________________
૨૪૮
પ્રતિમાશતક/ બ્લોકઃ ૧૬ વિશેષાર્થ:
સ્થાનાંગને માને, અને સ્થાનાંગમાં પાંચ પ્રકારના વર્ણવાદ બતાવાયા છે તેમાં, દેવવર્ણવાદનો નિષેધ પ્રાપ્ત થાય તે રીતે અર્થ કરે છે; તે સ્વહાથથી જ સ્વમસ્તક ઉપર રજ નાંખવા બરાબર છે. ટીકાર્ય :
મત વ..પરિભાષિત” આથી કરીને જ=દેવોને અધાર્મિક કહેવા તે દોષરૂપ છે આથી કરીને જ દેવોમાં અસંમતપણું હોવા છતાં પણ નિષ્ફર ભાષાના ભયથી આગમમાં તેઓ દેવોનું, નોસંતપણું કહેવાયેલું છે. વિશેષાર્થ :
અસંયત શબ્દનો પ્રયોગ દેવા માટે કરવામાં આવે તો, ગુણસંપન્ન એવા દેવોમાં પણ નિષ્ફર ભાષાનો પ્રયોગ થવાથી દેવોની આશાતનાનું પાપ લાગે. તેથી દેવોની આશાતનાના પરિવાર માટે આગમમાં દેવોને નોસંયત કહેલા છે. નોસંયત કહેવાથી એ પ્રાપ્ત થાય કે દેવો સંયમી નથી, અને અસંયત કહેવાથી એ પ્રાપ્ત થાય કે અસંયમરૂપ દોષવાળા તેઓ છે. દેવો ભૂતકાળમાં સારું સંયમ પાળીને આવેલ છે, તેથી વર્તમાનમાં અનેક ગુણોથી કલિત તેઓ છે. તેથી તેઓને અસંયમ દોષવાળા કહેવા, તે દેવોની આશાતના છે. પરંતુ તેઓ દેવભવના માહાભ્યથી સંયમને પામી શકતા નથી, માટે આગમમાં તેમને નોસંયત કહેલ છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે છે કે, જેમ આગમમાં દેવોને નોસંયત કહેલ છે, તેમ અમે દેવોને નોધર્મી કહીશું, તેની સામે ગ્રંથકાર કહે છે - ટીકાર્ય -
નોર્મિગ ... શ્ય, કુમતિગ્રસ્ત એવા લંપાકો વડે ‘નોધમ એ પ્રકારે જે પ્રતિકારરૂપે કહેવાય છે, તે ક્યાંય પણ (આગમમાં) સંભળાતું નથી.
વળી યુક્તિથી તેની પુષ્ટિ કરતાં હેત કહે છે -
ઘર્મસામાન્ય .... ૩૫ર | ધર્મસામાન્યના અભાવનો પ્રસંગ હોવાને કારણે તે પ્રકાર=દેવો નોધર્મી છે તે પ્રકારે, કહેવા માટે અશક્યપણું છે. અને આ મોટા પ્રબંધ વડે દેવધર્મપરીક્ષા ગ્રંથમાં અમારા વડે કહેવાયેલું છે એથી અહીં વિરામ પમાય છે. I૧૬. વિશેષાર્થ -
- પાંચ પ્રકારના વર્ણવાદમાં દેવના વર્ણવાદનો મૂળથી અપલાપ દેવોને અધાર્મિક કહેવાથી થાય છે, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેના પ્રતિકારરૂપે લુંપાક દ્વારા એમ કહેવાય છે કે, દેવોને અધાર્મિકને બદલે નોધાર્મિક