંચક કરનાર છે, અર્થાત્ સાધુનો સમ્યગુ યોગ કરાવનાર છે. બીજો અવંચક્યોગ સાધુને કરાતી વંદનક્રિયાને અવંચક કરનાર છે, અર્થાત્ ક્રિયાના ફળને સમ્યગુ નિષ્પન્ન કરે તેવા પ્રકારની ક્રિયાને કરાવનાર છે. અને ત્રીજો અવંચકયોગ સાધુ પાસેથી જે ઉપદેશાદિ પ્રાપ્ત થાય છે, તેને અવંચક કરનાર છે અર્થાત્ ઉપદેશને સાનુબંધ ફળવાળો કરનાર છે.
અહીં ત્રણ અવંચકયોગ તે જીવની તેવા પ્રકારની વિશુદ્ધિ સ્વરૂપ છે. ત્યાં પ્રથમ યોગાવંચકમાં ગુણવાનને ગુણવાનરૂપે જોઈ શકે તેવી જીવની શુદ્ધિ હોય છે. તેથી ગુણવાનનો યોગ તેને અવંચક પ્રાપ્ત થાય છે, તેથી તેને યોગાવંચક કહેવાય છે. બીજા ક્રિયાવંચક્યોગમાં ગુણવાનને ગુણવાનરૂપે ઓળખ્યા પછી તેમને વંદનાદિ ક્રિયા ગુણની નિષ્પત્તિ કરાવે તેવી તે કરી શકે, તેવી વિશુદ્ધિ જીવમાં છે. તેથી તેની ક્રિયા ફળનિષ્પત્તિ પ્રત્યે અવંચક છે, માટે તે જીવની કરાતી ક્રિયા ક્રિયાવંચક છે. અને ત્રીજા ફલાવંચકયોગમાં