________________
૩૩૨
પ્રતિમાશતક શ્લોક : ૨૬ ટીકા :
___'नाशंसा' इति :- भगवत्पूजादर्शनाद् बहवो जीवा सम्यग्दर्शननैर्मल्यमासाद्य चारित्रप्राप्त्या सिद्धिसौधमध्यासतामिति भावनया पूजा कर्त्तव्येति दयापरिणतिस्थैर्यार्थमुद्यच्छताम् उद्यमं कुर्वाणानां, साधूनामाशंसानुमतिर्न भवति, उपदेशफलेच्छायां हिंसाया अविषयत्वात् । संवासानुमतिस्त्वनायतनतो हिंसाऽऽयतनाद्, दूरस्थितानां साधूनां कथं भवति ? पुष्पाद्यायतनमेवानायतनमिति चेत् ? तर्हि समवसरणस्थितानामनायतनवर्तित्वप्रसङ्गः । न च देवगृहेऽपि स्तुतित्रयकर्षणात्परतोऽवस्थानमनुज्ञातं साधूनामिति विधिवन्दनाद्यर्थमवस्थाने नोक्तदोषः । आज्ञास्थितानां क्रमाविरुद्धोपदेशाद्याज्ञावर्तिनां, हिंसाया अनिषेधानुमतिरपि यद्-यस्मात्कारणाद्, न भवति, तत्-तस्मात् कारणाद्, इदं द्रव्यस्तवस्य श्लाघनं माहात्म्यप्रकाशनं, साधूनां निरवद्यमेव शुभानुबन्धित्वादिति निष्कर्षः ।।२६।। ટીકાર્ય :
મવિજૂના ..... વિષયત્વ / ભગવાનની પૂજાના દર્શનથી ઘણા જીવો સમ્યગ્દર્શનની નિર્મળતાને પામીને ચારિત્રની પ્રાપ્તિ દ્વારા સિદ્ધિરૂપી મહેલને પામે, એ પ્રકારની ભાવનાથી પૂજા કરવી જોઈએ, એ પ્રમાણે દયાપરિણતિના ધૈર્ય માટે ઉદ્યમ કરતા અર્થાત્ શ્રોતાની દયાપરિણતિના ધૈર્ય માટે ઉદ્યમ કરતા એવા સાધુઓને આશંસાનુમતિ નથી. કેમ કે ઉપદેશની ફલેચ્છામાં હિંસાનું અવિષયપણું છે, અર્થાત્ ઉપદેશનું ફળ શ્રોતાની દયાપરિણતિની સ્થિરતા કરવાનું છે, તવિષયક સાધુને ઈચ્છા છે, તેમાં હિંસાનું અવિષયપણું છે. વિશેષાર્થ:
ઉપદેશક સાધુ શ્રોતાને “પૂજા કરવી જોઈએ, એ પ્રકારનો જ્યારે ઉપદેશ આપે છે ત્યારે કહે છે કે, અત્યંત ભક્તિપૂર્વક, વિવેકપૂર્વક અને ઉત્તમોત્તમ દ્રવ્યોથી જ્યારે ભગવદ્ ભક્તિ કરવામાં આવે, ત્યારે ભગવાનની પૂજાના દર્શનથી ઘણા જીવો સમ્યગ્દર્શનની નિર્મળતાને પામે છે, યાવત્ સિદ્ધિસુખને પામે છે; તેથી તેવા ઉત્તમ આશયથી ભગવાનની પૂજા કરવી જોઈએ. આ પ્રકારના ઉપદેશથી શ્રોતામાં ભાવદયાની પરિણતિ સ્થિર થાય છે, તેથી તેમાં ઉદ્યમ કરતા એવા સાધુને હિંસાની આશંસાનુમતિ પ્રાપ્ત થતી નથી. કેમ કે ઉપદેશના ફળરૂપે તેઓને એ જ ઈચ્છા છે કે શ્રોતાની ભાવદયા સ્થિર થાય.
અહીં વિશેષ એ છે કે, ભગવાનની પૂજા પોતાની ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે કરવાની છે અને પોતાની દર્શનશુદ્ધિ માટે કરવાની છે. આથી જ ભગવાનની ભક્તિ કરતાં કરતાં ઘણા જીવો ચારિત્રની પરિણતિને પામે છે. આમ છતાં અન્ય જીવોને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા આશયથી સંબુદ્ધ શ્રાવકો ઉદારતાપૂર્વક ભગવાનની પૂજા કરે છે. તેથી જેમ સ્વનું કલ્યાણ પૂજામાં અપેક્ષિત છે તેમ પરને સન્માર્ગની પ્રાપ્તિ થાઓ તેવો આશય પણ પૂજામાં ઈષ્ટ છે.