________________
૧૮૯
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ વિશેષાર્થ :
પ્રતિમાની પૂજા એ કલ્પસ્થિતિની જેમ સમ્યગ્દષ્ટિ દેવોનો આચાર છે, માટે સ્થિતિ શબ્દથી ભ્રમ ન કરો. આનાથી એ કહેવું છે કે જેમ કલ્પ–સાધુનો આચાર, તે જેમ ધર્મસ્થિતિને ઓળંગતો નથી, તેમ વિમાનાધિપતિનો આચાર ધર્મસ્થિતિને ઓળંગતો નથી. વિમાનાધિપતિ સમ્યગ્દષ્ટિ હોય છે, તેથી તેમનો આચાર ધર્મપરતાને ઓળંગતો નથી. ટીકા :
भव्येत्यादि :- भव्या भवसिद्धिकः, अभ्यग्रगबोधि: समीपगतबोधिः, सुलभबोधिक इति यावत् । अल्पं भवं भजतीत्यल्पभवभाक् परीतसंसारिक इत्यर्थः । सती-समीचीना, दृष्टिर्यस्यासौ सदृष्टिरित्यर्थः । आराधको ज्ञानाधाराधनकर्ता । च-पुनः । य: चरम: अपश्चिमभवः । अर्हता श्रीमहावीरेणोक्तः । 'अहो' इति आश्चर्ये । अस्य-सूर्याभनाम्नो देवस्य, या स्थितिः, सा कल्पस्थितिवन्न धर्मपरतांन धर्मव्यवहारविषयतामत्येति-अतिक्रामति । कस्मात् ? भावान्वयात्= शुभभावसंबंधात् । अत्राधिकृते पिशुनै: नीचैः, शब्दान्तरैः स्थित्यादिशब्दैः, वञ्चिता व्यामोहं प्रापिता भ्रमं मा कार्युः='न धर्मोऽयं किन्तु स्थितिः' इत्यादिभ्रमभाजो मा भूवन् इत्यर्थः ।। ટીકાર્ય -
ભવ્ય ..... ત્યર્થ | ભવ્ય=ભવસિદ્ધિક, અભ્યગ્રગબોધિ=સમીપગતબોધિસુલભબોધિ, અલ્પભવને ભજે તે અલ્પભવભાકપરીતસંસારી, સતી=સમીચીન દષ્ટિ જેવી છે તે સદષ્ટિવાળો, આરાધક જ્ઞાનાદિની આરાધના કરનારો, વળી જે ચરમઅપશ્ચિમ ભવવાળો, ભગવાન મહાવીરદેવ વડે કહેવાયો છે, ‘અહો' શબ્દ આશ્ચર્ય અર્થમાં છે. અહો ! એવા આ સૂર્યાભનામના દેવની જે સ્થિતિ છે, તે બૃહકલ્પમાં કહેલ (સાધુના) કલ્પની સ્થિતિની જેમ ધર્મપરતાને ધર્મવ્યવહારવિષયતાને, ઓળંગતી નથી. કેમ કે શુભભાવનો સંબંધ છે. અહીંયાં અધિકૃતમાં જિનપૂજાને સ્થિતિ સ્વીકારી એમાં, નીચો વડે લુંપાકો વડે, શબ્દાંતરથી ઠગાયેલા=સ્થિતિ આદિ શબ્દથી ઠગાયેલા=વ્યામોહને પમાડેલા એવા કોઈએ, ભ્રમ ન કરવો=આ ધર્મ નથી પરંતુ સ્થિતિ છે એ પ્રમાણે ભ્રમને ભજનારા ન થવું.
૦ ટકામાં “ઘ' શબ્દ પુનઃ અર્થમાં છે. વિશેષાર્થ :
ભવ્ય ' ભવોથી સિદ્ધિ છે જેને તે ભવસિદ્ધિક=થોડા કાળમાં કે દીર્ઘકાળમાં સંસારમાંથી અવશ્ય જે મોક્ષે જવાને યોગ્ય છે, તે ભવ્ય છે. આનાથી દીર્ઘકાળ પછી પણ મોક્ષે જનાર જીવની પ્રાપ્તિ થાય. તેથી બીજાં વિશેષણો પણ બતાવે છે, જે રાજપ્રશ્નીય ઉપાંગના આલાપકની વૃત્તિથી જાણવાં.