________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૦-૨૧
ટીકા ઃ
.....
તલુ રાખપ્રશ્નીયવૃત્તૌ - રાજપ્રશ્નીયવૃત્તિમાં તે કહેવાયેલું છે - ત ાં . સુરમિતિ ।। (નાટ્યકરણદર્શનવિધિમાં સૂર્યાભદેવે ભગવાનને ત્રણ વાર પૂછ્યું, ત્યાં ભગવાન મૌન રહ્યા.) ત્યારપછી પારિણામિકી બુદ્ધિથી તત્ત્વનો અવગમ કરીને ભગવાનનું મૌન જ ઉચિત છે, પરંતુ કાંઈપણ બોલવું ઉચિત નથી; કેવલ મારા વડે આત્મીય ભક્તિ બતાવવી જોઈએ, એ પ્રકારે પ્રમોદના અતિશયથી રોમાંચિત થયેલો છતો સૂર્યાભદેવ, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે અર્થાત્ સ્તુતિ કરે છે, કાયાથી નમસ્કાર કરે છે, અને વંદન કરીને નમસ્કાર કરીને ઉત્તરપૂર્વ=ઈશાન દિશામાં, જાય છે, ઈત્યાદિ સુગમ છે.
૦ ‘કૃતિ’ શબ્દ રાજપ્રશ્નીય સૂત્રની ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. II૨૦ના
અવતરણિકા :
एकाधिकारिकतुल्यायव्ययत्वादेव भक्तिकर्मणि विभोर्मोनमुचितमिति मतं निषेधति
૨૦૫
અવતરણિકાર્થ :
એક અધિકારી છે જેને એવું તુલ્ય આય-વ્યયપણું હોવાથી જ ભક્તિકર્મમાં ભગવાનનું મોત ઉચિત છે, એ પ્રકારે મતનો નિષેધ કરતાં કહે છે
-
વિશેષાર્થ ઃ
સૂર્યાભદેવના પ્રશ્નમાં ભગવાને જે મૌન ધારણ કર્યું, તેમાં ભિન્ન અધિકારીને આશ્રયીને તુલ્ય આયવ્યય બતાવેલ, જેમ ગૌતમસ્વામી આદિ મુનિને સ્વાધ્યાયભંગરૂપે વ્યય અને સૂર્યાભદેવને ભક્તિની પ્રાપ્તિરૂપે આય બતાવ્યો. એની સામે પૂર્વપક્ષી કહે છે કે, એક સૂર્યાભદેવને આશ્રયીને જ તુલ્ય આય-વ્યયપણું છે. કેમ કે સૂર્યાભદેવ ભક્તિ કરે છે, એમાં હિંસાદિ થાય છે, તેથી તે સાવઘ ક્રિયા છે, તે રૂપ વ્યય છે; અને તેમને ભગવાન પ્રત્યેનો ભક્તિનો ભાવ થાય છે, તે રૂપ આય છે; તેથી જ ભગવાનનું ત્યાં મૌન ઉચિત છે. તેથી જ ભક્તિકર્મ સાધુને અનુમોદનીય ન બની શકે, તેથી તે ભક્તિકર્મ ધર્મરૂપ નથી. માટે સૂર્યાભદેવનું પ્રતિમાપૂજન, ભક્તિકર્મ એ ધર્મરૂપ નહિ હોવાને કારણે તેના બળથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થઈ શકે નહિ. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે, તેનું નિરાક૨ણ ક૨તાં ગ્રંથકાર કહે છે -
શ્લોક ઃ
दानादाविव भक्तिकर्मणि विभुर्दोषान्निषेधे विधी, मौनी स्यादिति गीर्मृषैव कुधियां दुष्टे निषेधस्थितेः । अन्यत्र प्रतिबन्धतोऽनभिमतत्यागानुपस्थापनात्, प्रज्ञाप्ये विनयान्विते विफलताद्वेषोदयासंभवात् ।।२१।।