________________
પ્રતિમાશતક | શ્લોક : ૨
૨૩
છે=વંદન કરનારમાં વ્યક્તિગત જે વીતરાગભાવના બહુમાનરૂપ જે અધ્યાત્મ છે, એના ઉપનાયક ભગવાન છે; તેથી સ્વગત અધ્યાત્મઉપનાયકતા ગુણ ભગવાનમાં છે, અને સ્વગત અધ્યાત્મઉપનાયકતા ગુણ વડે ભગવાનનું વંદ્યપણું છે; પરંતુ તે વંઘપણું ચતુષ્ટય વિશિષ્ટ છે. કેમ કે જેમ ભગવાનમાં વંદ્યપણું છે તેમ ભગવાનમાં નામાદિ ચારેય નિક્ષેપાઓ છે, તેથી તે બંને એકાધિકરણ છે. અને સ્વગત અધ્યાત્મઉપનાયકતા ગુણ ચારેય નિક્ષેપાને અવલંબીને ભગવાનમાં વર્તે છે, તેથી ચતુષ્ટય-વિશિષ્ટ વંદ્યપણું છે, એમ કહેલ છે. અને તે બતાવવા અર્થે જ કહે છે કે, સાક્ષાત્ ભાવતીર્થંકરને કોઇ વંદન કરે ત્યારે, ભગવાનના ચરણની સાથે પોતાના મસ્તકનો સંયોગ કરે છે; અને મસ્તકના સંયોગરૂપ વંદન ભાવતીર્થંકરના શરીરને જ થાય છે. અને ભાવતીર્થંકરનું શરીર આકૃતિરૂપ હોવાથી સ્થાપના નિક્ષેપો જ છે. તેથી ચારેય નિક્ષેપા બંઘ ન હોય તો ભગવાનનું શરીર પણ વંદ્ય બને નહિ.
કોઇપણ વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે. તેથી ભગવાનરૂપ વસ્તુ પણ દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે, અને તેને જ અપેક્ષાએ ચાર નિક્ષેપમાં વિભક્ત કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનનું જીવદ્રવ્ય એ દ્રવ્યનિક્ષેપારૂપ છે, ભગવાનનું નામ એ નામપર્યાયરૂપ છે જે નામનિક્ષેપારૂપ છે, ભગવાનની આકૃતિ એ ભગવાનનો સ્થાપનાપર્યાય છે તે સ્થાપનાનિક્ષેપારૂપ છે, અને ભગવાનનો અરિહંતાદિરૂપ ભાવ એ ભાવપર્યાયરૂપ છે અને તે ભાવનિક્ષેપારૂપ છે. તેથી નામ, સ્થાપના અને ભાવ એ ત્રણ પર્યાયરૂપ છે અને ભગવાનનું જીવદ્રવ્ય એ દ્રવ્યરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભગવાન જ ચાર નિક્ષેપા સ્વરૂપ છે, પરંતુ ચાર નિક્ષેપાથી અતિરિક્ત કોઇ ભગવાન નામનો પદાર્થ નથી. અને ભગવાન જે વંઘ છે તે પણ ફક્ત ભગવાનનું દ્રવ્ય જ વંઘ છે કે ભગવાનનો અરિહંતાદિભાવ જ વંઘ છે એવું નથી; પરંતુ ચારેય નિક્ષેપારૂપ ભગવાન વંદ્ય છે. તેથી ભગવાનમાં વંઘત્વ છે એમ કહીએ કે ભગવાનના ચારે નિક્ષેપામાં વંધત્વ છે એમ કહીએ તેમાં કોઈ ભેદ નથી. વળી સ્થાપના નિક્ષેપો જેમ ભગવાનના દેહની આકૃતિરૂપ છે, તેમ ભગવાનના દેહની આકૃતિ સદેશ ભગવાનની મૂર્તિમાં પણ સ્થાપના નિક્ષેપો છે. અને જેમ ભગવાનના દેહનો ભગવાનની સાથે કથંચિત્ અભેદ છે, તેમ પ્રતિમાનો પણ સ્થાપ્યસ્થાપકભાવરૂપે કથંચિત્ અભેદ છે. તેથી સ્થાપનાનિક્ષેપરૂપ પ્રતિમા પણ વંઘ બને છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે શિ૨-ચરણના સંયોગરૂપ ભાવભગવાનનું પણ વંદન શરીરમાં જ સંભવે છે, ત્યાં ‘નનુ’ થી શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે
ટીકા ઃ
ननु भावभगवति अरूपे आकाश इव तदसम्भवी, भावसम्बन्धाच्छरीरसम्बद्धं वन्दनं भावस्यैवायातीति । तत एव नामादिसम्बद्धमपि भावस्य किं न प्राप्नोति ? इति परिभावय ।
A