________________
૨૯૬.
પ્રતિમાશતકશ્લોક : ૨૧ ઔચિત્યથી અન્યતરનો ઉપદેશ જ કરવો જોઈએ=વિધિ-નિષેધ અન્યતરનો ઉપદેશ જ કરવો જોઈએ. એ પ્રમાણે આ જ=પૂર્વમાં કહ્યું એ જ, મૌનીજ સંપ્રદાય છે=ભગવાનના શાસનની વ્યવસ્થા છે.
તકુi ... સૂત્રકૃતે પૂર્વમાં કહ્યું કે સ્યાદ્વાદના સ્થાપનમાં સમર્થ વ્યક્તિએ દેશકાલાદિના ઔચિત્યથી અન્યતરનો ઉપદેશ આપવો જોઈએ=જ્યાં અનુચિત દાન હોય ત્યાં નિષેધ જ કરવો જોઈએ અને જ્યાં ઉચિત દાન હોય ત્યાં વિધિ=વિધાન કરવું જોઈએ, તે જ વસ્તુ આધાકર્મિકને આશ્રયીને સૂત્રકૃતાંગતા અનાચાર-શ્રુત-અધ્યયનમાં બતાવેલ છે. તે કહે છે - (સાધુપ્રધાનકરણને આશ્રયીને કર્મ તે આધાકર્મ અર્થાત્ સાધાય Ífજ એ આધાકર્મ, એ પ્રમાણેની વ્યુત્પતિથી એ અર્થ પ્રાપ્ત થાય કે, સાધુને મુખ્ય કરીને જે રસોઈ આદિ કરવામાં આવે તે આધાર્મિક કહેવાય.)
સદા ISારૂં ..... પુળો T9 II આધાર્મિકને જે ભોગવે તે પરસ્પર સ્વકર્મ દ્વારા લેવાયેલા જાણવા, એ પ્રમાણે ન કહેવું, અથવા લેપાયેલા નથી એ પ્રમાણે ન કહેવું. કેમ કે મૃતના અનુપદેશ અને ઉપદેશ દ્વારા ત્યાં કર્મબંધ અને અબંધની ઉપપત્તિ છે. (અર્થાત્ આધાકર્મિકના ગ્રહણમાં કે અગ્રહણમાં મૃતનો અનુપદેશ હોય તો કર્મબંધની ઉપપત્તિ છે, અને મૃતનો ઉપદેશ હોય તો કર્મના અબંધની ઉપપત્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આધાર્મિકના ભોગમાં કર્મબંધ થાય અથવા ન થાય.)
પટેિ ..... નાનgપાર II (જે કારણથી) આ બંને સ્થાનો દ્વારા વ્યવહાર વિદ્યમાન નથી. વળી આ બંને સ્થાનો વડે અનાચાર જાણવો.
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
૦ અત્યંત આપદ્ દશામાં આધાર્મિકના અગ્રહણમાં ઈર્યાસમિતિ આદિની અશુદ્ધિ અને આર્તધ્યાનની પ્રવૃત્તિ થવાથી બહુદોષનો પ્રસંગ છે, અને અત્યંત આપદ્ દશા ન હોય તો આધાકર્મિકના ભોગમાં પકાયના ઉપમર્દનના=હિંસાના, પાપની અનુમતિ છે; આથી કરીને આ બંને સ્થાનો એકાંતે ગ્રહણ કરવાથી અનાચાર જાણવો. આ પ્રમાણેનો અર્થ ઉપદેશરહસ્ય ગાથા-૧૦૧ના વિવરણથી લખેલ છે.
પ્રભુતાનવિધિ પછી તિ’ શબ્દ છે. તેવરડ્યું..૩પ્રાણુતાનવિધિરિ સુધીના કથનનો પરામર્શક છે. વિશેષાર્થ :
ભગવતીમાં આધાર્મિકદાનનો પ્રતિષેધ કરાયો છે, તે દોષપોષકતાના સ્થાનને આશ્રયીને પ્રતિષેધ કરાયો છે. પરંતુ કેટલાક પાર્થસ્થાદિ એવા હોય છે કે, તેને જો આધાકર્મિક દાન ન આપવામાં આવે, તો લોકોને ભેગા કરીને આ શ્રાવક, સાધુઓ પ્રત્યે અનુચિત વર્તન કરે છે ઈત્યાદિ કહીને ધર્મની લાઘવતા કરે, અને લોકોને શાસનથી વિમુખ બનાવે તેવા હોય છે. તેઓ પ્રત્યે ભાવઅનુકંપાથી આપવાનો નિષેધ કરાયો નથી, અને સૂત્રકૃતાંગમાં બ્રાહ્મણના ભોજનના દાનનો પ્રતિષેધ પણ મિથ્યાદર્શનની પોષકતાને આશ્રયીને કરવામાં આવ્યો છે.
બ્રહ્મભોજનની માન્યતા એ છે કે બ્રહ્મભોજનથી ધર્મ થાય. તેથી આ માન્યતા મુજબ બ્રાહ્મણને ભોજન